અભિનેત્રી સામંથા રુથ પ્રભુ એ દીકરાનો ફોટો કર્યો શેર, જન્મની સાથે જ રાખી દીધું ખાસ નામ
અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ 19 નવેમ્બરના રોજ દીકરાને જન્મ આપ્યો છે. આ જાણકારી તેણે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી હતી. સાથે જ તેણે જણાવ્યું છે કે દીકરાનું નામ શું રાખ્યું છે.
સાઉથ સિનેમા અને બોલીવુડની સુંદર અભિનેત્રી સામંથા રુથ પ્રભુ માતા બની છે. સામંથા રુથ પ્રભુ એ 19 નવેમ્બરના રોજ દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મની જાણકારી તેને Instagram પર પોસ્ટ શેર કરીને આપી હતી. દીકરાના જન્મની સાથે જ સામંથા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુએ તેનું નામ પણ રાખી દીધું છે. દીકરાના નામનો ખુલાસો સામંથા રુથ પ્રભુ એ દીકરાની તસ્વીર શેર કરીને કર્યો છે.
19 નવેમ્બરે દીકરાનો જન્મ
સામંથા રુથ પ્રભુ અને રાજ નિદિમોરું માતા-પિતા બન્યા છે. સામંથા રુથ પ્રભુ instagram પર એક ફોટો શેર કર્યો છે. જેમાં 19 નવેમ્બર ની તારીખ લખેલી છે અને રાજ તેમજ સામંથા રુથ પ્રભુના હાથની વચ્ચે નાનકડો હાથ દેખાય છે. આ તસ્વીરની સાથે જ સામંથા રુથ પ્રભુ એ લખ્યું છે કે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. સામંથા અને રાજ એ તેમના દીકરાનું નામ પણ રાખી દીધું છે.
સામંથા રાજના દીકરાનું નામ
સામંથા રુથ પ્રભુ અને રાજના દીકરાનું નામ દેવ છે. સંસ્કૃત ભાષામાં દેવનો અર્થ ઈશ્વર અથવા દિવ્ય શક્તિ થાય છે. દેવ શબ્દને ભારતીય સંસ્કૃતિમાં સકારાત્મકતા અને દૈવીય ગુણોનું પ્રતીક ગણવામાં આવે છે. સામંથા અને રાજ એ પોતાના દીકરાનું નાનકડું પણ આધ્યાત્મિક અર્થવાળું નામ રાખ્યું છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દીકરીનો જન્મ થયો હતો. તેમણે પણ પોતાની નાની દીકરીનું નામ દેવી રાખ્યું છે.
સામંથા અને રાજ એ જે તસવીર શેર કરી છે તેના કેપ્શનમાં તેણે શોર્ટ પણ સુંદર વાક્ય લખ્યું છે. સામંથા રુથ પ્રભુના ફોટો ની નીચે કેપ્શન માં લખેલું છે, "અમારો લાડકો દીકરો દેવ નિદિમોરુ. આજે અમારું દિલ જેટલું ખુશ છે એટલું પહેલા ક્યારેય ન હતું". કેપ્શનની નીચે તેમણે સામંથા અને રાજ એવું લખ્યું છે.
સામંથા રુથ પ્રભુ રાજ નિદિમોરુના લગ્ન
મહત્વનું છે કે સામંથા રુથ પ્રભુ અને રાજના ઘરે દીકરાનો જન્મ થયો તે પહેલા અભિનેત્રીએ પારંપરિક રીતરિવાજો સાથે ખાસ પૂજા કરાવી હતી. ડીલીવરી પહેલા થયેલી પૂજાના ફોટો પણ instagram પર શેર કરવામાં આવ્યા હતા. સામંથા રુથ પ્રભુ માટે રાખવામાં આવેલી આ ખાસ પૂજામાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા. પૂજા દરમિયાન ઘરના વડીલોએ સામંથા રુથ પ્રભુ અને આવનાર સંતાને આશીર્વાદ આપ્યા હતા.
અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુએ 1 ડિસેમ્બર 2025 ના રોજ લગ્ન કર્યા હતા. સામંથા અને રાજના લગ્ન કોયંબતૂરમાં આવેલા ઈશા યોગ કેન્દ્રમાં સાદગીથી થયા હતા. સામંથા અને રાજ બંનેના આ બીજા લગ્ન છે. સામંથાએ શેર કરેલી આ પોસ્ટ પર બોલીવુડથી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રીના કલાકારો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.