SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજસ્થાનથી ગુજરાત સુધી MD ડ્રગ્સની હેરાફેરી, 15.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ ડીલરની ધરપકડ

Ahmedabad : અમદાવાદ ઝોન-7 LCBએ રાજસ્થાનથી દ્વારકા સપ્લાય કરાતા 339 ગ્રામ MD ડ્રગ્સ સાથે કાદર ઉર્ફે ઘુવડ મિયાણાની ધરપકડ કરી છે અને કુલ રૂ.15.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં છેલ્લા 6 મહિનામાં આરોપીએ 10થી વધુ વખત ડ્રગ્સની હેરાફેરી કરી હોવાનું સામે આવ્યું છે.

Written By Dilip Chaudhary
Published: Sep 27, 2026, 05:17 PM IST | Updated: Sep 27, 2026, 05:22 PM IST
Join

દર્શલ રાવલ, અમદાવાદ : રાજસ્થાનથી દ્વારકા સપ્લાય થઈ રહેલા એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ્સ ડીલરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે 10.17 લાખના ડ્રગ્સ સહિત 15.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ ડ્રગ્સ મોકલનાર અને રિસિવર વિરુધ્ધ પણ ગુનો નોંધી પોલીસે ફરાર બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

રાજસ્થાનથી દ્વારકા સપ્લાય કરતો હતો એમડી ડ્રગ્સ

અમદાવાદ ઝોન 7 LCBની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ કાદર ઉર્ફે ઘુવડ મિયાણા છે. જે મુળ જામનગરનો વતની છે. આરોપી કાદર રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવી દ્વારકામાં સપ્લાય કરતો હતો. જે અંગેની માહિતી પોલીસ ને મળતા પોલીસે વિસાલા પાસેથી આરોપીની ધરપકડ કરી. જેની પાસેથી 339 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ અને ગાડી સહિત કુલ 15.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે, આરોપી છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ હેરાફેરી કરતો હોવાનુ સામે આવ્યું છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસા

ડ્રગ્સની ડિલિવરી કરનાર આરોપી કાદરની તપાસમાં સામે આવ્યું કે, ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાસવાડાથી ફૈઝલખાન નામના ડ્રગ્સ ડીલર પાસેથી મેળવ્યો હતો અને તે જથ્થો દ્વારકાના ફકીરા ઉર્ફે છાપી નામના સપ્લાયરને આપવાનો હતો. જે બાદ ફકીરા આ ડ્રગ્સના જથ્થાનું છુટક વેચાણ અલગ અલગ વિસ્તારોમાં કરતો હોવાનુ સામે આવ્યું છે. જેથી પોલીસે ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી તેની સાથે સંકળાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

10થી વધુ વખત લાવી સપ્લાય કર્યું ડ્રગ્સ

ડ્રગ્સ સાથે પકડાયેલા કાદરની પુછપરછમાં સામે આવ્યું કે, આરોપી છેલ્લા 6 મહિનામાં 10થી વધુ વખત રાજસ્થાનથી ડ્રગ્સ લાવી સપ્લાય કરી ચુક્યો છે. ઉપરાંત દરેક ટ્રીપ માટે તેને 25 હજાર રૂપિયા મળતા હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, દ્વારકાનો ફરાર આરોપી ફકીરા કાદરનો મિત્ર છે અને તેના કહેવાથી તે ડ્રગ્સ લાવ્યો હતો. જેથી ડ્રગ્સના નેટવર્ક અંગે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે ડ્રગ્સ રેકેટના તાર ક્યાં અને કોના સુધી પહોંચે છે. તે તપાસ બાદ જ સામે આવશે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES