SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળીએ વતન જતા મુસાફરો માટે ખુશખબર, GSRTC દોડાવશે 1600થી વધુ એક્સ્ટ્રા બસો

Diwali Special Buses : દિવાળીના તહેવાર ટાણે વતન જતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા GSRTCની 1600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.

Written By Dilip Chaudhary
Published: Oct 11, 2026, 04:58 PM IST | Updated: Oct 11, 2026, 05:42 PM IST
Join

Diwali Special Buses : સુરતમાં હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો લોકો દિવાળીના તહેવારમાં પોતાના વતન જતા હોય છે. દર વર્ષે દિવાળી વેકેશનમાં બસોમાં ભારે ભીડ જોવા મળે છે. ત્યારે મુસાફરોને હાલાકી ન પડે તે માટે રાજ્યભરમાં GSRTC દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં બબાલ, વોર્ડ નં 11માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે

1600થી વધુ બસો દોડાવાશે

પત્રકાર પરિષદમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ વર્ષે 1600થી વધુ બસો દોડાવવામાં આવશે. સૌરાષ્ટ્ર અને પંચમહાલ રૂટમાં સૌથી વધુ ડિમાન્ડ હોય છે, જ્યાં જરૂર હશે ત્યાં વધુ બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત ST આપણા દ્વાર સેવા પણ શરૂ કરવામાં આવશે.

 

જરૂર પડશે તો 2500થી વધુ બસો દોડાવાશે

તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે લોકો છેલ્લા દિવસ સુધી બુકિંગની રાહ જુએ છે, જેના કારણે વ્યવસ્થામાં મુશ્કેલી પડે છે. જો બધા છેલ્લા દિવસે બુકિંગ કરશે તો 1600ને બદલે 2500 બસો દોડાવવી મુશ્કેલી પડશે. તેથી વહેલું બુકિંગ કરવું જરૂરી છે. જરૂર પડશે તો સરકાર 2500થી વધુ બસો પણ દોડાવશે.

ST મુસાફરી કરો, તંત્ર તમારી સેવા માટે સતત હાજર: હર્ષ સંઘવી

ખાનગી બસ સંચાલકો દ્વારા દિવાળી ટાણે ભાડામાં મનમાની કરવામાં આવે છે. આ અંગે સવાલ પૂછતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણી એસ.ટી. બસોમાં મુસાફરી કરો, તંત્ર તમારી સેવા માટે સતત હાજર છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES