SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સ્માર્ટ સિટી કે કાચા રસ્તાનું શહેર? AMCની ઉઘાડી પડી પોલ: સ્માર્ટ સિટી અમદાવાદમાં 52% થી વધુ રસ્તાઓ હજુ પણ કાચા!

Ahmedabad News: ગુજરાતની 11 મહાનગરપાલિકાઓ અને 120 નગરપાલિકાઓના તાજેતરના એક અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતના શહેરી વિકાસ અને માર્ગો પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. તાજેતરમાં બહાર આવેલા એક ચોંકાવનારા અહેવાલે રાજ્યના રોડ નેટવર્કની વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં આજે પણ કુલ 6,717 કિલોમીટર જેટલા કાચા રસ્તાઓ અસ્તિત્વ ધરાવે છે, જે કુલ માર્ગ નેટવર્કના 23 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે.

Written By Kinjal Patel
Published: Oct 23, 2026, 02:28 PM IST | Updated: Oct 23, 2026, 02:39 PM IST
Join

Ahmedabad News: રાજ્યની 11 મહાનગરપાલિકાઓ અને 120 નગરપાલિકાઓના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ગુજરાતના શહેરોમાં 23 ટકા રસ્તાઓ હજુ પણ કાચા હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટું અને સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ આ યાદીમાં સૌથી મોખરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ રસ્તાઓના 52 ટકાથી પણ વધુ, એટલે કે અંદાજે 2,102 કિલોમીટર જેટલા રસ્તાઓ આજે પણ કાચા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મેગાસિટી અમદાવાદના અડધાથી વધુ માર્ગો કાચા હોવાના આંકડાએ મનપાના કામકાજ અને વિકાસના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

સૂરજેવાલાનો લંગડા ઘોડાઓને એક્ટિવ કરવાનો પ્રયાસ, મોરબીથી ભાજપ સામે લલકાર : સૌરાષ્ટ્ર રહેશે પ્રાયોરિટી

કરોડો રૂપિયાના ધુમાડા છતાં નાગરિકોને પાકા રસ્તાની સુવિધા ન મળી
એક તરફ રોડ નેટવર્કની આવી સ્થિતિ છે, તો બીજી તરફ આ રસ્તાઓની જાળવણી પાછળ મોટો સરકારી ખર્ચ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, રાજ્યભરમાં રસ્તાઓના નેટવર્કને સુધારવા અને માર્ગોની સફાઈ પાછળ એક જ વર્ષમાં અંદાજે 2,523 કરોડ જેટલી અધધ રકમ ખર્ચવામાં આવી છે. કરોડો રૂપિયાના ધુમાડા છતાં નાગરિકોને પાકા રસ્તાની સુવિધા ન મળવી એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

નગર પાલિકાઓની યાદીમાં પોરબંદર, નવસારી અને રાજકોટનો પણ સમાવેશ
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય નાના-મોટા શહેરોની સ્થિતિ પણ ચિંતાજનક છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની આ યાદીમાં અમદાવાદ ઉપરાંત પોરબંદર, નવસારી અને સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ પણ સામેલ છે. આ શહેરોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં કાચા રસ્તાઓ આવેલા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ચોમાસા દરમિયાન તથા દૈનિક અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે.

ગુજરાતમાં સિંચાઈ તો ઠીક પીવાના પાણીનાં પણ ફાંફા પડશે, સરકારે આપી દીધી સીધી ચેતવણી

પાકા અને કાચા રસ્તા વચ્ચેનો શું છે તફાવત?
સામાન્ય રીતે એસ્ફાલ્ટ (ડામર) કે સિમેન્ટ-કૉન્ક્રીટનો ઉપયોગ કરીને મજબૂત રીતે બનાવવામાં આવતા માર્ગોને પાકા રસ્તા ગણવામાં આવે છે. જ્યારે કોઈપણ જાતના ડામર કે કૉન્ક્રીટના કોટિંગ વિના માત્ર સાદી માટી, રેતી કે કાંકરી પાથરીને બનાવવામાં આવેલા અથવા કુદરતી રીતે બનેલા માર્ગોને કાચા રસ્તા ગણવામાં આવે છે. આવા રસ્તાઓ ધૂળિયા હોય છે અને વરસાદી ઋતુમાં કાદવ-કીચડના કારણે સંપૂર્ણપણે બિનઉપયોગી બની જાય છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES