SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી... બેંક ઓફ ઇન્ડિયા, નમો સ્ટેડિયમ અને મેટ્રો સ્ટેશનોને ઉડાવવાની ચીમકી

Ahmedabad Bomb Threat : અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓને મળેલા શંકાસ્પદ ઈમેઇલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા મેટ્રો સહિત તમામ મેટ્રો સ્ટેશનો, દલજીત દોસાંજના કાર્યક્રમ અને મુંબઈમાં અમિતાભ બચ્ચનના ઘર 'જલસા'ને નિશાન બનાવવાની પણ ધમકી અપાઈ છે.

Written By Dilip Chaudhary
Published: Nov 09, 2026, 04:20 PM IST | Updated: Nov 09, 2026, 04:33 PM IST
Join

Ahmedabad Bomb Threat : અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો એક શંકાસ્પદ ઈમેઇલ સામે આવતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચ્યો છે. અમદાવાદ સ્થિત બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓને આ ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે. ઈમેઇલમાં શહેરની વિવિધ બેંકોમાં બપોરે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત શહેરનાં મહત્ત્વનાં સ્થળોને પણ નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે.

માયાભાઈ આહીરના પુત્રની જમીનને લઈને વિવાદ! લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મોટેરા મેટ્રો નિશાના પર

અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તેની નજીક આવેલા મેટ્રો સ્ટેશન પર IED વિસ્ફોટ કરવાની ચીમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અમદાવાદનાં તમામ મેટ્રો સ્ટેશનો પર પણ હુમલાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે જાહેર સ્થળોની સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ ઊભો થયો છે.

સુરતમાં પણ બેંકોને બોમ્બની ધમકી

સુરત શહેરના ઘોડદોડ રોડ આવેલી બેક ઓફ બરોડામાં બોમ્બનો મેસેજ આવ્યો છે. બેંકના મેલ પર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો મેલ આવ્યો છે. મેલ મળતા બોમ્બ સ્કોર્ડ સહિત પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. દિવાળીના સમયે આ મેસેજ મળતા પોલીસ દોડતી થઈ છે. 

દાહોદના કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધીંગાણું, 112ની ટીમ પર પણ પથ્થરમારો

દલજીત દોસાંજના કાર્યક્રમને લઈને પણ ધમકી

પંજાબી ગાયક અને અભિનેતા દલજીત દોસાંજના કાર્યક્રમમાં પણ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. 21 નવેમ્બરના રોજ યોજાનાર તેમના સ્ટેજ કાર્યક્રમ દરમિયાન વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો છે. લોકોને કાર્યક્રમના સ્થળે નહીં જવાની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

અમિતાભ બચ્ચનના ઘર 'જલસા'ને પણ ઉડાવવાની ધમકી

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ મુંબઈ સ્થિત બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન 'જલસા'ને પણ નિશાન બનાવવાની વાત કરી છે. 27 નવેમ્બરના રોજ ત્યાં ધમાકો કરવાની ધમકી આપવામાં આવી છે.

ખાલિસ્તાની સંગઠનોનાં નામનો ઉલ્લેખ

ઈમેઇલના અંતમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા' જેવા સંગઠનોનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હાલ આ ધમકીની સત્યતા અને ઈમેઇલ મોકલનારની ઓળખની તપાસ કરવામાં આવી રહી છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES