SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગુજરાતમાં વીજ ગ્રાહકો પર ફરી મોંઘવારીનો માર: FPPAS ચાર્જમાં તોતિંગ ભાવ વધારો, કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

Gujarat Congress: ગુજરાતમાં વીજ ગ્રાહકો પર ફરી મોંઘવારીનો માર: FPPAS ચાર્જમાં 3.99% નો વધારો ઝીંકાયો! ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર. વીજ બિલમાં FPPAS ચાર્જ પેટે 3.99% નો વધારો કરાતાં ગ્રાહકો પર આર્થિક બોજ વધશે. 1 જુલાઈ 2026થી નવો દર લાગુ, જુલાઈ અને ઓગસ્ટનો તફાવત પણ વસૂલાશે. રહેણાંક, દુકાનો, ઓફિસો અને કારખાનાઓના વીજ જોડાણોને વધારાની સીધી અસર થશે. કોંગ્રેસનો સવાલ: લોકશાહીમાં ગ્રાહક માત્ર બિલ ભરવા માટે નથી, હિસાબ માંગવાનો પણ અધિકાર છે.

Written By Kinjal Patel
Published: Oct 24, 2026, 12:43 PM IST | Updated: Oct 24, 2026, 12:52 PM IST
Join

Ahmedabad News: ગુજરાતમાં વીજ ગ્રાહકો પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) અને અન્ય વીજ વિતરણ કંપનીઓ દ્વારા FPPAS (ફ્યુઅલ એન્ડ પાવર પચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ) માં 3.99% નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને પ્રજા પર લાદવામાં આવેલા આ વધારાનો સખત વિરોધ નોંધાવ્યો છે.

FPPAS ચાર્જમાં 3.99%નો તોતિંગ વધારો, ગ્રાહકો પર પડશે સૌથી મોટો આર્થિક બોજ
મનિષ દોશીએ જણાવાયું છે કે 1 જુલાઈ 2026થી વીજ ગ્રાહકો માટે FPPAS નો નવો દર લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વધારાના કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો તફાવત પણ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે. સામાન્ય પરિવારો અને વેપારીઓ પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વીજ બિલમાં કરવામાં આવેલા આ વધારાથી સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ જશે.

દમણમાં તંત્રનો સપાટો: 'સુકન' બ્રાન્ડનું 8.2 ટન નકલી ઘી જપ્ત, 20 વર્ષથી ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ!

ગ્રાહકોને હવે દર મહિને વધુ વીજ બિલ ચૂકવવું પડશે
આ વધારાની સીધી અસર તમામ પ્રકારના વીજ વપરાશકારો પર પડશે. રહેણાંકના મકાનો, નાની-મોટી દુકાનો, ઓફિસો અને કારખાનાઓના વીજ જોડાણો ધરાવતા તમામ ગ્રાહકોને હવે દર મહિને વધુ વીજ બિલ ચૂકવવું પડશે. બેઝ ચાર્જ 2.50 પ્રતિ યુનિટ હોવા ઉપરાંત હવે આ 3.99% નો વેરિએબલ સરચાર્જ ઉમેરાતાં દરેક વર્ગના લોકો પર આર્થિક બોજ વધશે.

જનતાના નાણાં ક્યાં અને કેવી રીતે વપરાયા તેનો જવાબ આપવો સરકારની જવાબદારી...!!
ડો. મનિષ દોશીએ ઉમેર્યું કે સરકાર વીજ કંપનીઓના નફા માટે સામાન્ય જનતાનું શોષણ કરવાનું બંધ કરે. ગ્રાહક માત્ર નિયમિત બિલ ભરવા પૂરતો મર્યાદિત નથી. જનતાના નાણાં ક્યાં અને કેવી રીતે વપરાય છે તેનો જવાબ આપવો એ સરકારની જવાબદારી છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે વધારેલો FPPAS ચાર્જ તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અથવા તેનો યોગ્ય અને પારદર્શક હિસાબ પ્રજા સમક્ષ મૂકવામાં આવે.

બંગાળની ખાડીમાં જાગ્યો ભયાનક 'કુંભકરણ'! 11 રાજ્યોમાં મચી શકે છે ભારે તબાહી, જાણો ગુજરાતને કેટલી થશે અસર, રેડ એલર્ટ જાહેર

"લોકશાહીમાં ગ્રાહક માત્ર બિલ ભરવા માટે જ નથી, તેને હિસાબ માગવાનો પણ પૂર્ણ અધિકાર"
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે લોકશાહીમાં ગ્રાહક માત્ર બિલ ભરવા માટે જ નથી, તેને હિસાબ માગવાનો પણ પૂર્ણ અધિકાર છે. વીજ ઉત્પાદન અને ખરીદીના ખર્ચમાં ખરેખર કેટલો વધારો થયો છે? કયા કારણોસર FPPAS ચાર્જ વધારવો પડ્યો? વધારાની ગણતરી કયા આધારે કરવામાં આવી છે? સરકાર અને વીજ કંપનીઓએ વીજ ખરીદી અને ઉત્પાદનના ખર્ચનો આ પારદર્શક હિસાબ જાહેર કરવો જોઈએ અને આંકડાઓની સ્પષ્ટતા કરવી જોઈએ.

સમાચારના સાર:-

ગુજરાત પોલીસ આવાસ મરામત માટે નવી SOP જાહેર: ભ્રષ્ટાચાર રોકવા પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકનો મોટો નિર્ણય

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES