SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વડોદરાના જરોદમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન: AK-47 અને 23 જીવતા કારતૂસ સાથે આસામનો શખ્સ દબોચાયો, મોટા ખુલાસાની શક્યતા

Gujarat ATS News: અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા ગેરકાયદેસર હથિયારો મામલે એક મોટું અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એટીએસની ટીમે વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જરોદ બસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી કરીને આસામના વતની એવા એક શખ્સની અટકાયત કરી છે. આરોપી પાસેથી ગેરકાયદેસર એકે-47 રાઈફલ અને 23 જીવતા કારતુસ મળી આવ્યા છે. હાલ એટીએસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Written By Kinjal Patel
Published: Nov 27, 2026, 10:15 IST | Updated: Nov 27, 2026, 10:25 IST
Join

Gujarat ATS News: ગુજરાત ATS દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડીને ઘાતક હથિયારોના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. આસામના આ વ્યક્તિ પાસે ગેર કાયદેસર હથિયાર, એકે 47, 23 જીવતા કારતુસ સાથે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. હાલ એટીએસ આસામનો આ વ્યક્તિ ગેરકાયદે હથિયાર ક્યાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરી રહ્યું છે.

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: એસજી હાઈ-વે પર આ જંકશન બંધ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો, સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી!

બાતમીના આધારે ATSની ટીમે વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવી

ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમી મુજબ, એક શખ્સ ઘાતક હથિયાર સાથે વડોદરા વિસ્તારમાં આવવાનો હોવાની વિગતો મળી હતી. આ બાતમીના આધારે ATSની ટીમે વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હિલચાલ જણાતા ટીમે સ્થળ પરથી જ એક વ્યક્તિને દબોચી લીધો હતો. અટકાયત કરાયેલા શખ્સની તપાસ કરાતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. આસામના આ વ્યક્તિ પાસેથી અત્યંત ઘાતક AK-47 રાઇફલ તેમજ 23 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ATSની ટીમે આ તમામ ગેરકાયદેસર હથિયાર અને કારતૂસનો જથ્થો કબજે કર્યો છે.

આરોપી મૂળ આસામનો વતની હોવાનો ખુલાસો થયો...

ગુજરાત ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અટકાયત કરવામાં આવેલો આરોપી મૂળ આસામ રાજ્યનો રહેવાસી છે. આટલી મોટી માત્રામાં અને આવા ઘાતક પ્રતિબંધિત હથિયાર સાથે તે ગુજરાતમાં શા માટે આવ્યો હતો, તે દિશામાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: અમદાવાદ પકવાન જંકશન બંધ કરવાનો નિર્ણય ભારે પડ્યો! GTUના કુલપતિ બનવા જામી ભારે રસાકસી, હર્ષ સંઘવી આજથી 3 દિવસ છોટાઉદેપુરની મુલાકાતે

હથિયારના મૂળ સુધી પહોંચવા ગુજરાત ATSની વધુ પૂછપરછ હાથ ધરાઈ

હાલમાં ગુજરાત ATS દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તે આ AK-47 રાઇફલ અને જીવતા કારતૂસ ક્યાંથી લાવ્યો હતો, ગુજરાતમાં કોને આપવાના હતા અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કે આતંકી કાવતરું છે કે કેમ, તે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

સમાચારનો સાર:-

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES