SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વીરજી ઠુમ્મર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: પક્ષમાં શોકની કાલિમા, લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ

Gujarat Congress Leader Deepak Babaria Passes Away: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થયું છે. કોંગ્રેસ પક્ષમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર દીપક બાબરિયાના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે. તમને જણાવી દઈએ છે કે, 2020માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારથી તેઓ અસ્વસ્થતાના કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમના અવસાન અંગે કાર્યકરોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Written By Kinjal Patel
Published: Oct 10, 2026, 12:04 PM IST | Updated: Oct 10, 2026, 12:12 PM IST
Join

Gujarat Congress Leader Deepak Babaria Passes Away: ગુજરાત કોંગ્રેસના જમીની સ્તરના મજબૂત સ્તંભ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસે વિરજી ઠુમ્મર જેવા દિગ્ગજ નેતા ગુમાવ્યા બાદ હવે દીપક બાબરિયાના નિધનથી સમગ્ર કોંગ્રેસ પરિવાર ઊંડા શોકની લાગણીમાં ડૂબી ગયો છે. તેમના અવસાનના સમાચાર મળતા જ પક્ષના તમામ કાર્યકરો, હોદ્દેદારો અને રાજકીય ક્ષેત્રે ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાની રાજકીય સફર
દીપક બાબરિયા માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ સંગઠનને પાયામાંથી મજબૂત કરનારા જમીની સ્તરના નેતા હતા. તેમણે 1970ના દાયકામાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) થી પોતાની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થી રાજકારણમાંથી બહાર આવીને તેમણે પોતાના સમર્પણ અને મહેનતના બળે રાષ્ટ્રીય સ્તર સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.

તેમની અદ્ભુત સંગઠન ક્ષમતાને ધ્યાને રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને AICC ના રાષ્ટ્રીય મહામંત્રી (General Secretary) તરીકેની જવાબદારી સોંપી હતી. 2018ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ રાજ્યના કોંગ્રેસ ઈંચાર્જ (પ્રભારી) હતા. તેમની યોગ્ય વ્યૂહરચના અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં ભવ્ય જીત મેળવીને સરકાર બનાવી હતી. મધ્ય પ્રદેશમાં મેળવેલી સફળતા બાદ તેમણે દિલ્હી અને હરિયાણા જેવા મહત્વપૂર્ણ રાજ્યોમાં પણ પક્ષના પ્રભારી તરીકે કમાન સંભાળી હતી.

દીપક બાબરિયાને ઓગસ્ટ 2024 દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવ્યો
સંગઠનાત્મક કાર્યોમાં સતત સક્રિય રહેતા દીપક બાબરિયાને ઓગસ્ટ 2024 દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી તેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા હતા અને લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા.

દીપક બાબરિયાએ સમગ્ર જીવન કોંગ્રેસ સંગઠન અને તેના સિદ્ધાંતો માટે ન્યોછાવર કરી દીધું
દીપક બાબરિયા એક એવા સમર્પિત નેતા હતા જેમણે પોતાનું સમગ્ર જીવન કોંગ્રેસ સંગઠન અને તેના સિદ્ધાંતો માટે ન્યોછાવર કરી દીધું હતું. સંગઠનમાં વિવિધ સ્તરે તેમણે પોતાની ફરજો અત્યંત નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને સમર્પણભાવથી નિભાવી હતી. મધ્યપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં પક્ષ માટે આપેલું યોગદાન સંગઠનાત્મક ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે.

તેમની પક્ષ પ્રત્યેની અડગ નિષ્ઠા, વિશાળ અનુભવ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદર્શો પ્રત્યેની આજીવન આસ્થા હંમેશાં યાદ રાખવામાં આવશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો, સ્વજનો તથા કાર્યકરોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વરચરણોમાં પ્રાથના.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES