SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

નાયરા એનર્જીએ ઈંધણની કિંમતમાં ફરી વધારો કર્યો છે, આજે 3 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. હવે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા રેટ શું છે, તમે અહીં જાણી શકો છો.

Written By Gokani Dhaval
Published: Oct 03, 2026, 01:42 PM IST | Updated: Oct 03, 2026, 01:52 PM IST
Join

દેશની મુખ્ય ખાનગી ઈંધણ રિટેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ પેટ્રોલનો ભાવ 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમત શનિવારે તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ ગઈ છે. હવે પેટ્રોલ 100.71 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.31 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.

કારણની વાત કરીએ તો આ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમતોમાં આવેલી તેજીને માનવામાં આવી રહ્યું છે. વૈશ્વિક તેલ કિંમતોમાં વધારાને કારણે ઘરેલું ઈંધણ કારોબારીઓ પર ખર્ચનું દબાણ વધી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોની અસર
નાયરાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા બનેલી છે અને કાચા તેલની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે કંપની વધતા આંતરરાષ્ટ્રીય ખર્ચ અને ઘરેલું વેચાણ કિંમતો વચ્ચેના અંતરને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો તમારા શહેરમાં શું છે આજનો ભાવ

ભારત પોતાના કાચા તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. તેવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાની અસર રિફાઈનિંગ અને ઈંધણના વેચાણના ખર્ચ પર પડે છે.

આ વર્ષે કિંમતમાં બીજો મોટો વધારો
નાયરા એનર્જીએ આ પહેલા માર્ચ 2026મા પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતો સ્થિર થતાં કંપનીએ 1 જુલાઈએ પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

સરકારી તેલ કંપનીઓનું અલગ વલણ
નાયરાની કિંમતોમાં વધારો તેવા સમયે થયો છે, જ્યારે સરકારી તેલ વિતરણ કંપનીઓની કિંમતમાં મોટો ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમતોમાં તેજી છતાં ઘરેલું ઈંધણની કિંમતોને લઈને સરકારી અને ખાનગી કંપનીઓની રણનીતિ અલગ-અલગ જોવા મળી રહી છે.

તાજેતરના દિવસોમાં ખાનગી ઈંધણ કંપનીઓ પર વધતા ખર્ચનો દબાવ સામે આવ્યો છે. સરકારે નાયરા એનર્જી અને બીજી ખાનગી ઈંધણ રિટેલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણને લિમિટ ન કરવાનું કહ્યું હતું.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES