SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળી પહેલા ગુજરાત સરકાર કર્મચારીઓને આપશે મોટી ભેટ! કેબિનેટ બેઠકમાં થઈ શકે છે જાહેરાત

DA Hike : દિવાળી પહેલા ગુજરાત સરકાર કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં સરકાર DA વધારાનો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં 3%ના વધારાની જાહેરાત કરી છે, ત્યારે હવે ગુજરાત સરકાર પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે.

Written By Dilip Chaudhary
Published: Nov 03, 2026, 05:58 PM IST | Updated: Nov 03, 2026, 06:04 PM IST
Join

DA Hike : ગાંધીનગર ખાતે આવતીકાલે સવારે 10 વાગ્યે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની ભેટ મળી શકે છે.

ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે વૈશ્વિક બજારના નવા દ્વાર, 38 દેશો સાથેના વેપાર કરારથી થશે મોટો ફાયદો

કેન્દ્ર સરકારે DAમાં 3 ટકાનો કર્યો વધારો

કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે 3 ટકાના મોંઘવારી ભથ્થા (DA) વધારાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓની નજર પણ રાજ્ય સરકાર પર ટકેલી છે. ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની જેમ કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો જાહેર કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ગાંધીનગરમાં ભાજપે 'કાસ્ટ ફેક્ટર' સાચવી ૨૯ વર્ષના રૂપસિંહ ઠાકોરને સોંપી મનપાની કમાન, 2027ની ચૂંટણી જવાબદાર

લાખો સરકારી કર્મચારીઓને મળશે લાભ

જો રાજ્ય સરકાર દ્વારા DA વધારાનો નિર્ણય લેવામાં આવે તો લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો આર્થિક લાભ મળી શકે છે. મોંઘવારીના વધતા જતા ભાર વચ્ચે DAમાં વધારો કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલાં આ જાહેરાત થાય તો કર્મચારીઓની દિવાળી સુધરી જાય.  

કેબિનેટ બેઠક પર બધાની નજર

હાલમાં બધાની નજર આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠક પર છે. બેઠકમાં DA વધારા ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. જોકે, ગુજરાત સરકાર દ્વારા DA વધારા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવતીકાલની કેબિનેટ બેઠક બાદ જ સરકારનો અંતિમ નિર્ણય સ્પષ્ટ થશે. હવે જોવાનું એ રહેશે કે દિવાળી પહેલાં રાજ્ય સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપે છે કે નહીં.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES