SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમેરિકન બજાર ક્રેશ! દિવાળી પર ભારતીય બજારમાં ધૂમ, સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો.... જાણો તેજીના કારણો ?

Share Market Rally Reason: છેલ્લા 7 દિવસોમાં ભારતીય શેર માર્કેટમાં જોરદાર વધારો જોવા મળ્યો છે, સેન્સેક્સ અને નિફ્ટીમાં 8 મહિના પછી 80000 અંકને ટચ કર્યો છે, જ્યારે અમેરિકાના બજારમાં આવેલા ઘટાડાએ 3 ટ્રિલિયન ડોલર સુધી ઘટી ગયા છે, અમેરિકાના બજારીમાં 18 મહિનાની સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 06, 2026, 04:59 PM IST | Updated: Nov 06, 2026, 05:01 PM IST
Join

Share Market Rally Reason: અમેરિકાના શેર બજાર ઘટાડા તરફ આગળ વધી રહ્યું છે, ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ઓપનિગ સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવસ આગળ વધી રહ્યો છે, ઘટાડાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. નેસ્ડેક 1421 પોઈન્ટ સુધી ક્રેશ થયો, ડાઉ જોન્સમાં 1833 અંકોનો ઘટાડો અને  S&P 500 ઈન્ડેક્સમાં -334.89 પોઈન્ટ ઘટીને અમેરિકાના બજારને 2.5 ટ્રિલિયન ડોલર ધોવાઈ ગયા, જ્યારે અમેરિકા અને એશિયના બજારો તૂટી રહ્યા છે, ત્યારે ભારતીય બજારમાં 7 દિવસથી તેજી જોવા મળી રહી છે.

અમેરિકન બજાર ઘોવાવાના કારણો

અમેરિકાના બજારની માર્કેટ વેલ્યું એક દિવસમાં 2.5 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 236 લાખ કરોડ રૂપિયાથી વધાર ઘટી ગયું, અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ડોનાલ્ડ ટ્ર્મ્પની પાર્ટીની હારની અસર જોવા મળી રહી છે, જો કે સૌથી મોટી અસર AI કંપનીઓના શેરમાં આવેલા ઘટાડાની અસર છે.

મહત્વનું છે કે મિડટર્મ ઈલેક્શનમાં ડેમોક્રેટિંક પાર્ટીની મોટી જીતથી રોકાણકારો આ વાતનો ડર લાગી રહ્યો છે કે અમેરિકીના રાજકિય બદલાવથી નીતિયોમાં બદલાવ આવશે, ખાસ કરીને AI ઈન્ડસ્ટ્રીની તેજી પર બ્રેક લાગી શકે છે, નિયમો વધારે કડક થઈ શકે છે, આ કારણે રોકાણકારો વચ્ચે AI કંપનીઓના શેર માંથી બહાર નિકળવાની લાઈન લાગી ગઈ છે.

અમેરિકાના બજારમાં આવેલા તોફાનમાં દુનિયાની ચિપ બનાવનારી કંપની એનવીડિયાના શેરમાં 9 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો, ફિલાડેલ્ફિયા સેમીકંડક્ટર ઈન્ડેક્સ 12 ટકા સુધી તૂટી ગયો, ઈન્ટેલ, એડવાન્સ માઈક્રો ડિવાઈસેજ જેવી કંપની ખરાબ રીતે તૂટી ગઈ.

અમેરિકાના બજારનો ડર એશિયાના બજારો સુધી પહોંચ્યો

ફક્ત અમેરિકાના બજાર જ નથી તૂટ્યા, આ ઘટાડાની અસર એશિયાના બજાર સુધી પહોંચી હતી, શુક્રવારના રોજ એશિયાના બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જાપાનના નિક્કેઈ 6 ટકા સુધી તૂટ્યો, તો દક્ષિણ કોરિયાનો કોસ્પી 8 ટકાથી વધારે તૂટ્યો.

જોરદાર ધૂમ મચાવી રહ્યું છે ભારતનું શેર બજાર

જ્યારે અમેરિકા અને એશિયાના શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં છેલ્લા બે દિવસમાં જોરદાર તેજી જોવા મળી છે, શુક્રવારે અને 6 નવેમ્બરના રોજ સેન્સેક્સે 8 મહિના પછી 80000નો આકડો પાર કર્યો, સેન્સેક્સ 700 અંકના તેજી સાથે 80000ને પાર પહોંચ્યો, જો કે પછી થોડો ઘટાડો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી 150 અંકના વધારા સાથે 24700ના લેવલ સુધી પહોંચી ગયો, છેલ્લા 7 દિવસોમાં શેર બજારમાં તેજી જોવા મળી રહી છે, સેન્સેક્સમાં 8 ટકાથી વધારે ઉછાળો આવ્યો છે, દિવસ આગળ વધતાની સાથે આજે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી જોવા મળી હતી, સેન્સેક્સ 1271 અંકના વધારા સાથે 80581.80 અંક સુધી પહોચી ગયો.

ભારતીય બજારની તેજી પાછળ કયા કારણો જવાબદાર?

  1. જ્યારે અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના બજારો બરબાદ થયા છે, રોકાણકારો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે, ત્યારે ભારતીય બજાર ફરી ઉછળી રહ્યું છે. નોંધપાત્ર પાછા ફરનારા વિદેશી રોકાણકારોએ આ તેજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
  2. છેલ્લા સાત દિવસમાં વિદેશી રોકાણકારો (FII)એ 32,210 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે, જ્યારે સ્થાનિક રોકાણકારોના ટેકાથી બજારની તેજીમાં વધારો થયો છે.
  3. ભારતની અગ્રણી કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામોએ બજારને વેગ આપ્યો છે.
  4. LTCG ટેક્સમાં ઘટાડાની અપેક્ષાએ બજારની ભાવનાને સકારાત્મક રાખી છે.
  5. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી બજારની તેજીને ટેકો મળ્યો છે.

Disclaimer: શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES