Gold Price Today: એક મહિનામાં સોનું 7000 અને ચાંદી 15000 રૂપિયા જેટલી સસ્તી થઈ, જાણો આજનો ગોલ્ડ-સિલ્વર લેટેસ્ટ રેટ
Gold Rate Today: વૈશ્ચિક અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ, અમેરિકી ફેડ રિઝર્વે કરેલા વ્યાજ દરમાં વધારો અને મજબૂત થઈ રહેલા ડોલરને પગલે સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સતત પછડાટ વચ્ચે જો કે આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એક મહિનામાં સોનાના ભાવમાં 6000 રૂપિયા જેટલો અને ચાંદીમાં 13 હજાર જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ જે ભાવમાં શું સ્થિતિ છે તે પણ ખાસ જાણો.
સપ્ટેમ્બર મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સોનાનો ભાવ આશરે 6000 રૂપિયા જેવો ઘટ્યો અને ચાંદી 13 હજાર રૂપિયા જેટલી તૂટી. જો કે આજે નવા મહિનાના પહેલા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારમં પણ આજે સોનું અને ચાંદી લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. જાણો લેટેસ્ટ રેટ.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJA વેબસાઈટના લેટેસ્ટ રેટ જોઈએ તો આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 799 રૂપિયા વધીને 148687 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે જે કાલે 147888 રૂપિયા પર બંધ થયું હતું. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. આજે એક કિલો ચાંદીના ભાવમાં 1519 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ભાવ 221954 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે કાલે 220435 રૂપિયા પર બંધ થયો હતો.
અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન દ્વારા દરરોજ દિવસમાં બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. શનિવાર અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરવામાં આવતા નથી.
કેરેટ પ્રમાણે ભાવ
સપ્ટેમ્બર મહિનામાં શું રહી સોના-ચાંદીની સ્થિતિ
- સપ્ટેમ્બર મહિનામાં સોનું અને ચાંદી કડાકા સાથે જોવા મળ્યા. 1 સપ્ટેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનું 154798 રૂપિયાની સપાટીએ ખુલતું જોવા મળ્યું હતું.
- જ્યારે સપ્ટેમ્બરના છેલ્લા દિવસે એટલે કે 30મી સપ્ટેમ્બરે 24 કેરેટ સોનું 147888 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું.
- એટલે કે સપ્ટેમ્બર મહિનામાં સોનાના ભાવમાં 6910 રૂપિયાનો ધટાડો જોવા મળ્યો.
- એજ રીતે ચાંદીના ભાવ પણ ઘટેલા જોવા મળ્યા. 1 સપ્ટેમ્બરે એક કિલો ચાંદીનો ભાવ 235488 રૂપિયા ખુલ્યો હતો.
- જ્યારે સપ્ટેમ્બરના છેલ્લા દિવસે 30 સપ્ટેમ્બરના રોજ ચાંદીનો ભાવ 220435 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
- એક મહિનામાં ચાંદીના ભાવમાં 15053 રૂપિયાનો કડાકો નોંધાયો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર આજે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાયો છે અને છતાં સોનું અને ચાંદી લીલા નિશાનમાં છે. બપોરે 12.55 કલાકે 10 ગ્રામ સોનું 0.53 ટકાના વધારા સાથે 149826 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે જ્યારે એક કિલો ચાંદી 0.37 ટકાના વધારા સાથે 224533 રૂપિયાની સપાટીએ હાલ જોવા મળી છે.
ભાવ વધવા પાછળનું કારણ
સોના અને ચાંદીના ભાવ વધવા પાછળ બે કારણ ગણાઈ રહ્યા છે.
1. સાઉદી અરબ દ્વારા પાઈપલાઈન દ્વારા ક્રૂડ ઓઈલની આપૂર્તિ વધારવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં થોડી નરમાઈ આવી છે. જેનાથી વૈશ્વિક સ્તરે મોંઘવારીની ચિંતા ઘટી છે.
2. ચીનમાં ગુરુવારથી ગોલ્ડન વીક શરૂ થઈ રહ્યો છે. જાણકારોના મતે આ દરમિયાન ચીનમાં દાગીનાની માંગ વધે છે જેનાથી સોના અને ચાંદીના ભાવને સપોર્ટ મળી શકે છે.