SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

તહેવારો પહેલાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, અમદાવાદમાંથી 61 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે એક વિશેષ ડ્રાઈવ શરૂ કરાઈ હતી. આ દરમિયાન 61 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. આ તમામ લોકો પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

Written By Dilip Chaudhary
Published: Nov 02, 2026, 08:35 PM IST | Updated: Nov 02, 2026, 08:40 PM IST
Join

ઉદય રંજન, અમદાવાદ : દેશની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસ સતત સક્રિય છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે એક વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે 100 જેટલા શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે, 100 લોકોમાંથી 61 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે.

'મેં મારા પુત્રને મારી નાખ્યો છે સાહેબ, હવે મને પણ મારી નાખો...' સાણંદમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ

61 બાંગ્લાદેશીઓ ઝડપાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી 100 શંકાસ્પદોની તપાસમાં 61 બાંગ્લાદેશીઓ ઝડપાયા ઘટનાની વિગતો સામે આવી છે, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઘૂસણખોરો છુપાયેલા હોવાની બાતમી અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે ખાસ અલગ-અલગ ટીમો બનાવી હતી.

ચાંદીના વરખવાળી મીઠાઈ ખાતા પહેલાં સાવધાન! અમદાવાદમાં ઝડપાયું નકલી વરખ બનાવતું કારખાનું!

બાંગ્લાદેશી દસ્તાવેજો પણ મળી આવ્યા

આ ટીમો દ્વારા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરીને અંદાજે 100 જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. જ્યારે આ તમામના ડોક્યુમેન્ટ્સ અને આઈડી પ્રૂફની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી 61 લોકો બાંગ્લાદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા આ 61 ઘૂસણખોરોમાં 40 મહિલાઓ, 16 પુરુષો અને 5 નાના બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

 

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ બાંગ્લાદેશીઓ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં આશરો લઈને રહેતા હતા. પકડાયેલા ઘૂસણખોરો મુખ્યત્વે દાણીલીમડા, વટવા, નારોલ, ઓઢવ અને નરોડા વિસ્તારની ઝૂંપડપટ્ટીઓમાં અને આસપાસના વિસ્તારોમાં ભાડેથી કે ગેરકાયદેસર રીતે રહેતા હતા.

પોલીસે વધુ તપાસ શરૂ કરી

પોલીસે પકડેલા બાંગ્લાદેશીઓની કામગીરી વિશે વાત કરીએ તો, પુરુષો સ્થાનિક સ્તરે કડિયાકામ અને સાદી મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, જ્યારે મોટાભાગની મહિલાઓ વિવિધ સ્પામાં તેમજ લોકોના ઘરોમાં નોકર તરીકે કામ કરતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ હવે આ લોકો કોઈ દેશ વિરોધી કે અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES