SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nana Patekar Web Series: નાના પાટેકરની છેલ્લી વેબ સીરીઝ છે સંકલ્પ, નાનાની દમદાર એક્ટિંગ પર થઈ જશો ફીદા

Nana Patekar Web Series: નાના પાટેકરે 8 ઓક્ટોબરે દુનિયાને અલવિદા કહી દીધું છે. નાના પાટેકરનો એક્ટર તરીકેનો છેલ્લો પ્રોજેક્ટ પ્રકાશ ઝાની વેબ સીરીઝ છે. આ વર્ષે જ નાના પાટેકરે ઓટીટી પર આ વેબ સીરીઝથી ડેબ્યુ કર્યું હતું.

Written By Krupa Shah
Published: Oct 09, 2026, 11:48 AM IST | Updated: Oct 09, 2026, 11:52 AM IST
Join

Nana Patekar Web Series: નાના પાટેકર એ 8 ઓક્ટોબરે દુનિયાને અલવિદા કહી દીધું છે. નાના પાટેકર એ હિન્દી, મરાઠી સહિતની ફિલ્મોમાં કામ કરવાની સાથે થિયેટરમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એટલું જ નહીં આ વર્ષે એટલે કે વર્ષ 2026 માં નાના પાટેકરે. વેબ સિરીઝથી ઓટીટી ડેબ્યૂ પણ કર્યું હતું. નાના પાટેકરની વેબ સીરીઝ આ વર્ષમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ વેબ સિરીઝ નાના પાટેકરના એક્ટિંગ કરિયરનો છેલ્લો પ્રોજેક્ટ છે. જો તમને નાના પાટેકરની છેલ્લી વેબ સિરીઝ વિશે જાણકારી નથી તો ચાલો તમને જાણકારી આપીએ.

નાના પાટેકરની છેલ્લી વેબ સીરીઝ

નાના પાટેકરની છેલ્લી બેબી સીરીઝ નું નામ છે સંકલ્પ. સંકલ્પ વેબ સીરીઝ પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત વેબ સીરીઝ છે. કુલ 10 એપિસોડ છે. વેબ સિરીઝમાં નાના પાટેકરની એક્ટિંગ ને ખૂબ જ વખાણ કરવામાં આવી હતી. આ વેબ સિરીઝમાં નાના પાટેકર સાથે સંજય કપૂર, મોહમ્મદ જીશાન, નીરજ કાબી અને કુબ્રા સેત મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે. આ વેબ સિરીઝ માર્ચ 2026 માં ઓટીટી પર રિલીઝ થઈ હતી

સંકલ્પ વેબ સિરીઝમાં નાના પાટેકરનું પાત્ર

સંકલ્પ વેબ સીરીઝ રાજનીતિ, વિશ્વાસઘાત, ઈમાનદારી જેવા મહત્વપૂર્ણ વિષયોને રજૂ કરે છે. આ વેબ સિરીઝમાં નાના પાટેકરે. બિહારના એક સ્કૂલ ટીચરનું પાત્ર ભજવ્યું છે જેનું નામ કનૈયાલાલ હોય છે. નાના પાટેકર એક સામાન્ય શિક્ષક હોય છે જે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને સિવિલ સર્વિસ અને રાજકીય પદ સંભાળવા માટે સક્ષમ બનાવે છે. ધીરે ધીરે તે ઊંચા પદવાળા લોકો સાથે સીધી ટક્કરમાં આવી જાય છે. આ વેબ સિરીઝમાં એક પછી એક એવા ટ્વીસ્ટ સામે આવે છે જેના વિશે દર્શકોએ પણ વિચાર્યું ન હોય. સંકલ્પ વેબ સીરીઝ તમે એમેઝોન એમએક્સ પ્લેયર પર જોઈ શકો છો.

 

નાના પાટેકરની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો નાના પાટેકર છેલ્લે શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી સાથે ઓ રોમિયો ફિલ્મમાં જોવા મળ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારું પરફોર્મ ન કરી શકે પરંતુ ફિલ્મમાં નાના પાટેકરના પર્ફોર્મન્સ ના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. ઓ રોમિયો પછી છેલ્લે નાના પાટેકર સંકલ્પ વેબ સિરીઝમાં જોવા મળ્યા હતા. આ વેબ સિરીઝ તેમની લાઇફનો છેલ્લો પ્રોજેક્ટ બની ગઈ.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES