• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ડ્રગ્સ માફિયાઓ પર અમદાવાદ પોલીસનો સકંજો: ઓડિશાથી ગુજરાત લવાયેલો 13.62 કિલો ગાંજો ઝડપી 5 શખ્સોને જેલભેગા કર્યા

ડ્રગ્સ માફિયાઓ પર અમદાવાદ પોલીસનો સકંજો: ઓડિશાથી ગુજરાત લવાયેલો 13.62 કિલો ગાંજો ઝડપી 5 શખ્સોને જેલભેગા કર્યા

અમદાવાદને નશાની ગિરફ્તમાંથી બચાવવા માટે પોલીસે આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ એક બાદ એક દરોડા પાડી ગાંજા સહિત નશાની સપ્લાય કરતા લોકો સુધી પહોંચી રહી છે. પોલીસે વધુ પાંચ આરોપીઓને ઝડપ્યા છે અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

Written ByGokani Dhaval
Published: Nov 20, 2026, 17:03 IST|Updated: Nov 20, 2026, 17:11 IST
joinshare
ડ્રગ્સ માફિયાઓ પર અમદાવાદ પોલીસનો સકંજો: ઓડિશાથી ગુજરાત લવાયેલો 13.62 કિલો ગાંજો ઝડપી 5 શખ્સોને જેલભેગા કર્યા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

2

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

3

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

4

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

5

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદઃ સોશિયલ મીડિયા પર દોસ્તી, ટ્રેન મારફતે સપ્લાય અને ગુજરાતના યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાનું મોટું ષડયંત્ર! ઓડિશાથી ગુજરાત સુધી ફેલાયેલા નશાના કાળા કારોબાર પર અમદાવાદ પોલીસે વધુ એક મોટો પ્રહાર કર્યો છે...કોણ છે ઓડિશાનો એ માસ્ટરમાઈન્ડ...જેના ઈશારે કડી અને કલોલમાં નશાની પડીકીઓ વેચાતી હતી? જુઓ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના પર્દાફાશની અંદરની કહાની..

13 કિલો ગાંજો...

ગુજરાતના યુવાધનને બરબાદ કરવાના મનસૂબા પર અમદાવાદ પોલીસે પાણી ફેરવી દીધું છે... 'નો ડ્રગ્સ ઈન અમદાવાદ સિટી' અભિયાન હેઠળ શહેરકોટડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો મોટો જથ્થો અમદાવાદમાં ઠલવાઈ રહ્યો છે અને મહેસાણાના કડીથી ત્રણ શખ્સો તેની ડિલિવરી લેવા આવવાના છે...બાતમી મળતા જ પોલીસે જાળ બિછાવી...અને શહેરકોટડા વિસ્તારમાંથી 6 લાખ 81 હજારની કિંમતના 13 કિલો 622 ગ્રામ ગાંજા સાથે ત્રણ પેડલરોને રંગેહાથ દબોચી લીધા...

ઓડિશાથી ગુજરાત સુધી નશાનો ખેલ!

પોલીસની આકરી પૂછપરછમાં કડીના મુનાફખાન કુરેશી, હુસેનખાન પઠાણ અને સરફરાઝ શેખે ચોંકાવનારા રાઝ ખોલ્યા...સામે આવ્યું કે ઓડિશાથી આ ઝેરી સામાન લઈને નંદકિશોર અને સમંતા નામના બે સપ્લાયરો ટ્રેનમાં આવ્યા હતા...જેમને વડોદરા રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાંથી જ દબોચી લીધા.આમ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના કુલ 5 શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે...પોલીસે ગાંજો, 3 મોબાઈલ ફોન, રોકડ અને ઓટો રિક્ષા સહિત કુલ 7 લાખ 96 હજાર 840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી દારૂબંધીના ધજાગરા! 'વાસ્તુ પૂજન' પ્રસંગે ઘરમાં દારૂની મહેફિલ જામી

સોશિયલ મીડિયા દ્વારા ઓડિશા કર્યો સંપર્ક

તપાસમાં ખુલાસો થયો છે કે નશાના આ આંતરરાજ્ય ખેલના તાર સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે...કડીના આરોપીઓએ સોશિયલ મીડિયા દ્વારા ઓડિશાના મુખ્ય સૂત્રધાર 'ગણેશ'નો સંપર્ક કર્યો હતો...1 લાખ રોકડા અને 75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરીને આ જથ્થો મંગાવ્યો હતો...અગાઉ પણ બે વખત તેઓ ગાંજો મંગાવીને કડી અને કલોલના યુવાનોને નાની-નાની પડીકીઓમાં વેચી ચૂક્યા હતા...હાલ પોલીસે ઓડિશાના મુખ્ય માસ્ટરમાઈન્ડ ગણેશને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે

સોશિયલ મીડિયાની આડમાં ચાલતું નશાનું આ નેટવર્ક ભલે ગમે તેટલું શાતિર હોય, પરંતુ અમદાવાદ પોલીસની બાજ નજરથી બચી શક્યું નથી...હવે પોલીસની ટીમ ઓડિશાના મુખ્ય સૂત્રધાર ગણેશ સુધી પહોંચવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
ડ્રગ્સ મુક્ત ગુજરાત