SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતી ઘટના, પિતા સમાન મોટા બાપુજીએ 12 વર્ષની માસૂમને પીંખી નાખી

Ahmedabad : કલ્પના કરો કે, એક 12 વર્ષની માસૂમ બાળકી, જે પોતાના જ ઘરમાં રમી રહી છે તેને મનમાં સહેજ પણ ડર નથી, કારણ કે તેને ખબર છે કે તેની આસપાસ તેનો પોતાનો પરિવાર છે. પણ એ જ ઘરમાં જો કોઈ વરુ છુપાયેલું હોય તો? અને એ વરુ બીજું કોઈ નહીં, પણ પિતા સમાન સગા મોટા બાપુજી હોય તો? લોહીના સંબંધો પરથી ભરોસો ઉઠાવી દે અને કાળજું કંપાવી દે તેવી એક શરમજનક ઘટના અમદાવાદના રામોલથી સામે આવી છે.

Written By Dilip Chaudhary
Published: Oct 05, 2026, 05:33 PM IST | Updated: Oct 05, 2026, 05:37 PM IST
Join

ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં બનેલી આ ઘટના સાંભળીને કોઈપણ સંસ્કારી માણસનું માથું શરમથી ઝૂકી જશે. સંબંધોમાં પિતા સમાન ગણાતા મોટા બાપુજી જ જ્યારે હેવાન બની જાય, ત્યારે દીકરીઓએ સુરક્ષિત રહેવું ક્યાં? રામોલ પોલીસના સકંજામાં આવેલો આ શખ્સ સંબંધોનો હત્યારો છે. પત્ની સાથે અણબનાવ હોવાથી નાના ભાઈએ તેને ઘરમાં આશરો આપ્યો હતો, પણ આ નરાધમે આશરો આપનાર ભાઈની જ 12 વર્ષની માસૂમ દીકરીને મોબાઈલમાં પોર્ન વીડિયો બતાવી પોતાની હવસની શિકાર બનાવી નાખી.

પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો

માસૂમ બાળકી આ હેવાનિયતથી એટલી ડરી ગઈ હતી કે તે કશું બોલી શકી નહીં, પરંતુ જ્યારે નરાધમે ફરીથી શારીરિક અડપલાં કર્યા, ત્યારે માસૂમે હિંમત ભેગી કરી માતાની મહિલા મિત્રને આપવીતી કહી અને પાપનો ઘડો ફૂટ્યો. પરિવારે પૂછપરછ કરતા જ આ પાપી પોતાનો મોબાઈલ બંધ કરી અમદાવાદથી ભાગી છૂટ્યો હતો. રામોલ પોલીસે ગુનાની ગંભીરતા જોઈને તાત્કાલિક લોકેશન ટ્રેસ કર્યું અને ગણતરીના કલાકોમાં આ નરાધમને અંકલેશ્વરમાં તેના મિત્રના ઘરેથી દબોચી લીધો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રામોલ પોલીસે હાલ પોક્સો અને દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી, FSL અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. એક તરફ સરકાર દીકરીઓની સુરક્ષાના દાવા કરે છે, પણ જ્યારે ઘરની અંદર જ આવા વરુઓ છુપાયેલા હોય ત્યારે વાલીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે આ નરાધમને કોર્ટ ક્યારે કડકમાં કડક સજા ફટકારે છે.

દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

સમાજને હચમચાવી દેતી આ ઘટના માત્ર એક ગુનો નથી, પરંતુ દરેક વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો અને લાલબત્તી સમાન છે. જ્યારે લોહીના સંબંધો જ હેવાન બનીને ઘરની અંદર છુપાયેલા હોય, ત્યારે પોતાના બાળકોને સંબંધીઓ સાથે પણ એકલા મૂકતા પહેલાં સો વાર વિચારવાનો સમય આવી ગયો છે.

રામોલ પોલીસે નરાધમ મોટા બાપુજીને જેલના સળિયા પાછળ તો ધકેલી દીધો છે, પણ હવે જનતાની એક જ માંગ છે કે આ માસૂમ બાળકીને ઝડપી ન્યાય મળે અને આ નરાધમને એવી કડક સજા થાય કે ફરી કોઈ આવા પવિત્ર સંબંધોને લજવવાની હિંમત ન કરી શકે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES