SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં મોટો પર્દાફાશ: એક જ IMEI નંબર પર ચાલતા હતા 60-70 નકલી મોબાઈલ! ગીતામંદિર બજારમાંથી 1,034 ડુપ્લીકેટ ફોન સાથે 6 ઝડપાયા

વિચારો કે તમે જે મોબાઈલ વાપરી રહ્યા છો, એ જ સેમ ટુ સેમ આઈડેન્ટિટી અને એ જ IMEI નંબરવાળો ફોન દેશના કોઈ બીજા ખૂણામાં કોઈ ગુનેગાર કે આતંકવાદી વાપરી રહ્યો હોય તો? સાંભળવામાં આ કોઈ હોલીવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ લાગે, પણ અમદાવાદના એક બજારે આ ભયાનક ખેલને હકીકત બનાવી દીધો છે!.

Written By Gokani Dhaval
Published: Oct 16, 2026, 09:11 PM IST | Updated: Oct 16, 2026, 09:15 PM IST
Join

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદનું ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ માર્કેટ...જે સમગ્ર ગુજરાતમાં મોબાઈલ અને એસેસરીઝના સૌથી મોટા હબ તરીકે ઓળખાય છે...રાજ્યભરમાંથી નાના-મોટા વેપારીઓ અહીં સસ્તા ભાવે ખરીદી કરવા આવે છે. પરંતુ આ જ ધમધમતી માર્કેટની આડમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી મોબાઈલ વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું, જેનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે..

એક જ IMEI નંબર...

કાગડાપીઠ પોલીસ અને ઝોન-6 એલસીબીની ટીમે જ્યારે ગીતામંદિરની 5 દુકાનોમાં એકસાથે દરોડા પાડ્યા, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી!  તપાસ દરમિયાન જિયો, સેમસંગ અને નોકિયા જેવી ટોચની કંપનીઓના લોગોવાળા, બિલ વગરના પૂરા 7 લાખથી વધુની કિંમતના 1,034 જેટલા કીપેડ ડુપ્લીકેટ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મામલે સેમસંગ કંપનીના સત્તાવાર અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાબડતોબ એક્શન લીધા છે અને કૌભાંડમાં સામેલ 9 વેપારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી 6 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

300 રૂપિયામાં તૈયાર, 500માં વેચાણ

પોલીસની ઊંડી તપાસમાં જે વિગતો સામે આવી છે તે ગ્રાહકોની આંખો ઉઘાડી નાખે તેવી છે. નોકિયા અને સેમસંગના નકલી ફોન કાલુપુર અને અન્ય સ્ત્રોતોમાંથી ડાયરેક્ટ મંગાવવામાં આવતા હતા...જ્યારે જિયોના ડુપ્લિકેટ મોબાઈલ તો આ જ બજારની દુકાનોમાં કબાડી માલ ભેગો કરીને લાઈવ એસેમ્બલ થતા હતા! પોલીસે ઘટનાસ્થળેથી ચાઈનીઝ સર્કિટ, નકલી બેટરી, ડુપ્લિકેટ બોડી, ચાર્જર અને સૌથી ખતરનાક એવા IMEI નંબરના નકલી સ્ટિકર્સ પણ જપ્ત કર્યા છે...કૌભાંડિયાઓનો આત્મવિશ્વાસ એટલો હાઈ હતો કે એક જ IMEI નંબરનું સ્ટિકર મારીને 60થી 70 જેટલા નકલી મોબાઈલ માર્કેટમાં વહેતા કરી દીધા હતા. આ નકલી કીપેડ ફોન માત્ર 300 થી 350 રૂપિયામાં તૈયાર થતા અને ગરીબ કે મધ્યમવર્ગના ગ્રાહકોને અસલી કહીને 500 રૂપિયાની આસપાસ પધરાવી દેવાતા હતા.

આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ: 'કાફિર' અને 'બ્રાહ્મણ' શબ્દથી રાજનીતિમાં 

પોલીસે શરૂ કરી તપાસ

હવે પોલીસ માત્ર કોપીરાઈટ ભંગના એન્ગલથી જ નહીં, પરંતુ એક દેશવ્યાપી સુરક્ષાના જોખમ તરીકે આ કેસની તપાસ કરી રહી છે...કારણ કે એક જ IMEI નંબર પર ચાલતા ડુપ્લિકેટ ફોનનો ઉપયોગ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ, બેનામી સાયબર ફ્રોડ કે મ્યુલ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવામાં થયો છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે.

આ વેપારીઓ નકલી કાચો માલ કયા માફિયાઓ પાસેથી લાવતા હતા તેની પણ કુંડળી ખોલવામાં આવી રહી છે. પકડાયેલા તમામ 1,034 ફોનને FSLમાં મોકલી તેની અંદરની ચિપ અને લોકેશન ટ્રેસ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરાઈ છે...હાલ તો 6 વેપારીઓ પોલીસના સકંજામાં છે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે...પરંતુ આ કૌભાંડે કરોડો મોબાઈલ યુઝર્સની સુરક્ષા સામે મોટા સવાલો જરૂર ઉભા કરી દીધા છે...
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES