SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Price Today: આજે સસ્તા થયા સોના-ચાંદી, એક ઝટકે આટલા ઘટ્યા સોનાના ભાવ, ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. કિંમતી ધાતુઓ વાયદા બજાર અને રિટેલ બજાર બંનેમાં પછડાઈ છે. લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

Written By Viral Raval
Published: Sep 22, 2026, 03:57 PM IST | Updated: Sep 22, 2026, 04:00 PM IST
Join

સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘડીકમાં ભાવ આકાશે આંબે છો તો ક્યારેક ભાવ ઉતરેલા જોવા મળે છે. આજે નવા અઠવાડિયાના બીજા દિવસે મંગળવારે સોનું અને ચાંદી ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે આજે 24 કેરેટ સોનાના ભાવમાં 1205 રૂપિયા ઘટ્યા છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 2412 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJA વેબસાઈટના આજના ખુલતા ભાવ મુજબ 24 કેરેટ સોનું આજે 1205 રૂપિયા ઘટીને 152132 રૂપિયા પર પહોંચી ગયું છે જે કાલે 153337 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 2412 રૂપિયા તૂટીને 232580 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 234992 રૂપિયા પર બંધ થયો હતો.

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. એસોસિએશન દરરોજ દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરાતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના ભાવ
ભારતીય વાયદા બજાર MCX ના લેટેસ્ટ રેટ જોઈએ તો બપોરે 2.23 કલાકે 5 ઓક્ટોબરની એકસપાયરીવાળું 10 ગ્રામ સોનું 0.32 ટકા ઘટીને 152610 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી એક કિલો ચાંદી 0.60 ટકાના ઘટાડા સાથે 237888 રૂપિયાની સપાટીએ જોવા મળી છે.

શું કહે છે એક્સપર્ટ
બજાર વિશેષજ્ઞોનું માનવું છે કે હાલ સોના અને ચાંદીના ભાવમાં ઉતાર ચડાવ જળવાઈ રહી શકે છે. અણેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે 3 વર્ષમાં પહેલીવાર વ્યાજ દરમાં વધારો કર્યો છે જેને કારણે સોનાના ભાવમાં કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે જિયો પોલિટિકલ તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓને પગલે સોનાને સપોર્ટ મળી શકે છે. એક્સપર્ટ્નું કહેવું છે કે રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ.

સોનું ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?

સર્ટિફાઈડ સોનું જ ખરીદવું
હંમેશા BISનો હોલમાર્ક હોય તેવું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદવું જોઈએ. જેનાથી ખબર પડે કે સોનું કેટલા કેરેટનું છે.

કિંમતો ક્રોસચેક કરવી જોઈએ
સોનાનું યોગ્ય વજન અને ખરીદી કરવી હોય ત્યારે તેના ભાવ અનેક રીતે ચેક કરવા જોઈએ. IBJAની સાથે ક્રોસ ચેક કરવા જોઈએ. સોનાના ભાવ કેરેટ પ્રમાણે અલગ અલગ હોય છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES