SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતનો સૌથી મોટો એસી ડોમ અને 51 શક્તિપીઠ દર્શન: અમદાવાદમાં અનોખા અને ભવ્ય અંદાજમાં રમાશે ગરબા

11 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યભરના ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદના લોકોને ડોલવવા માટે જીગરદાન ગઢવી તૈયાર છે. અમદાવાદમાં જીગરદાન ગઢવી સાચી નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા સાથે ભક્તિનો અનુભવ કરાવશે.

Written By Gokani Dhaval
Published: Oct 07, 2026, 08:41 PM IST | Updated: Oct 07, 2026, 08:43 PM IST
Join

નવરાત્રીના પાવન પર્વને વધુ ભવ્ય, આધ્યાત્મિક અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ અને દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન 10 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર 2026 દરમિયાન ન્યૂ સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવશે.

‘સાચી નવરાત્રી 2026’ની સૌથી વિશેષ વાત એ છે કે જાણીતા ગુજરાતી ગાયક અને સિટીના રોકસ્ટાર જિગરદાન ગઢવી નવલી નવરાતના 10 દિવસ દરમિયાન માં અંબાના ગરબા ગાઈને શક્તિ અને ભક્તિના રંગમાં રંગાઈને ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે, સાચી નવરાત્રિમાં જિગરદાન ગઢવીના સૂર દ્વારા ગરબા પ્રેમીઓને 10 દિવસ સુધી સંગીત અને ગરબાનો ખાસ અનુભવ મળશે.

શક્તિપીઠ દર્શન બનશે આધ્યાત્મિક આકર્ષણ
‘સાચી નવરાત્રી 2026’માં 51 શક્તિપીઠ દર્શન ખાસ આધ્યાત્મિક આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવશે. નવરાત્રીના પાવન દિવસોમાં ભક્તિ અને શક્તિની અનુભૂતિ કરાવતો આ વિશેષ અનુભવ કાર્યક્રમને અન્ય ગરબા આયોજનો કરતાં અલગ બનાવશે.

સંપૂર્ણ AC ડોમમાં પ્રીમિયમ ગરબાનો અનુભવ
ગરબા પ્રેમીઓ માટે અહીં ગુજરાતના સૌથી મોટા સંપૂર્ણ એર-કન્ડિશન્ડ (AC) ડોમ ગરબા અનુભવોમાંનો એક તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિશાળ અને પ્રીમિયમ ફુલ્લી AC ગરબા ડોમ સાથે ગરબાની મજા આરામદાયક વાતાવરણમાં માણી શકાશે.

આ ઉપરાંત, મુલાકાતીઓ માટે અલગથી સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ફૂડ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ફૂડનો આનંદ લઈ શકાશે.

પ્રી-નવરાત્રીની ખાસ ઉજવણી
નવરાત્રીના મુખ્ય દિવસો પહેલાં 10 ઑક્ટોબર 2026ના રોજ ખાસ પ્રી-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ‘સાચી નવરાત્રી 2026’ના ભવ્ય મહોત્સવનો પ્રારંભ થશે.

પાર્કિંગની વિશેષ સુવિધા
મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. VIP મહેમાનો માટે વેલેટ પાર્કિંગની વ્યવસ્થા રહેશે, જ્યારે અન્ય ઉપસ્થિત લોકો માટે પ્રી-બુક કરી શકાય તેવા પાર્કિંગ સ્લોટ્સની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ‘સાચી નવરાત્રી 2026’નો ઉદ્દેશ માત્ર ગરબાનું આયોજન કરવાનો નથી, પરંતુ ગરબા, ભક્તિ, સંગીત, સ્વાદિષ્ટ ભોજન અને આરામદાયક પ્રીમિયમ સુવિધાઓને એક જ સ્થળે એકત્રિત કરીને એક યાદગાર નવરાત્રી અનુભવ આપવાનો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES