16 દિવસમાં રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન કેટલા કરોડ પર પહોંચ્યું ચેક કરી લો લેટેસ્ટ આંકડા
રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેને 16 દિવસ થયા છે. 16 દિવસે ફિલ્મનું ભારતમાં નેટ કલેકશન કેટલા કરોડ પર પહોંચ્યું અને ફિલ્મ એ દુનિયાભરમાં કેટલી કમાણી કરી ચાલો જાણીએ બોક્સ ઓફિસ કલેકશનના લેટેસ્ટ આંકડા.
નમિત મલ્હોત્રાની બિગ બજેટ ફિલ્મ રામાયણ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ તેને 16 દિવસ થઈ ચૂક્યા છે. રામાયણ પાર્ટ વન નું ભારતમાં બોક્સ ઓફિસ કલેક્શન કેટલા કરોડ એ પહોંચ્યું અને દુનિયાભરમાં ફિલ્મની કમાણી કેટલા કરોડની થઈ ચાલો લેટેસ્ટ આંકડા પર એક નજર કરીએ.
રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર ફિલ્મ રામાયણ પહેલા 5 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મનું ડાયરેક્શન નીતિશ તિવારીએ કર્યું છે. રામાયણ ફિલ્મે શરૂઆતના સપ્તાહમાં ખૂબ જ સારી કમાણી કરી હતી ધીરે ધીરે રામાયણ ફિલ્મની કમાણી ઘટી રહી છે પરંતુ તેમ છતાં કુલ બોક્સ ઓફિસ કલેક્શનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રામાયણ ફિલ્મ 16 દિવસમાં દુનિયાભરમાં 1500 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે જ્યારે ભારતમાં ગ્રોસ કલેક્શન 1000 કરોડથી વધ્યું છે અને નેટ કલેક્શન 800 કરોડથી વધારે નું નોંધાયું છે.
આ પણ વાંચો: માતૃભૂમિ ફિલ્મને ટ્રોલ કરતાં લોકોને સલમાન ખાન એ આપ્યો સણસણતો જવાબ, વાંચો શું કહ્યું દબંગ અંદાજમાં
સેકનિલ્ક ના રિપોર્ટ અનુસાર રામાયણ ફિલ્મની કમાણીમાં ત્રીજા શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. ફિલ્મની કમાણીમાં થતો ઘટાડો જોઈને કહી શકાય કે ફિલ્મ ધીરે ધીરે ધીમી પડી રહી છે. જોકે તેનો અર્થ એવો પણ નથી કે લોકો ફિલ્મ જોવા નથી જઈ રહ્યા દર્શકોમાં રામાયણ ફિલ્મનો ક્રેઝ હજુ પણ છે. પરંતુ શરૂઆતના સપ્તાહ કરતા હવે કમાણી ઓછી થઈ રહી છે. રામાયણ ફિલ્મના ટોટલ કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે.
રામાયણ ફિલ્મનું ભારતમાં બોક્સ ઓફ કલેક્શન
રામાયણ ફિલ્મની 16 માં દિવસની કમાણી પછી ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું નેટ કલેક્શન 880 કરોડથી વધારે નું નોંધાયું છે જ્યારે ભારતમાં આ ફિલ્મની ગ્રોસ કમાણી 1051 કરોડથી વધુની છે. ભારતમાં સૌથી વધુ હિન્દી વર્ઝનની ફિલ્મ જોવાઈ રહી છે. રામાયણ ફિલ્મના ટોટલ કલેક્શનમાં હિન્દી વર્ઝનનો ફાળો 670 કરોડ જેટલો છે. સૌથી ઓછી કમાણી તમિલ વર્ઝનથી થઈ છે.
રામાયણ ફિલ્મનું દુનિયાભરમાં બોક્સ ઓફિસ કલેક્શન
રામાયણ ફિલ્મ ભારતમાં જ લોકપ્રિય થઈ છે તેવું નથી ફિલ્મની કમાણી દુનિયાભરમાં વધી રહી છે. 16 દિવસની અંદર રામાયણ ફિલ્મ એ દુનિયાભરમાં 1574 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે. ભારત સહિત દુનિયાભરમાં થયેલા આ બિઝનેસ માંથી 500 કરોડથી વધુની કમાણી ઓવરસીઝ માર્કેટની છે એટલે કે વિદેશોના બોક્સ ઓફિસની છે. મહત્વનું છે કે રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેના આઠ દિવસની અંદર જ દુનિયાભરમાં ફિલ્મની કમાણી 1000 કરોડથી વધી ગઈ હતી.