SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jailer 2 એ 10 દિવસમાં રચ્યો ઇતિહાસ, રજનીકાંતની ફિલ્મે આ બે બ્લોકબસ્ટર ફિલ્મોને પછાડી, જાણો

Jailer 2 Collection: જેલર 2એ 2026ની સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ગઈ છે. હવે, આ ફિલ્મે વધુ એક રેકોર્ડ તોડી નાખ્યો છે. જેલર 2એ કમાણીની દ્રષ્ટિએ આ વર્ષની બે સૌથી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 24, 2026, 08:04 PM IST | Updated: Oct 24, 2026, 08:06 PM IST
Join

Jailer 2 Collection: દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત લાંબા સમયથી તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ જેલર 2 સાથે હેડલાઇન્સમાં છે. રજનીકાંત અભિનીત આ એક્શન ડ્રામા ફિલ્મ 15 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. નેલ્સન દિલીપકુમાર અને રજનીકાંતની જોડીએ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.

જેલર 2એ 2023માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ જેલરની સિક્વલ છે. જેલર 2એ 2026ની સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ગઈ છે. હવે, આ ફિલ્મે વધુ એક રેકોર્ડ તોડ્યો છે. જેલર 2એ કમાણીની દ્રષ્ટિએ આ વર્ષની બે સૌથી મોટી ફિલ્મોને પછાળી દીધી છે. ચાલો જાણીએ કે તે બે ફિલ્મો કઈ છે?

'જેલર 2' એ આ બે ફિલ્મોને પાછળ છોડી દીધી છે

સુપરસ્ટાર રજનીકાંતની 'જેલર 2' એ 'બોર્ડર 2' અને 'હનુમાન અંશ'ના લાઇફટાઇમ ડોમેસ્ટિક કલેક્શનને પાછળ છોડી દીધું છે. શુક્રવારે 'જેલર 2'ના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, રજનીકાંતની ફિલ્મ 'બોર્ડર 2' અને 'હનુમાન અંશ' ને પાછળ છોડી દીધી છે. સેકનિલ્કના મતે, 'જેલર 2' એ ભારતમાં નવમા દિવસે 14.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ભારતમાં તેનું નેટ કલેક્શન 350 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

'બોર્ડર 2' અને 'હનુમાન અંશ' ફિલ્મને પાછળ છોડી

આ આંકડાઓ સાથે, જેલર 2એ બોર્ડર 2 અને હનુમાન અંશ બંને ફિલ્મને પાછળ છોડી દીધી છે. 'બોર્ડર 2' એ લગભગ 329 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 'હનુમાન અંશ' એ 339 કરોડ રૂપિયાની કમાણી કરી. રજનીકાંતની આ ફિલ્મે બંને ફિલ્મોની સંયુક્ત કમાણીને પાછળ છોડી દીધી. 'જેલર 2' હાલમાં તેની કમાણી ચાલુ રાખી રહી છે, તેથી તેને વધુ સફળતા મળવાની અપેક્ષા છે.

'જેલર 2' ના કલાકારો

'જેલર 2'એ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરની સિક્વલ છે. આ ફિલ્મનું દિગ્દર્શન નેલ્સન દિલીપકુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રજનીકાંત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. નેલ્સને પહેલા ભાગ 'જેલર'નું પણ દિગ્દર્શન કર્યું હતું. જેલર 2માં રજનીકાંત, વિજય સેતુપતિ, મોહનલાલ, વિદ્યા બાલન, જેકી શ્રોફ અને રામ્યા કૃષ્ણન છે. ઋત્વિક રોશન અને વિજય સેતુપતિ પણ નાનકડી ભૂમિકામાં છે. વિદ્યા બાલન ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવે છે.

(Disclaimer: આ લેખમાં આપેલા બોક્સ ઓફિસના આંકડા વિવિધ મીડિયા અહેવાલો, વિશ્લેષકો અને સ્ત્રોતો પર આધારિત છે. ઓરીજનલ આંકડા ઉપર આપેલા અંદાજોથી અલગ હોઈ શકે છે. Zee 24 kalak આ આંકડાઓને સત્તાવાર તરીકે પુષ્ટિ આપતું નથી.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES