લગ્નના ઘોડાને કોંગ્રેસે ઘરભેગા કર્યાં, નિષ્ક્રિયતા પડી ભારે, 49 હોદ્દેદારો સસ્પેન્ડ
દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાયેલી વિપક્ષની રેલીમાં ગેરહાજર રહેલાં ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. યુથ કોંગ્રેસ દ્વારા આ હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચ જ્ઞાનેશ કુમારને હટાવવા માટે 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની મોટી રેલી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો દેશભરમાંથી પહોંચ્યા હતા. ગુજરાતમાંથી પણ ઘણા નેતાઓ રાહુલ ગાંધીની આ રેલીમાં ગયા હતા. પરંતુ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો પર પાર્ટીએ કાર્યવાહી કરી છે.
રેલીમાં ન પહોંચેલા હોદ્દેદારો સામે કાર્યવાહી
દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની વિરુદ્ધમાં યોજાયેલી આ રેલીમાં ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો ગેરહાજર રહેતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલી રેલીમાં ગેરહાજર રહેતાં હોદ્દેદારો સામે પાર્ટીએ કાર્યવાહી કરી છે. જનરલ સેક્રેટરી સહિત અનેક હોદ્દેદારોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં છે. સામે આવેલી માહિતી પ્રમાણે આ તમામ 49 હોદ્દેદારો પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને પાર્ટીએ પહેલા પણ તેમને નોટિસ આપી હતી.
ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ
સસ્પેન્ડ કરવામાં આવેલા યુથ કોંગ્રેસના હોદ્દેદારોની યાદી
| ક્રમ | નામ | હોદ્દો |
|---|---|---|
| 1 | ગૌરાંગ મકવાણા | જનરલ સેક્રેટરી ઓપન |
| 2 | યશરાજ ગોહેલ | જનરલ સેક્રેટરી ઓપન |
| 3 | મો.ઇરફાન શેખ | જનરલ સેક્રેટરી ઓપન |
| 4 | જય પટેલ | જનરલ સેક્રેટરી ઓપન |
| 5 | અદનાન તુરાક | જનરલ સેક્રેટરી ઓપન |
| 6 | જયસિંઘ રાઠોડ | જનરલ સેક્રેટરી ઓપન |
| 7 | આકાશ પરમાર | જનરલ સેક્રેટરી ઓપન |
| 8 | રિયાઝ શેખ | જનરલ સેક્રેટરી ઓપન |
| 9 | વિવેકકુમાર પાડવી | જનરલ સેક્રેટરી ઓપન |
| 10 | શૂરવીરસિંહ રાભોલ | જનરલ સેક્રેટરી ઓપન |
| 11 | ચિરાગ દરજી | જનરલ સેક્રેટરી ઓપન |
| 12 | ગૌરાંગ રાઠોડ | જનરલ સેક્રેટરી ઓપન |
| 13 | મનસુખભાઈ કોઠારીયા | જનરલ સેક્રેટરી ઓબીસી |
| 14 | પ્રકાશ દેસાઈ | જનરલ સેક્રેટરી ઓબીસી |
| 15 | જયેશ કરમટા | જનરલ સેક્રેટરી ઓબીસી |
| 16 | ભૈરવ બારીયા | જનરલ સેક્રેટરી એસસી/એસટી |
| 17 | પૃથ્વીરાજસિંહ વળવી | જનરલ સેક્રેટરી એસસી/એસટી |
| 18 | માઝ ખાન તાલુકદાર | જનરલ સેક્રેટરી લઘુમતી |
| 19 | આદિત્યસિંહ ગોહિલ | રાજ્ય સચિવ (EC) |
| 20 | યશપાલસિંહ પરમાર | રાજ્ય સચિવ (EC) |
| 21 | શિરાઇલ શેખ | રાજ્ય સચિવ (EC) |
| 22 | બંસીકુમાર સાવલીયા | રાજ્ય સચિવ (EC) |
| 23 | શક્તિપાલસિંહ ચુડાસમા | રાજ્ય સચિવ (EC) |
| 24 | અવધ પટેલ | રાજ્ય સચિવ (EC) |
| 25 | સુરેશકુમાર સોલંકી | રાજ્ય સચિવ (EC) |
| 26 | હાર્દિકસિંહ ડાભી | રાજ્ય સચિવ (EC) |
| 27 | હિતેશ સોલંકી | અમદાવાદ ગ્રામીણ જિલ્લા પ્રમુખ |
| 28 | રવિ બ્રહ્મભટ્ટ | આણંદ જિલ્લા પ્રમુખ |
| 29 | આશુતોષ રાઠોડ | અરવલ્લી જિલ્લા પ્રમુખ |
| 30 | રતનસિંહ પારગી | બનાસકાંઠા જિલ્લા પ્રમુખ |
| 31 | વિપુલ વસાવા | ભરૂચ જિલ્લા પ્રમુખ |
| 32 | તુષાર ગામીત | ડાંગ જિલ્લા પ્રમુખ |
| 33 | યુવરાજસિંહ વાઢેર | દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ |
| 34 | શિવનાથસિંહ રાઠોડ | ગાંધીનગર ગ્રામીણ જિલ્લા પ્રમુખ |
| 35 | નવઘણભાઈ કાઠી | ગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ |
| 36 | આતિફભાઈ કબીરાની | ગીર સોમનાથ દિલ્લો પ્રમુખ |
| 37 | મોકાસિબ શમા | જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ |
| 38 | મિહિર મહેતા | જૂનાગઢ શહેર જિલ્લા પ્રમુખ |
| 39 | સાહિલ પરમાર | મહીસાગર જિલ્લા પ્રમુખ |
| 40 | મોહમદ તંઝીલ સૈયદ | મહેસાણા જિલ્લા પ્રમુખ |
| 41 | શિવકુમાર પટેલ | નર્મદા જિલ્લા પ્રમુખ |
| 42 | પૂરવ તલાવિયા | નવસારી જિલ્લા પ્રમુખ |
| 43 | માઇકલ જોસેફ | પંચમહાલ જિલ્લા પ્રમુખ |
| 44 | કિરણ પરમાર | પાટણ જિલ્લા પ્રમુખ |
| 45 | અજય મોઢા | પોરબંદર જિલ્લા પ્રમુખ |
| ક્રમ | નામ | હોદ્દો |
|---|---|---|
| 46 | ભાગ્યરાજસિંહ વાળા | રાજકોટ શહેર જિલ્લા પ્રમુખ |
| 47 | કલ્પેશકુમાર ભગોરા | સાબરકાંઠા જિલ્લા પ્રમુખ |
| 48 | બાબુભાઈ પરમાર | સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ |
| 49 | પવન ગુપ્તા | વડોદરા શહેર જિલ્લા પ્રમુખ |
પહેલા પાર્ટીએ આપી હતી નોટિસ
પ્રાપ્ત વિગત અનુસાર યુથ કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો ઘણા સમયથી નિષ્ક્રિય હતા. આ પહેલાં તેમને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી. હવે સામે આવ્યું છે કે આ હોદ્દેદારો 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ ગેરહાજર રહ્યાં હતા. ત્યારબાદ યુથ કોંગ્રેસ દ્વારા 49 હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઘણા જિલ્લાઓના યુથ કોંગ્રેસ પ્રમુખ, સચિવ, જનરલ સેક્રેટરી સહિતના હોદ્દેદારો સામેલ છે.