• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથા દિવસે ભક્તોનું મહેરામણ ઉમટ્યું, 3 દિવસમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથા દિવસે ભક્તોનું મહેરામણ ઉમટ્યું, 3 દિવસમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Ambaji Temple: અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મેળાના પ્રથમ ત્રણ દિવસના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. મેળાના ત્રીજા દિવસે જ 7.21 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા, જ્યારે ત્રણ દિવસમાં કુલ 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે.

Written ByKinjal Patel
Published: Sep 23, 2026, 10:31 AM IST|Updated: Sep 23, 2026, 10:34 AM IST
joinshare
અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથા દિવસે ભક્તોનું મહેરામણ ઉમટ્યું, 3 દિવસમાં 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ચોમાસુ વિદાય થાય તે પહેલાં જ સંકટ! 10 વર્ષમાં સૌથી નીચા લેવલે પહોંચ્યા ડેમ, અનેક રાજ્યોમાં દુષ્કાળનો ભય

ચોમાસુ વિદાય થાય તે પહેલાં જ સંકટ! 10 વર્ષમાં સૌથી નીચા લેવલે પહોંચ્યા ડેમ, અનેક રાજ્યોમાં દુષ્કાળનો ભય

2

Jio IPOની રાહ પૂરી, લોન્ચથી લઈને ઇશ્યૂ પ્રાઈસ અને GMP પર મોટા અપડેટ્સ, જાણો

3

બેચરાજીમાં 86 કરોડના ખર્ચે બની રહેલા બહુચર માતાજીના મંદિરમાં પથ્થરોની ગુણવત્તા પર સવાલ: ધારાસભ્યે ખુદ સ્થળ પર પહોંચીને કરી તપાસ

4

શું ઓમાની પાયલટને કોઈ આતંકવાદી કે કટ્ટરપંથી સંગઠનોએ ભડકાવ્યો હતો? ખતરનાક ષડયંત્ર બાદ ઉભા થયા સવાલો

5

બેંક ખાતામાંથી કપાઈ ગયા પૈસા? જાણો 60 મિનિટનો 'ગોલ્ડન રૂલ', પાછી મળી શકે છે સંપૂર્ણ રકમ !

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ambaji Temple: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ છે. મેળાના પ્રથમ ત્રણ જ દિવસમાં 16 લાખથી પણ વધુ માઇભક્તોએ જગતજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હવે મેળાના માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોવાથી અંબાજી તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. માઇભક્તોના ઉત્સાહ અને ભક્તિને કારણે સમગ્ર અંબાજી ધામ પવિત્રતા અને આસ્થાથી સભર બની ગયું છે.

મેળાના ત્રીજા દિવસે મંદિરના શિખરે 5 મીટર લંબાઈવાળી 775 ધજાઓ ચડી હતી, અને ત્રણ દિવસમાં કુલ 1500 ઉપરાંત ધજાઓનું રોહણ થયું છે. આ સાથે જ ભક્તોમાં લોકપ્રિય એવા મોહનથાળ પ્રસાદના 15 લાખ ઉપરાંત પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના ભંડારમાં ત્રણ દિવસની દાન-ભેટની કુલ આવક 84.86 લાખ રૂપિયા નોંધાઈ છે. આ ભવ્ય મેળા વચ્ચે અંબાજી મંદિરના ચાચરચોકમાં રાત્રિ દરમિયાન ભવ્ય આધ્યાત્મિક ડ્રોન શો યોજાયો હતો, જેમાં આકાશમાં આકર્ષક આધ્યાત્મિક દૃશ્યો કંડારવામાં આવ્યા હતા અને આવતીકાલે રાત્રિએ પણ આવો જ ડ્રોન શો યોજાશે.

192 વર્ષ જૂનો 'લાલ ડંડા સંઘ' અંબાજી મંદિર પહોંચ્યો
આ વર્ષના અંબાજી મેળામાં પૌરાણિક પરંપરાઓનો સંગમ જોવા મળી રહ્યો છે. મેળામાં આસ્થાનું ખાસ પ્રતીક ગણાતો અને સૌથી જૂનો 192 વર્ષ પૂર્વે શરૂ થયેલો 'લાલ ડંડા સંઘ' અંબાજી પહોંચી ગયો છે. આ ઉપરાંત 162 વર્ષ પૂર્વે શરૂ થયેલા પૌરાણિક 'વ્યાસવાડી સંઘ' દ્વારા પણ અંબાજી મંદિરના શિખરે પૂરા ભાવ અને આસ્થા સાથે ધજા અર્પણ કરવામાં આવી. વર્ષો જૂની આ પરંપરાઓ આજે પણ તેટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે.

અંબાજીના રસ્તાઓ પર સેંકડો રથ અને મંદિર પરિસરમાં જયઘોષ
અંબાજી તરફ આવતા તમામ મુખ્ય માર્ગો પર આજે પણ સેંકડો સુશોભિત રથ અને પદયાત્રીઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો લાગી છે. સમગ્ર મંદિર પરિસર "જય અંબે", "બોલ માડી અંબા, જય જય અંબા"ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. આગામી ત્રણ દિવસમાં હજુ પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે તેવી શક્યતા છે.

 

Add Zee News as a Preferred Source