SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જીરૂ વેચવાની ઉતાવળ ન કરતા! ભાવમાં આવશે તેજી? ગુજરાતના ખેડૂતોનું છેલ્લા 3 વર્ષનું નુકસાન સરભર થશે

Jeera Price Today Gujarat: જીરુંના ભાવમાં ખેડૂતો માટે રાહતના સમાચાર. ગત વર્ષે મબલખ ઉત્પાદનથી ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. આગામી સિઝનમાં અલ નીનોની અસરથી ઉત્પાદન ઘટવાની શક્યતા. પાણીની અછત અને ઊંચા તાપમાનથી વાવેતર પર અસર. હાલમાં 20 કિલો દીઠ બારસો રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષનું નુકસાન આ વર્ષે સરભર થશે.

Written By Kinjal Patel
Published: Oct 23, 2026, 03:11 PM IST | Updated: Oct 23, 2026, 03:18 PM IST
Join

તેજસ દવે/મહેસાણા: ગુજરાતના ખેડૂતો માટે જીરુંના પાકને લઈને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ગત વર્ષે જીરુંના ભાવ તળિયે બેસી ગયા હતા, પરંતુ હવે હવામાનમાં ફેરફાર અને આગામી સિઝનની સ્થિતિને જોતા જીરુંના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ ભાવ વધારાથી છેલ્લા ત્રણ વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને મોટી આર્થિક રાહત મળશે

સ્માર્ટ સિટી કે કાચા રસ્તાનું શહેર? AMCની ઉઘાડી પડી પોલ: સ્માર્ટ સિટી અમદાવાદમાં 52% થી વધુ રસ્તાઓ હજુ પણ કાચા!

સારું વાતાવરણ અને સારો વરસાદ હોવાથી જીરુંનો પાક ખૂબ જ સારો
ગત વર્ષે સારું વાતાવરણ અને સારો વરસાદ હોવાથી જીરુંનો પાક ખૂબ જ સારો થયો હતો. મબલખ ઉત્પાદનના કારણે સિઝનમાં જીરુંના ભાવ 5000 થી ઘટીને 3500 સુધી નીચે પહોંચી ગયા હતા. જોકે, ત્યારબાદ ભૌગોલિક રાજકીય સ્થિતિ, સ્થાનિક હવામાનમાં પલટો અને ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓના કારણે બજારમાં માંગ ઓછી રહી હતી. હવે આગામી સમયમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે અને સાથે જ 'અલ નીનો'ની અસરના કારણે પાણીની અછત ઊભી થવાની ભીતિ છે.

સૂરજેવાલાનો લંગડા ઘોડાઓને એક્ટિવ કરવાનો પ્રયાસ, મોરબીથી ભાજપ સામે લલકાર : સૌરાષ્ટ્ર રહેશે પ્રાયોરિટી

હાલમાં જીરુંના ભાવમાં પ્રતિ 20 કિલોએ 1000 થી 1200 રૂપિયાનો જંગી ઉછાળો
ઊંચા તાપમાનના કારણે જીરુંના ઉગાવામાં (જર્મિનેશન) પણ મુશ્કેલીઓ પડી શકે તેમ હોવાથી ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આ પરિબળોને કારણે હાલમાં જીરુંના ભાવમાં પ્રતિ 20 કિલોએ 1000 થી 1200 રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો છે. ખેડૂતોને તેમની પડતર કિંમત કરતા પણ સારા ભાવ મળી રહ્યા હોવાથી તેમનું છેલ્લા ત્રણ વર્ષનું નુકસાન સરભર થશે અને મોટી રાહત મળશે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: કોંગ્રેસ નેતાનો દાવો-ગુજરાતમાં આગામી ચૂંટણી વહેલી યોજાઈ શકે, સરકારની દાનત ખરાબ છે; રાજકોટ રૂરલ પોલીસે 17 બોગસ ડોકટરોની કરી ધરપકડ

સમાચારનો સાર:-

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES