SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સાત ફેરાનો લોહિયાળ અંત! દાહોદમાં સામાન્ય બોલાચાલી બાદ પશુ બન્યો પતિ, કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરી નિર્મમ હત્યા

Dahod Singvad : જે સંબંધને દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જ્યાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈને સાથે જીવવા અને સાથે મરવાના વાયદા કરવામાં આવે છે...શું એ જ સંબંધ કોઈના મોતનું કારણ બની શકે ખરો? સાંભળવામાં કદાચ આ સવાલ અજીબ લાગે, પણ દાહોદ જિલ્લાના સિંગવડ પંથકમાંથી સામે આવેલી આ ઘટના તમારી ઊંઘ ઉડાવી દેશે!.

Edited By Karan Rajput
Published: Oct 27, 2026, 05:14 PM IST | Updated: Oct 27, 2026, 05:16 PM IST
Image Credit: Ai Image
Join

 Husband kills wife : સાત ફેરાના પવિત્ર બંધનનો આવો લોહિયાળ અંત આવશે, તેવું કદાચ કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. દાહોદના સિંગવડમાં આવેલું શાંત અને નાનકડું તારમી ગામ પણ આ ગામના નિશાળ ફળિયામાં જે બન્યું, તેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે...ઘરની ચાર દીવાલોની અંદર એક એવો ખૂની ખેલ ખેલાયો, જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે.

તારમી ગામના નિશાળ ફળિયામાં રહેતા રવિન્દ્ર ભાવસિંગભાઈ માલીવાડ અને તેની 30 વર્ષીય પત્ની શંકુલાબેન વચ્ચે કોઈ સામાન્ય વાતને લઈને બોલાચાલી થઈ હતી. વાતચીતમાંથી ઝઘડો વધ્યો અને પતિ રવિન્દ્ર પર જાણે ખૂન સવાર થઈ ગયું! આવેશમાં આવીને રવિન્દ્રએ ઘરમાં પડેલી લોખંડની તીક્ષ્ણ કુહાડી ઉઠાવી અને સીધો જ શંકુલાબેનના માથાના ભાગે ઝીંકી દીધો જીવલેણ ઘા! 

દિવાળી પહેલાં આ સરકારે અન્નદાતા માટે ખોલી તિજોરી! 1.5 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા 5000

લથબથ હાલતમાં શંકુલાબેનને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડૉક્ટરોએ તેમને બચાવવાના અથાગ પ્રયાસો કર્યા, પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. સારવાર દરમિયાન શંકુલાબેને દમ તોડી દીધો અને સંસાર કાયમ માટે વિખેરાઈ ગયો.

એક તરફ હોસ્પિટલના બિછાને જિંદગીની જંગ હારી ગયેલી માસૂમ પત્નીનો મૃતદેહ પડ્યો હતો, તો બીજી તરફ આ પવિત્ર સંબંધને લોહીથી ખરડાવીને હત્યારો પતિ ભાગવાની ફિરાકમાં હતો પણ કાયદાના લાંબા હાથથી બચવું અશક્ય હતું...આ લોહિયાળ ઘટનાની જાણ સ્થાનિક આગેવાન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. રામસિંગભાઈએ કસૂરવાર રવિન્દ્ર સામે પોતાની બહેનની હત્યાની કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. બસ, ત્યાર બાદ પોલીસે ગુનો નોંધીને શરૂ કર્યું હત્યારા નાથવાનું ઓપરેશન!.

ખાખી વર્દીની કડક પૂછપરછમાં ભેદ ખૂલશે

પોલીસે ચક્રો ગતિમાન કરીને ગણતરીના કલાકોમાં જ પત્નીના હત્યારા રવિન્દ્ર ભાવસિંગભાઈ માલીવાડની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ મેળવી લીધા છે. પોલીસ હવે એ કડીઓ જોડી રહી છે કે આખરે એવો તે કેવો સામાન્ય ઝઘડો હતો, જેમાં એક પતિ આટલો હિંસક બની ગયો? ખાખી વર્દીની કડક પૂછપરછમાં હવે આ ગુના પાછળના એક-એક રહસ્ય બહાર આવશે...

અંબાલાલે કીધું એટલે ફાઈનલ! બંગાળની ખાડીમાં ઉભું થયેલું ખૂંખાર વાવાઝોડું ગુજરાતને અસર કરશે, આ વિસ્તારોમાં ફરી વરસાદ પડશે!

પળવારનો ગુસ્સો અને આવેશ માણસને કેવો રાક્ષસ બનાવી દે છે, તેનો જીવતો-જાગતો પુરાવો આ ઘટના છે. એક તરફ પત્ની ચિતા પર પોઢી ગઈ અને બીજી તરફ પતિ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. સામાન્ય ઝઘડામાં ખેલાયેલા આ ખૂની ખેલે એક હસતા-રમતા પરિવારનો કાયમ માટે કરૂણ અંત લાવી દીધો છે.
 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.

ZEENEWS TRENDING STORIES