SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Today: સામી દિવાળીએ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, દાગીના-લગડીનો આજનો ભાવ ખાસ જાણો

Gold-Silver Price Today: સોના અને ચાંદીમાં આજે ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં વાયદા બજારમાં સોનું અને ચાંદી બંને જોરદાર પછડાયેલા જોવા મળ્યા છે જ્યારે IBJA પર સોનું સામાન્ય વધારા અને ચાંદીમાં કડાકો જોવા મળ્યો છે. સામી દિવાળીએ સોના અને ચાંદીના ઘટતા ભાવ ગ્રાહકો માટે આનંદના સમાચાર બની શકે છે જ્યારે રોકાણકારો માટે ચિંતાના સમાચાર રહે છે.

Written By Viral Raval
Published: Nov 03, 2026, 02:33 PM IST | Updated: Nov 03, 2026, 02:41 PM IST
Join

ભારતીય વાયદા બજારમાં સોનું અને ચાંદી ભારે કડાકામાં જોવા મળી રહ્યા છે. બપોરે 2 વાગ્યાની આસપાસ સોનું 1.38 લાખ જ્યારે ચાંદી 1.77 લાખની આસપાસ જોવા મળી રહ્યા છે. જ્યારે રિટેલ બજારમાં સોનાનો ભાવ વધારા સાથે અને ચાંદીનો ભાવ ઘટાડા સાથે ખુલ્યો. સોનું 1.38 લાખ અને ચાંદી 1.77 લાખ પર ખુલ્યા. જાણો આજનો લેટેસ્ટ રેટ.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA મુજબ આજે સોનું 594 રૂપિયાના વધારા સાથે 138118 પર ખુલ્યું. જે કાલે 137524 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી 2672 રૂપિયા તૂટીને 177300 પર ખુલી છે જે કાલે 179972 પર બંધ થઈ હતી. 

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે. ખુલતા ભાવ અને બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા રજાઓના દિવસે ભાવ જાહેર થતા નથી.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પતિ-પત્ની મળીને કરો રોકાણ: 5 વર્ષમાં બનશો રૂ. 31 લાખથી વધુના માલિક, જાણો સંપૂર્ણ ગણતરી

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના લેટેસ્ટ ભાવ

MCX પર બપોરે 2 વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 1.33 ટકા તૂટીને 138328 રૂપિયા અને 4 ડિસેમ્બરવાળી 10 ગ્રામ ચાંદી 3.68 ટકાના ઘટાડા સાથે 177014 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ચાંદી તો  ખુલતાની સાથે જ 4400 રૂપિયા તૂટી હતી. જ્યારે સોનું પણ 1300 રૂપિયા તૂટ્યું હતું. ત્યારબાદ તેમાં વધારો થતો ગયો. વાયદા બજારમાં છેલ્લે ચાંદી 183779 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. જે આજે ખુલતાની સાથે જ 179350 પર પહોંચી ગઈ હતી. આમ તેમાં તાબડતોડ 4429 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

જ્યારે સોનું સોમવારે 140186 રૂપિયા પર બંધ થયું હતું જે આજે ખુલતાની સાથે 138800 પર આવી ગયું હતું. એટલે કે સોનામાં એક ઝટકે 1386 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

સોનાની માંગમાં ઘટાડો

ભારતમાં સોનું અને ચાંદી એ માત્ર રોકાણની રીતે નહીં પરંતુ ખુશહાલી, પરંપરા અને બચતનું પ્રતિક પણ ગણાય છે. પરંતુ વર્ષ 2026માં સોનાની આ ચમક જાણે ફિક્કી પડી રહી હોય તેવું જણાય છે. રોયટર્સના રિપોર્ટ મુજબ આકાશે આંબતા  ભાવો અને ઘરેલુ બજેટના વધતા દબાણને પગલે દેશમાં સોનાની ડિમાન્ડ છેલ્લા 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. વર્લ્ડ ગોલ્ડ  કાઉન્સિલ (WGC)ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ કોરોના મહામારી બાદ આવું પહેલીવાર જોવા મળ્યું છે કે જ્યારે દાગીનાની દુકાનો પર રૌનક આટલી ઝડપથી ગાયબ થયેલી જોવા મળી રહી છે.

કેમ ઘટી રહી છે સોનાની ડિમાન્ડ

EDLI સ્કીમ શું છે? પ્રાઇવેટ નોકરી કરનારાઓને મળે છે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો

સપ્ટેમ્બર મહિનામાં ભારે ઘટાડો

બીજું પણ મહત્વનું એ છે કે સોનાની કુલ માંગણીના 50 ટકાથી વધુ ભાગ ગ્રામીણ વિસ્તારોનો છે. પરંતુ આ વર્ષે મોનસૂને છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો વરસાદ નોંધાવ્યો છે. 
પાકના નુકસાન અને ખેતીથી થતી આવકમાં ઘટાડાએ ખેડૂતોના ખિસ્સાઓ પર ઊંડી અસર પાડી છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES