દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા કરવાની તક! કોસ્ટ ગાર્ડમાં 365 પદો પર નીકળી ભરતી, જાણો વિગતો
Indian Coast Guard Recruitment 2026: જો તમે પણ ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ થવા ઈચ્છો છો તો સારા સમાચાર છે. ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી બહાર પડી છે. આવો આ ભરતી માટે પાત્રતા, ઉંમર મર્યાદા અને અરજી કરવાની અન્ય વિગતો વિશે જાણીએ.
Indian Coast Guard Recruitment 2026: દેશની સમુદ્રી સરહદની સુરક્ષા કરવા માંગતા યુવાનો માટે કોસ્ટ ગાર્ડમાં નોકરીની સુવર્ણ તક આવી છે. કર્મચારી પસંદગી મંડળે ભારતીય તટરક્ષક દળમાં ભરતીની જાહેરાત કરી છે. લેટેસ્ટ નોટિફિકેશન અનુસાર કુલ 365 જગ્યા ભરવામાં આવશે, જેમાં મહિલા અને પુરૂષ બંને ઉમેદવારો અરજી કરી શકે છે. ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. અરજીકર્તાની પસંદગી લેખિત પરીક્ષા સહિત અન્ય પ્રક્રિયાઓના આધાર પર થશે. આવો ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી સંબંધિત અન્ય વિગતો જાણીએ.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ભરતી અભિયાન હેઠળ ઓનલાઈન અરજીની પ્રક્રિયા 6 ઓક્ટોબર 2026થી શરૂ થઈ છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 21 ઓક્ટોબર 2026 સુધી ્રજી કરી શકે છે.
કઈ વેબસાઇટ દ્વારા કરશો અરજી?
કર્મચારી પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in ના માધ્યમથી આ જગ્યા માટે અરજી કરી શકો છો. અહીં પર ઈમેલ આઈડી અને ફોન નંબર સહિત અન્ય વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવું પડશે. સાથે જે નંબર કે ઈમેલથી રજીસ્ટર્ડ થશો તેની વિગત સાચવી રાખજો કારણ કે તેના માધ્યમથી લોગિન કર્યા બાદ ઈ-એડમિટ કાર્ટ અને પરિણામ જોઈ શકશો.
કોણ કરી શકે છે અરજી? (Eligibility)
નાવિક-જનરલ ડ્યૂટી (GD): કાઉન્સિલ ઓપ બોર્ડ્સ ફોર સ્કૂલ એજ્યુકેશન (COBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડથી ફિઝિક્સ અને ગણિત જેવા વિષયો સાથે ધોરણ 12 પાસ જરૂરી છે. ઉંમરની વાત કરીએ તો ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 2005થી 1 મે 2009 વચ્ચે થયેલો હોવો જોઈએ.
નાવિક-ડોમેસ્ટિક બ્રાન્ચ (DB): કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ અને ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 2005થી 1 ઓક્ટોબર 2009 વચ્ચે થયેલો હોવો જોઈએ.
હાઇજિનિસ્ટ I (Hygienist-I): કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડ/સંસ્થામાંથી 10 પાસ કે ITI કે તેની સમકક્ષ યોગ્યતા હોવી જોઈએ. ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 2002થી 1 ઓક્ટોબર 2009 વચ્ચે થયેલો હોવો જોઈએ.
યાંત્રિક (Yantrik): 10 પાસની સાથે AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઈલેક્ટ્રોનિક્સ કે ટેલીકમ્યુનિકેશન (રેડિયો/પાવર) એન્જિનિયરિંગમાં 3 કે 4 વર્ષનું ડિપ્લોમા હોવું જોઈએ. ઉમેદવારનો જન્મ 1 મે 2005થી 1 મે 2009 વચ્ચે હોવો જોઈએ.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી માટે પસંદગીની પ્રક્રિયા
પ્રથમ તબક્કોઃ કમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા યોજાશે, જેનો સમયગાળો 1 કલાકનો હશે. તેમાં 100 માર્ક્સના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. કોઈ નેટેગિવ માર્કિંગ હશે નહીં. પાસ થવા માટે બિન અનામત ઉમેદવારોએ ઓછામાં ઓછા 40 અને અનામત ઉમેદવારોએ 35 માર્ક્સ લાવવા જરૂરી છે.
બીજો તબક્કોઃ લેખિત પરીક્ષામાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન, શારીરિક ક્ષમતા કસોટી, મૂલ્યાંકન અને અનુકૂલનક્ષમતા કસોટી અને દસ્તાવેજોની ચકાસણી થશે.
ત્રીજો તબક્કોઃ પ્રથમ બે તબક્કામાં સફળ અને મેરિટમાં જગ્યા બનાવનાર ઉમેદવારને INS ચિલ્કામાં અંતિમ શોર્ટલિસ્ટિંગ માટે બોલાવવામાં આવશે.
ચોથો તબક્કોઃ આ તબક્કામાં સંબંધિત અધિકારીઓ દ્વારા તમામ મૂળ શૈક્ષણિક અને અન્ય દસ્તાવેજોની છેલ્લી તપાસ અને વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે.
પગાર અને લાભ?
| પદનું નામ | પે-લેવલ | બેસિક સેલેરી | વધારાના પે/ભથ્થાં |
|---|---|---|---|
| યાંત્રિક | પે લેવલ ૫ | ૨૯,૨૦૦ રૂપિયા | ૬,૨૦૦ રૂપિયા (યાંત્રિક પે) + અન્ય લાગુ ભથ્થાં |
| નાવિક- જનરલ ડ્યુટી (GD) | પે લેવલ ૩ | ૨૧,૭૦૦ રૂપિયા | નિયમ મુજબ અન્ય લાગુ ભથ્થાં |
| નાવિક- ડોમેસ્ટિક બ્રાન્ચ (DB) | પે લેવલ ૩ | ૨૧,૭૦૦ રૂપિયા | નિયમ મુજબ અન્ય લાગુ ભથ્થાં |
| હાઇજિનિસ્ટ-I | પે લેવલ ૩ | ૨૧,૭૦૦ રૂપિયા | નિયમ મુજબ અન્ય લાગુ ભથ્થાં |
અન્ય લાભ અને સુવિધાઓની વાત કરીએ તો પસંદ થયેલા ઉમેદવારને ફ્રી રાશન અને યુનિફોર્મ આપવામાં આવશે. આ સિવાય ઉમેદવારો અને પરિવારના પાત્ર સભ્યોને મેડિકલની સુવિધા સાથે સરકારી આવાસ કે HRA, રજાઓ અને LTC, ગ્રેચ્યુઇટી અને એનપીએસ/યુપીએસ હેઠળ પેન્શનની સુવિધા મળશે. સાથે સીએનડી કેન્ટિન સુવિધા, નિવૃત્તિ બાદ ઈસીએચએસ મેડિકલ કવર અને નેવલ ગ્રુપ વીમા ફંડ હેઠળ 75 લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવશે.