SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગોતામાં દિવાળીના ઉજાસ વચ્ચે વિકાસનો અંધકાર: સ્મશાનથી વંદે માતરમ રોડ પર 2 મહિનાથી ડ્રેનેજનું કામ અધૂરું, સ્થાનિકો પરેશાન

અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ગોતા વિસ્તારમાં એએમસીના લાંબા સમયથી ચાલી રહેલા કામને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. સ્મશાનથી વંદે માતરમ રોડ પર ડ્રેનેજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને હજુ પૂર્ણ થયું નથી. સ્થાનિક લોકો આ કારણે ત્રસ્ત થઈ ગયા છે.

Written By Gokani Dhaval
Published: Nov 06, 2026, 05:17 PM IST | Updated: Nov 06, 2026, 05:19 PM IST
Join

દર્શલ રાવલ, અમદાવાદઃ દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો તહેવાર...રંગબેરંગી રોશનીથી ઝળહળતા ઘર...ગામ...અને શહેરો...ઊજાસનું આ પર્વ સૌના જીવનમાં આનંદ ભરે છે...પણ અમદાવાદના ગોતા વિસ્તારમાં દિવાળીના ઉજાસ વચ્ચે વિકાસના કામોનો અંધકાર જોવા મળી રહ્યો છે...જુઓ આ ખાસ અહેવાલ....

બે મહિના પહેલા શરૂ થયેલું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી

ગોતા સ્મશાનથી વંદે માતરમ તરફ જતા રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અધૂરું કામ સ્થાનિકો અને વાહનચાલકો માટે મોટી મુશ્કેલી બની ગયું છે...રોયલ લેકવ્યૂ બહાર રોડ પર ડ્રેનેજ અને રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું...પરંતુ બે મહિના પહેલા શરૂ થયેલું આ કામ હજુ સુધી પૂર્ણ થયું નથી.

ગોતા વિસ્તારના લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું

રસ્તા પર ખોદકામ... અધૂરા રસ્તા...  એક તરફ બંધ કરાયેલો માર્ગ...  અને તેના કારણે સર્જાતી લાંબી ટ્રાફિકની સમસ્યા...વિકાસના નામે શરૂ થયેલું કામ હવે સ્થાનિકો માટે અગવડતાનું કારણ બની ગયું છે...તહેવારનો સમય છે...લોકો ખરીદી અને ઉજવણીમાં વ્યસ્ત છે...પરંતુ ગોતા વિસ્તારના લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચોઃ પાટીલ હોય કે વિશ્વકર્મા સહકારમાં ભાજપનો 'પનો' ટૂંકો, મનમાની પર ઉતર્યા ભાજપ નેતાઓ

અધૂરા ખોદકામ વચ્ચે ભરાયેલું પાણી નવી ચિંતાનું કારણ બન્યું છે...સ્થાનિકોનો આરોપ છે કે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે...સ્થાનિકોનો સવાલ છે કે... કામ શરૂ કરતા પહેલા યોગ્ય આયોજન કેમ ન કરવામાં આવ્યું?...અને જો કામ શરૂ કરવામાં આવ્યું છે તો તેને સમયસર પૂર્ણ કેમ નથી કરવામાં આવતું?...

કામ શરૂ કરતા પહેલા યોગ્ય આયોજન કેમ ન કરાયું?
જો કામ શરૂ કરાયું તો સમયસર પૂર્ણ કેમ નથી કરાતું?

અનેક જગ્યાએ વિકાસના કામો અધૂરા પડ્યા હોવાના આક્ષેપો વચ્ચે ગોતા વિસ્તારના રહીશો હવે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે...તહેવાર સમયે જ્યારે શહેરીજનોને સુવિધા મળવી જોઈએ...ત્યારે તેમને ધૂળ, ખોદકામ, ટ્રાફિક અને મચ્છરોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે...એક તરફ શહેરને વિકાસશીલ બનાવવાના દાવા... તો બીજી તરફ અધૂરા કામોથી પરેશાન નાગરિકો...

હવે સ્થાનિકોની એક જ માંગ છે...AMC તાત્કાલિક આ કામ પૂર્ણ કરે...રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરે...અને તહેવારના સમયમાં લોકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES