અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક: એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક
અમદાવાદમાં નશો કરી કાર ચલાવી રહેલા યુવકે ફરી અકસ્માત સર્જયો છે. નાના ચિલોડામાં બુધવારે વર્ના કારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. આ કારમાંથા દારૂની બોટલ પણ મળી આવી છે.
અમદાવાદમાં ફરી એકવાર કાર ચાલકે અકસ્માત સર્જયો છે. શહેરના ચિલોડા વિસ્તારમાં બુધવારે બપોરે નશામાં ધૂત કારચાલકે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. પૂરપાટ આવી રહેલી વર્ના કારે એક્ટિવા ચાલક દંપતીને ટક્કર મારી હતી. આ યુવક દારૂના નશામાં હોવાનું સામે આવ્યો છે. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ જોઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.
કારમાં સવાર હતા બે લોકો
નાના ચિલોડામાં બુધવારે બપોરે એક વર્ના કારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. આ ટક્કર બાદ દંપતી નીચે પડી ગયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવર અને એક અન્ય વ્યક્તિ સવાર હતી. ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી.
સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો
કારમાંથી દારૂની બોટલ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. તેમણે ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો હતો. કારમાં સવાર બંને વ્યક્તિ નશામાં હતા. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ બંનેને પકડી પોલીસને સોંપ્યા હતા.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થલે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બંને દારૂના નશામાં હતા. બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ચિરાગ ગાંગાણી અને ગૌતમ ગોહિલ સામે ગુનો નોંધ્યો છે. આ બંને રાજકોટના હોવાનું સામે આવ્યું છે.