SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મોતની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું કચ્છ; બોલેરો-ટ્રકની અકસ્માતમાં 7નાં મોત, લોહીના ખાબોચિયા; રસ્તા પર ચીસાચીસ, હચમચાવનારા દૃશ્યો

Kutch Khavada Accident : કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. કામદારોને લઈ જતી બોલેરો ગાડીને બ્લેકરે જોરદાર ટક્કર મારતાં દુર્ઘટના સર્જાઈ. અકસ્મતમાં 7 શ્રમિકોનાં મોત થયાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. બોલેરોમાં 15થી વધુ કામદારો સવાર હોવાનો પ્રાથમિક અંદાજ છે. અકસ્મતમાં અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયાની માહિતી. અકસ્મત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ..

Written By Kinjal Patel
Published: Oct 09, 2026, 12:03 PM IST | Updated: Oct 09, 2026, 12:12 PM IST
Join

Kutch Khavada Accident : કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી (RE) પાર્ક પાસે કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત થયો છે. મોડી રાત્રે પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલા કામદારોથી ભરેલી બોલેરો ગાડીને ભારી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 7 શ્રમિકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

15થી વધુ કામદારો ભરેલી બોલેરોમાં ચીસાચીસ મચી ગઈ 
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત બોલેરો ગાડીમાં 15થી વધુ શ્રમિકો સવાર થઈને કામ પરથી પરત ફરી રહ્યા હતા અથવા અન્ય સ્થળે જઈ રહ્યા હોવાનું અનુમાન છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ભારી ટ્રકે બોલેરોને એવી ભયાનક ટક્કર મારી હતી કે ગાડીનો કૂચડો વળી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોમાં સવાર શ્રમિકોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી
આ ભયાનક ટક્કરને કારણે ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માતનો ભારે આક્રંદ અને ઈજાગ્રસ્તોની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો તથા અન્ય વાહનચાલકો તુરંત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહમત ઉઠાવીને ગાડીમાં ફસાયેલા કામદારોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

મૃતદેહોને ભુજ PM અર્થે ખસેડાયા, પોલીસે તપાસ હાથ ધરી
નોંધનીય છે કે, ખાવડા RE પાર્ક વિસ્તારમાં આ પ્રકારનો સર્જાયેલો આ પ્રથમ અને સૌથી મોટો ભયાનક અકસ્માત હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે ઘટેલી આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર કચ્છ અને ખાવડા વિસ્તારમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પ્રથમ ખાવડા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગળની વિધિ તથા પોસ્ટમોર્ટમ માટે ભુજ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સઘન તપાસ શરૂ કરી છે.
 

Add Zee News as a Preferred Source

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES