ગુજરાતી પાયલટ સ્મિતની સતર્કતાથી ટળી મોટી વિમાન હોનારત: જાણો PM મોદી, ભૂપેન્દ્ર પટેલ, ટ્રમ્પ અને નેતન્યાહૂએ કેવી રીતે બિરદાવી બહાદુરી
FlyDubai: ભારતીય પાઇલટ સ્મિતે દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવી લીધી. સ્મિત મચ્છર પર તેમના કો-પાઇલટે જ ચાકુથી હુમલો કર્યો હતો. ઘાયલ હોવા છતાં સ્મિત તેની સાથે લડતા રહ્યા અને અન્ય મુસાફરોની મદદથી તેને કાબૂમાં લીધો. વિમાનમાં 180 લોકો સવાર હતા.. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે સ્મિત પર હુમલો કરનાર સહ-પાઇલટ ઓમાનનો નાગરિક હતો. જ્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન સ્મિત ગુજરાતી મૂળના છે.
FlyDubai: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી દુબઈ (Flydubai)ની ફ્લાઈટમાં હવામાં જ એક અત્યંત ભયાનક અને હોનારત સર્જે તેવી ઘટના બનતા બનતા રહી ગઈ હતી. જોકે, ભારતીય મૂળના અને ગુજરાતના કેપ્ટન સ્મિત મચ્છરે પોતાના જીવની પરવાહ કર્યા વિના સમયસૂચકતા અને વીરતા દર્શાવીને વિમાનને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લીધું હતું. 174થી વધુ મુસાફરોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિતની ક્ષમતાની આજે સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે.
9/11 જેવી મોટી અને વિનાશક આતંકી ઘટના ફરી બની હોત
ફ્લાઈટ દરમિયાન વિમાનમાં સવાર ઓમાનના નાગરિક એવા સહ-પાઈલટે અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈઝરાયેલી અધિકારીઓના જણાવ્યા મુજબ, જો કેપ્ટન સ્મિતે સમયસૂચકતા દર્શાવી ના હોત તો 2001માં અમેરિકામાં બનેલી 9/11 જેવી મોટી અને વિનાશક આતંકી ઘટના ફરી બની હોત. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ કેપ્ટન સ્મિતે હિંમત હાર્યા વિના હુમલાખોરનો વળતો સામનો કર્યો હતો.
ગંભીર ઈજાઓ વચ્ચે કેપ્ટન સ્મિતની હિમ્મતને ચારેબાજુ પ્રશંસા
આ ઘટનામાં સ્મિત અત્યંત ગંભીર હાલતમાં હોવા છતાં અન્ય ક્રૂ મેમ્બર્સને એલર્ટ કર્યા અને કૉકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. કૉકપિટનો દરવાજો ખૂલતાં જ વિમાનમાં સવાર યાત્રીઓ અને અન્ય ક્રૂ મેમ્બર્સ તાત્કાલિક મદદમાં આવ્યા અને હુમલાખોરને કાબૂમાં લઈ લીધો હતો. હુમલાખોર પર કાબૂ મેળવાયા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે કેપ્ટન સ્મિતનો આભાર માન્યો હતો. આ ફ્લાઈટમાં મોટાભાગના મુસાફરો ઈઝરાયેલના નાગરિકો હતા.
સ્મિતનો એક જૂનો ઈન્ટરવ્યુ ખૂબ વાયરલ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર કેપ્ટન સ્મિતનો એક જૂનો ઈન્ટરવ્યુ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ વિમાનમાં પાયલટને મેડિકલ ઈમરજન્સી આવે ત્યારે તબીબની હાજરી કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જે પ્રકારની ઈમરજન્સી વિશે તેઓ ઈન્ટરવ્યુમાં વાત કરતા હતા, તેવી જ વાસ્તવિક અને કટોકટીભરી પરિસ્થિતિનો તેમણે જાતે સામનો કરીને તમામ મુસાફરોની જિંદગી બચાવી લીધી.
13 વર્ષથી વધુનો અનુભવ અને બોઈંગ 737 ઉડાવવામાં માસ્ટરી
ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાંથી આવતા કેપ્ટન સ્મિત મચ્છર એવિએશન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જૂન 2022માં ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. 13 વર્ષથી વધુનો વ્યાવસાયિક ઉડાન અનુભવ અને બોઇંગ 737 વિમાનો (B737-800 અને B737 MAX) પર લગભગ 9,750 કલાકનો અનુભવ ધરાવે છે. દુબઈ પહેલાં તેમણે સ્પાઇસજેટમાં 11 વર્ષથી વધુ સમય સેવા આપી હતી, જ્યાં તેઓ સિનિયર કમાન્ડર અને લાઈન ટ્રેનિંગ કેપ્ટન રહ્યા હતા. સ્પાઇસજેટ સાથે 9500થી વધુ કલાક (જેમાં પાયલટ-ઈન-કમાન્ડ તરીકે 6,400 કલાક)નો અનુભવ ધરાવતા સ્મિત પાયલટ ટ્રેનિંગ, ફ્લાઇટ ચેક્સ, ક્રૂ રિસોર્સ મેનેજમેન્ટ અને ફ્લાઇટ સ્ટાન્ડર્ડ્સમાં નિષ્ણાત છે.
વિશ્વના નેતાઓએ સ્મિતની વીરતાને બિરદાવી: પ્રધાનમંત્રી મોદી અને નેતન્યાહૂએ કહ્યા 'હીરો'
કેપ્ટન સ્મિતની આ બહાદુરીની નોંધ વિશ્વભરના નેતાઓએ લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરતા તેમને 'હીરો' કહ્યા છે. અત્યંત ગંભીર ખતરા અને પોતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં, કેપ્ટન સ્મિતે અન્યોનો જીવ બચાવવા માટે અદભુત હિંમત દર્શાવી છે. તેમની આ બહાદુરીના કારણે અસંખ્ય લોકોના જીવ બચ્યા છે અને એક મોટી દુર્ઘટના ટળી છે, સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ કેપ્ટન સ્મિત ટૂંક સમયમાં સાજા થઈ જાય, નવી શક્તિ પ્રાપ્ત કરે અને ઉત્તમ સ્વાસ્થ્ય મેળવે તેવી પ્રાર્થના કરી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિતને 'ગુજરાતનો સાચો અને બહાદૂર સપૂત' ગણાવ્યો
ગુજરાતના મુખ્યમંત્રીએ કેપ્ટન સ્મિતને 'ગુજરાતનો સાચો અને બહાદૂર સપૂત' ગણાવતા તેમની આસમાની ક્ષમતા અને ખુમારીને સલામ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં 174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છર અદ્ભુત હિંમત અને વીરતાની પ્રશંસા કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેપ્ટન સ્મિતે હુમલાખોર સામે લડીને મોટી દુર્ઘટના ટાળી છે, જેના પર સમગ્ર ગુજરાત અને દેશને ગર્વ છે. તેમણે કેપ્ટન સ્મિતને 'ગુજરાતનો સાચો અને બહાદૂર સપૂત' ગણાવતા તેમની આસમાની ક્ષમતા અને ખુમારીને બિરદાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિત મિછારની આ અસાધારણ વીરતાને સલામ કરી તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને 'સાચા હીરો' (True Hero) ગણાવ્યા અને ઈઝરાયેલી નાગરિકો સહિત 174થી વધુ લોકોના જીવ બચાવવા બદલ આભાર માની તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે શુભેચ્છા પાઠવી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછ્છરની અસાધારણ બહાદુરીને સલામ કરી છે. હુમલાખોરે પાયલટ પર ચાકુથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હોવા છતાં તેમણે હિંમત હારી નહીં અને વળતો સામનો કર્યો. ઇજાગ્રસ્ત હાલતમાં પણ કેપ્ટન સ્મિતે કૉકપિટનો દરવાજો ખોલ્યો, જેથી યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ હુમલાખોરને કાબૂમાં કરી શક્યા. કેપ્ટન સ્મિતની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે હવામાં એક મોટો અને વિનાશક અકસ્માત ટળ્યો. તેમણે ઇઝરાયેલી નાગરિકો અને અન્ય દેશોના લોકો સહિત કુલ 174 લોકોના જીવ બચાવ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાને કેપ્ટન સ્મિત મચ્છર ટૂંક સમયમાં સંપૂર્ણપણે સાજા થઈ જાય તેવી શુભેચ્છા પાઠવી છે. નેતન્યાહૂએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને 'સાચા હીરો' (True Hero) ગણાવ્યા છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્મિતની વીરતા અને સાહસની પ્રશંસા કરી
ભારતના રાષ્ટ્રપતિએ કેપ્ટન સ્મિત મચ્છર વીરતા અને સાહસની પ્રશંસા કરતા કહ્યું કે સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. કેપ્ટન સ્મિતની અદ્ભુત હિંમત અને અસાધારણ સમયસૂચકતાએ આપણા સૌના દિલ સ્પર્શી લીધા છે. અત્યંત ગંભીર અને ભયાનક પરિસ્થિતિમાં પોતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં, તેઓ અન્ય લોકોના જીવ બચાવવા માટે મક્કમ રહ્યા હતા. તેમની અસાધારણ બહાદુરી અને ત્વરિત નિર્ણયશક્તિના કારણે એક મોટી દુર્ઘટના ટળી શકી છે. કેપ્ટનની આ વીરતાપૂર્ણ કામગીરીએ વિમાનમાં સવાર અનેક કિંમતી જિંદગીઓ બચાવી લીધી છે. રાષ્ટ્રપતિએ કેપ્ટન સ્મિત મિછારના અદમ્ય આત્મબળ અને ખુમારીને સલામ કરી છે. તેમણે કેપ્ટન સ્મિતના ઝડપી સ્વાસ્થ્ય સુધારા અને ઉત્તમ આરોગ્ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ભારતીય પાયલટની આ વીરતાની મુક્તકંઠે પ્રશંસા કરી તેમને 'હીરો' કહ્યા હતા. પોતાના જાનનું જોખમ ખેડીને સેંકડો લોકોના માથા પરથી મોતનો સાયો હટાવનારા કેપ્ટન સ્મિત મચ્છર આજે માત્ર ગુજરાત કે ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે શૌર્ય અને સમયસૂચકતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયા છે.