SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સોનુ-ચાંદી તૂટ્યું, પણ કિયોસાકીનો મોટો દાવો: આ સમય વેચવાનો નથી!

Robert Kiyosaki Post On Gold-Silver Crash: એક તરફ જ્યારે સોના અને ચાંદીના ભાવ ક્રેશ થઈ રહ્યા છે, તો બીજી તરફ પ્રખ્યાત પુસ્તક રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ કરી છે, જે જોરદાર રીતે વાયરલ થઈ રહી છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 20, 2026, 16:17 IST | Updated: Nov 20, 2026, 16:19 IST
Join

Robert Kiyosaki Post On Gold-Silver Crash: રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને થોડા દિવસે કંઈક પોસ્ટ કરતા રહે છે, જે જોરદાર રીતે વાયર થઈ જાય છે, કંઈક એવી જ પોસ્ટ તેમને એક્સ પર કરી છે, જે સોના ચાંદી અને બિટકોઈન સાથે જોડાયેલી છે.

મહત્વનું છે કે એક તરફ જ્યારે ઈન્ટનેશન માર્કેટથી લઈને ભારતીય માર્કેટમા સોના અને ચાંદીના ભાવ ક્રેશ થઈ રહ્યા છે, તો બીજી તરફ, પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ' ના લેખકે કહ્યું છે કે આવા સમયમાં ફક્ત નબળા હાથવાળા લોકો જ કિંમતી ધાતુઓ અને બિટકોઇન વેચી રહ્યા છે.

સોના-ચાંદીના ક્રેશ પર કિયોસાકીની પોસ્ટ

રોબર્ટ કિયોસાકીએ સોના-ચાંદીના બજારોમાં મોટા ઘટાડા અને અગ્રણી ક્રિપ્ટોકરન્સી, બિટકોઇનના ભાવમાં ઘટાડા વચ્ચે તેમની નવી પોસ્ટ શેર કરી. તેમણે સોના-ચાંદીના કડાકા પર તેમની સોશિયલ મીડિયા પોસ્ટની શરૂઆત એક પ્રશ્ન સાથે કરી: "ક્રેશ - સારું કે ખરાબ?"

તેમણે આગળ લખ્યું કે, સોનું, ચાંદી અને બિટકોઇન બધા ક્રેશ થઈ રહ્યા છે. પરંતુ નબળા હાથના લોકો વેચી રહ્યા છે, જ્યારે મજબૂત હાથ આ ઘટાડા દરમિયાન ખરીદવાની રાહ જોઈ રહ્યા છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઇન અંગે, તેમણે કહ્યું કે, હું બિટકોઇનના ક્રેશથી સૌથી વધુ ઉત્સાહિત છું અને વધુ ખરીદવાની રાહ જોઈ રહ્યો છું.

ક્રેશના સમયમાં ખરીદીના કારણો

રોબર્ટ કિયોસાકીએ આ પાછળના કારણો પણ સમજાવ્યા. તેમણે લખ્યું કે આના ઘણા કારણો છે, જેમ કે યુએસ ફેડરલ રિઝર્વ, બેંકો અને બોન્ડ બજારોની બિનકાર્યક્ષમતા. અમેરિકાનું દેવું ફક્ત વધતું રહેશે, કારણ કે બેંકો ચલાવનારા લોકો તેમની સિસ્ટમનો ઉપયોગ આપણી સંપત્તિ કાયદેસર રીતે જપ્ત કરવા માટે કરી રહ્યા છે.

 

 

પ્રખ્યાત લેખકે કહ્યું કે બિટકોઇન ફક્ત 21 મિલિયન વખત અસ્તિત્વમાં રહેવા માટે રચાયેલ છે, પરંતુ લગભગ 20 મિલિયન પહેલાથી જ ખાણકામ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી હું જાણું છું, બિટકોઇન જેવા 'પૈસા' ક્યારેય નહોતા. હું વિચારી રહ્યો છું કે જ્યારે 21 મિલિયન બિટકોઇન ખોદવામાં આવશે ત્યારે શું થશે.

'હું ખરીદવા માટે ઉત્સુક છું'

તેમની વાયરલ પોસ્ટમાં, રોબર્ટ કિયોસાકીએ આગળ લખ્યું કે બિટકોઇનની કિંમત ઘટી રહી છે, અને હું વધુ બિટકોઇન ખરીદવા માટે ઉત્સુક છું. આનું કારણ એ છે કે ફક્ત 21 મિલિયન બિટકોઇન માઈન કરી શકાય છે. તેની કોઈ અસર થઈ શકે નહીં, અથવા તે મેં અત્યાર સુધી ખર્ચેલા બેસ્ટ પૈસા સાબિત થઈ શકે છે. તમે શું વિચારો છો? પોતનું ધ્યાન રાખો.

રોબર્ટ કિયોસાકીની દરેક પોસ્ટની જેમ, ગોલ્ડ-સિલ્વર ક્રેશ પરની તેમની નવી પોસ્ટ વાયરલ થઈ રહી છે, આ લેખ લખતી વખતે હજારો લાઈક્સ અને કમેન્ટસ મળી રહી છે. કિયોસાકીના ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે, જેમાં 2.9 મિલિયન ફોલોઅર્સ છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES