SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate: 46 વર્ષમાં પહેલીવાર સોનામાં આટલો મોટો ઘટાડો! 72000 રૂપિયા જેટલું સસ્તું...આગળ હજુ સસ્તું થશે સોનું?

Gold- Silver: આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉતારચડાવ જોવા મળ્યો છે. સોનામાં તો એવો કડાકો જોવા મળ્યો છે કે વર્ષ 1980 બાદ 12 મહિનાની અંદર જોરદાર ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં સોનું પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું હતું અને ત્યારથી લઈને અત્યારની સ્થિતિ જોઈએ તો 72000 રૂપિયા જેટલું સસ્તું થઈ ચૂક્યું છે.

Written By Viral Raval
Published: Nov 27, 2026, 09:55 IST | Updated: Nov 27, 2026, 10:00 IST
Image Credit: AI Generated Representational Image
Join

વર્ષ 2026ની શરૂઆતમાં જાન્યુઆરીના અંતમાં સોનું અને ચાંદી પોતાના રેકોર્ડ હાઈ ભાવ પર પહોંચ્યા હતા. MCX અને IBJA બંને પર સોના અને ચાંદીએ ઓલટાઈમ હાઈનો રેકોર્ડ તોડ્યો હતો. MCX મુજબ 10 મહિનાથી વધુ સમયમાં ફ્યૂચર સોનું પોતાના હાઈથી લગભગ 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. જ્યારે ફ્યૂચર ચાંદી 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.

ટેક્નિકલ રીતે જોઈએ તો સોનું ભાગ્યે જ આટલા ઝડપથી તૂટતું જોવા મળ્યું હશે. The Kobeissi Letter ના ડેટામાં ણ સોનાના ઘટાડા અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ડેટા મુજબ સોનું ઓવરસોલ્ડ થઈ ગયું છે એટલે કે વધુ પડતું તૂટી ચૂક્યું છે અને સોનાના ભાવ પોતાના 200 દિવસના મૂવિંગ એવર્જથી 20 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જે જૂન 2013 બાદથી સૌથી મોટો કડાકો જોઈ શકાય છે. તેનો અર્થ એ થયો કે સોનામાં 13 વર્ષનો સૌથી મોટો કડાકો આવ્યો છે. બીજી બાજુ આ જાન્યુઆરીમાં સોનાના ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો અને તે 200  દિવસના મૂવિંગ એવરેજથી 45 ટકા ઉપર હતો જે 1970 બાદ સૌથી મોટું લેવલ હતું. જો કે ત્યારબાદથી સતત ઘટાડો જોવા મળ્યો છે. અને સોનું પોતાના હાઈ લેવલથી 37 ટકા તૂટી ચૂક્યું છે.

મુદ્રા લોન ભરવામાં 2.69 લાખ ગુજરાતીઓ નિષ્ફળ: 1,500 કરોડ NPA, પણ બેન્કોમાં 16 લાખ કરોડની તગડી ડિપોઝિટ

1980 બાદ નથી જોવા મળ્યો આવો ઘટાડો

વર્ષ 1980ના દાયકાની શરૂઆત બાદથી સોનામાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી. 1980ની શરૂઆતમાં 12 મહિનાની અંદર સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આ વર્ષે 12 મહિનાના સમયગાળાની અંદર આ સોનાનો સૌથી મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે.

ઈતિહાસના સૌથી મોટા ઘટાડા તરફ જઈ રહ્યું છે સોનું?

વર્ષ 2008ના નાણાકીય સંકટ દરમિયાન સોનાના ભાવ પોતાના 200 દિવસના મૂવિંગ એવરેજથી 20 ટકા નીચે આવી ગયો હતો. જો કે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો 1981માં જોવા મળ્યો હતો. જે 27 ટકા હતો. સોનું પોતાના ઈતિહાસના સૌથી ગંભીર કડાકાઓમાંથી એકનો સામનો કરી રહ્યું છે.

વાયદા બજારમાં હાલ શું છે સ્થિતિ

વાયદા બજારની સ્થિતિ જોઈએ તો સવારના 9.45 વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 1.42 ટકાના વધારા સાથે 124010 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 3.95 ટકાના વધારા સાથે 151600ની સપાટીએ જોવા મળી રહી છે. જો કે ઓલટાઈમ હાઈથી ખુબ સસ્તા છે. સોના અને ચાંદીમાં આ તેજી સતત કડાકાના માહોલ બાદ જોવા મળી રહી છે.

સોનું ₹22,000 થયું સસ્તું, એક્સપર્ટે જણાવ્યું કેટલા સુધી ઘટી શકે છે સોનાનો ભાવ, જાણો

ક્યાં સુધી જઈ શકે સોનાનો ભાવ

LKP સિક્યુરિટીના કોમોડિટી અને કરન્સી એનાલિસ્ટ જતીન ત્રિવેદીના જણાવ્યાં મુજબ આગળ બજારની દિશા ડિસેમ્બરમાં થનારી FOMC બેઠક અને અમેરિકાના મહત્વના આર્થિક આંકડા પર નિર્ભર રહેશે. જે વ્યાજ દરોની ધારણા, અને ડોલરની ચાલને પ્રભાવિત કરી શકે છે. ટેક્નિકલ રીતે 121000 રૂપિયાની આસપાસ સપોર્ટ છે જ્યારે 124000 રૂપિયાના સ્તરે રેઝિસ્ટેન્સ છે. તેમનું કહેવું છે કે ભાવ ઘરેલુ બજારમાં લગભગ 1500 રૂપિયા વધીને 123800 રૂપિયા આસપાસ પહોંચ્યા છે. પરંતુ ઊંચા સ્તરો પર વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES