IPO Alert: 26 થી 30 ઓક્ટોબર દરમિયાન ખુલશે 9 કંપનીઓના IPO, રોકાણ કરતા પહેલાં જાણો તારીખ, પ્રાઇઝ બેન્ડ અને GMP
આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં હલચલ જોવા મળશે. એક તરફ જિયોના આઈપીઓનું એલોટમેન્ટ અને લિસ્ટિંગ થશે તો બીજીતરફ 9 નવા આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. જેમાં મેનબોર્ડ અને એસએમઈ આઈપીઓ સામેલ છે.
IPO News: 26 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં 5 મેનબોર્ડ સેગમેન્ટના આઈપીઓ ખુલી રહ્યાં છે. તો એસએમઈ સેગમેન્ટમાં 4 કંપનીના આઈપીઓ ખુલવાના છે. કુલ 9 કંપનીઓના આઈપીઓ આ સપ્તાહે ખુલી રહ્યાં છે. આવો જાણીએ કઈ કંપનીનો આઈપીઓ ક્યા દિવસે ઓપન થશે.
1-EAAA India Alternatives IPO
કંપનીના આઈપીઓની સાઇઝ 1200 કરોડ રૂપિયાની છે. આઈપીઓ 26થી 28 ઓક્ટોબર સુધી ખુલો રહેશે. કંપનીએ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 1585 રૂપિયાથી 1665 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીએ 9 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14985 રૂપિયાનો દાવ લગાવવો પડશે.
ગ્રે માર્કેટમાં આ કંપનીનો આઈપીઓ 52 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
2-SFC Environmental Technologies
આ આઈપીઓ 27 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. કંપનીના આઈપીઓની સાઇઝ 667.53 કરોડ રૂપિયા છે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 313 રૂપિયાથી 330 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ લોટ સાઇઝ 45 શેરની બનાવી છે. રોકાણકારોએ ઓછામાં ઓછા 14850 રૂપિયાનો દાવ લગાવવો પડશે.
આ આઈપીઓનો જીએમપી 32 રૂપિયા પ્રતિ શેર છે.
આ પણ વાંચોઃ ધનતેરસ-દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાર દિવસમાં ચાંદી ₹16,0000 સસ્તી, સોનું પણ ધડામ
3- BLS Polymers IPO
કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ 142 રૂપિયાથી 150 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીએ 100 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ 15000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ આઈપીઓ 27થી 29 ઓક્ટોબર દરમિયાન ખુલ્લો રહેશે.
ગ્રે માર્કેટમાં કંપનીના આઈપીઓનો જીએમપી 38 રૂપિયા છે.
4- Wiscon Industries IPO
આ કંપનીના આઈપીઓની સાઇઝ 110 કરોડ રૂપિયા છે. આ આઈપીઓ 27થી 29 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ આઈપીઓની કિંમત 194 રૂપિયાથી 204 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
5- M.K.Sons Fine Jewels IPO
આ આઈપીઓ 28થી 30 ઓક્ટોબર સુધી ખુલશે. કંપનીના આઈપીઓની સાઇઝ 275.40 કરોડ રૂપિયા છે. કંપનીએ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 153 રૂપિયાથી 162 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.
6- Ajwa Projects IPO
આ કંપનીના આઈપીઓની સાઇઝ 38.05 કરોડ રૂપિયા છે. આઈપીઓમાં ફ્રેશ શેર અને ઓફર ફોર સેલ બંને સામેલ છે. આઈપીઓ 28થી 30 ઓક્ટોબર સુધી ખુલશે. કંપનીએ આઈપીઓ માટે 203 રૂપિયા પ્રતિ શેર કિંમત નક્કી કરી છે. આઈપીઓના એક લોટમાં 600 શેર છે.
આ પણ વાંચોઃ દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર
7- Carver Roboweld IPO
આ એસએમઈ સેગમેન્ટનો આઈપીઓ છે. કંપનીનો આઈપીઓ 28થી 30 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ આઈપીઓ માટે 76 રૂપિયાથી 80 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ નક્કી કરી છે.
8- Antala Industries IPO
આ પણ એસએમઈ સેગમેન્ટનો આઈપીઓ છે. આ આઈપીઓની સાઇઝ 23.33 કરોડ રૂપિયા છે. આ ઈશ્યુ સંપૂર્ણ ફ્રેશ શેર પર આધારિત છે. આઈપીઓ 29 ઓક્ટોબરે ખુલશે અને 2 નવેમ્બરે બંધ થશે.
9-Bombay Coated & Special Steels IPO
આ મેનબોર્ડ સેગમેન્ટનો આઈપીઓ છે. કંપનીના આઈપીઓની સાઇઝ 183.06 કરોડ રૂપિયા છે. કંપનીએ આઈપીઓ માટે 78 રૂપિયાથી 82 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
આઈપીઓનો જીએમપી 8 રૂપિયા ચાલી રહ્યો છે.