SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળી પહેલા ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશખબર: DAમાં 2%નો વધારો, જાણો મોંઘવારી ભથ્થું કેટલા ટકાએ પહોંચ્યું?

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

Written By Kinjal Patel
Published: Oct 15, 2026, 02:49 PM IST | Updated: Oct 15, 2026, 02:57 PM IST
Join

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી નિગમના હજારો કર્મચારીઓમાં દિવાળી રહેલા આનંદની લહેર વ્યાપી ગઈ છે.

મોંઘવારી ભથ્થું 58% થી સીધું વધીને 60% એ પહોંચી ગયું..!
ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં આપેલા નવા વધારા સાથે જ GSRTCના કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલાં જૂન 2026માં રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરીને તેને 55 ટકાથી વધારીને 58 ટકા કરવામાં આવ્યું હતું. આમ 3 જ મહિનાના ટૂંકા ગાળામાં જ ડીએ (DA)માં કુલ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

 

 આ સંદર્ભે રાજ્યના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp જી દ્વારા ગુજરાત એસ.ટી. નિગમના લાખો કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમના પરિશ્રમી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવેથી કર્મચારીઓને 60% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.

 

નિયમ મુજબ એરિયર્સની રકમ સીધી જ કર્મચારીઓના ખાતામાં જમા થશે
ગુજરાત સરકારે માત્ર મોંઘવારી ભથ્થામાં જ વધારો કર્યો નથી, પરંત કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સ (તફાવતની રકમ)ની ચુકવણી કરવાની પણ જાહેરાત કરી નાંખી છે. નિયમ મુજબ એરિયર્સની રકમ સીધી જ કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે, જેનાથી તેમને એકસાથે મોટો નાણાકીય લાભ મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES