SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nushrratt Bharuccha: અભિનેત્રી નુસરત બરુચાએ શેર કર્યો વ્હીલ ચેર અને સૂર્યાસ્તનો ફોટો, કહ્યું પિક્સર અભી બાકી હૈ દોસ્ત

Nushrratt Bharuccha Health Update: અભિનેત્રી નુસરત બરુચાને બાલી ટ્રીપ દરમિયાન કરોડરજ્જુમાં ફ્રેકચર થઈ ગયું હતું. ત્યારબાદ અભિનેત્રીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હેલ્થ અપડેટ શેર કરી છે. ચાલો તમને પણ જણાવીએ કેવી છે નુસરત બરુચાની હાલત.

Written By Krupa Shah
Published: Oct 11, 2026, 07:50 AM IST | Updated: Oct 11, 2026, 07:53 AM IST
Join

Nushrratt Bharuccha Health Update: બોલીવુડ અભિનેત્રી નુસરત બરુચાને થોડા દિવસો પહેલા કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેને ફ્રેક્ચર થઈ ગયું હતું. ફ્રેક્ચર પછી નુસરત બરુચાને બાલીથી મુંબઈ શિફ્ટ કરવામાં આવી હતી તે સમયના કેટલાક વિડીયો ચિંતાજનક હતા. જ્યારે હવે અકસ્માત પછી નુસરત બરુચાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને પોતાની સુધરતી તબિયત વિશે જાણકારી આપી દીધી છે.

અભિનેત્રી નુસરત બરુચા બાલી ટ્રિપ પર હતી ત્યારે તેની સાથે એક અકસ્માત થયો. આ અકસ્માતમાં તેને કરોડરજ્જુમાં ફેક્ચર થઈ ગયું હતું. કરોડરજ્જુની ઈજા એટલી ગંભીર હતી કે અભિનેત્રીને એરલિફ્ટ કરીને મુંબઈ સારવાર માટે લાવવી પડી હતી. અકસ્માત પછી પહેલી વખત નુસરત બરુચાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેણે એક વ્હીલ ચેર દેખાડી છે.

નુસરત બરુચાની Instagram પોસ્ટ

નુસરત બરુચા એ Instagram સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં રૂમની બારીમાંથી સૂર્યાસ્ત થતો દેખાય છે સાથે જ એક વ્હીલ ચેર જોવા મળે છે. આ ફોટો સાથે નુસરતે પોતાના જીવનમાં થયેલા ફેરફાર વિશે જણાવ્યું છે. નુસરત બરુચા એ વ્હીલ ચેર અને સૂર્યાસ્તના ફોટો સાથે એવું લખ્યું છે કે તે હંમેશા સનસેટ પાછળ ભાગતી રહી. હવે તેની લાઈફનો નજારો બદલાઈ ગયો છે. પણ પિક્ચર હજી બાકી છે.

અભિનેત્રી નુસરત બરુચાએ આ પોસ્ટ સાથે એ મેસેજ શેર કર્યો છે કે અત્યારે તેની લાઇફમાં સ્થિતિ બદલાય છે પરંતુ તેની લાઈફ અટકી નથી અને તેને આશા છોડી નથી. આ પોસ્ટ પરથી એ અંદાજ પણ લગાવી શકાય છે કે નુસરત બરુચાને થોડો સમય વ્હીલ ચેરનો સહારો લેવો પડશે.

નુસરત બરુચા સાથે શું થયું ?

નુસરત બરુચા પ્રોફેશનલ પ્રોજેક્ટ માટે બાલી ટ્રીપ પર ગઈ હતી. બાલી ટ્રીપ દરમિયાન તેની સાથે એક દુર્ઘટના થઈ અને તેને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ફ્રેક્ચર એટલું ગંભીર હતું કે નુસરત બરુચા બેસવાની સ્થિતિમાં પણ ન હતી. આ સમયમાં બાલીમાં પ્રાથમિક સારવાર લીધા પછી એર એમ્બ્યુલન્સ મારફતે નુસરત બરુચા ને મુંબઈ લાવવામાં આવી. મુંબઈમાં તેની સ્પાઇન સર્જરી કરવામાં આવી. બાલી અકસ્માત પછી તેની ટીમએ જણાવ્યું હતું કે નુસરત બરુચા સર્જરી પછી રિકવરી માટે આરામ કરશે. થોડા સપ્તાહ માટે તેના બધા જ કામ અને પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યા છે.

નુસરત બરુચા સાથે થયેલા અકસ્માતની સૌથી વધુ અસર રેમો ડિસુઝાની ફિલ્મ પર પડી શકે છે. નુસરત બરુચાની ફિલ્મમાં સૌથી મોટો પ્રોજેક્ટ રેમો ડિસૂઝાની ફિલ્મ છે. આ ફિલ્મમાં નુસરત બરુચા ટાઇગર શ્રોફ સાથે લીડ રોલમાં જોવા મળશે. રેમો ડિસુઝાના ડાયરેક્શનમાં બનતી આ ફિલ્મમાં એલ્વિશ યાદવ, અભિષેક બેનર્જી, પશ્મીના રોશન સહિતના કલાકારો પણ જોવા મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES