IDBI બાદ આ 4 બેંકોમાં ભાગીદારી વેચવા જઈ રહી છે સરકાર, શું છે પ્લાન, ગ્રાહકો પર શું થશે અસર?
સરકાર તરફથી દેશની ચાર મોટી બેંકોમાં પોતાની ભાગીદારી ઘટાડી 75 ટકા પર લાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ચાર બેંકોમાં સેન્ટ્રલ બેંક, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનું નામ સામેલ છે. આ મોટા પગલાથી બેન્કિંગ સેક્ટર પર શું અસર પડવાની છે?
IDBI બેંકના આશરે 61 ટકા શેર કેનેડાની કંપનીને વેચવાની મંજૂરી આપ્યા બાદ સરકાર આ રીતે એક મોટી તૈયારી કરી રહી છે. સરકાર ચાર અન્ય પીએસયુ બેંકોમાં ભાગીદારી ઘટાડવાનો પ્લાન કરી રહી છે. જે બેંકોમાં ભાગીદારી ઘટાડવાના પ્લાનિંગ પર કામ ચાલી રહ્યું છે, તેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનું નામ જણાવવામાં આવી રહ્યું છે. આવું સરકાર તરફથી સેબીના મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમ હેઠળ કરવાનો પ્લાન છે. પરંતુ સરકાર કેમ આ નિર્ણય લઈ રહી છે, તેનાથી શું બદલાઈ જશે? આ બધા સવાલોના જવાબ તમારે જાણવા જરૂરી છે.
આ ચારેય બેંકોમાં સરકારે પોતાની ભાગીદારી ઘટાડી 75 ટકા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આગામી એક વર્ષ દરમિયાન ઓફર ફોર સેલ હેઠળ સરકાર પોતાની ભાગીદારીના શેર બજારમાં વેચવાનો પ્લાન કરી રહી છે. ઈટીમાં પ્રકાશિત સમાચાર અનુસાર સરકાર પબ્લિક સેક્ટર બેંકોના ઈન્ટીગ્રેશન પર પણ કામ કરી રહી છે. તે હેઠળ બે અન્ય સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી શકે છે. આ ખાનગીકરણ તે રીતે થઈ શકે છે, જે રીતે આઈડીબીઆઈ બેંકને લઈને પગલું ભરવામાં આવ્યું છે. પરંતુ તે પહેલા બેંકોમાં ભાગીદારી ઘટાડી 75 ટકા પર લાવવામાં આવશે. એટલે કે ખાનગીકરણ તરફ આગળ વધવામાં હજુ સમય લાગશે.
સરકારની બેંકોમાં કેટલી ભાગીદારી?
આ ચારેય બેંકમાં સરકારની ભાગીદારી વધુ છે અને તેને ઘટાડી 75 ટકા પર લાવવા માટે મોટી માત્રામાં શેર વેચવા પડશે.
અત્યાર સુધી સરકારે બેંકોને સેબીના 25 ટકા પબ્લિક
શેરહોલ્ડિંગના નિયમથી છૂટ આપી રાખી હતી. પરંતુ આ સમયમર્યાદા પસાર થયા બાદ સરકાર તરફથી આગામી નોટિફિકેશન જારી કરવાની આશા કરવામાં આવી રહી છે. તેવામાં સરકાર આ બેંકોમાં પબ્લિક શેર વધારવા માટે એક્ટિવ થઈ ગઈ છે. પબ્લિક ફ્લોટ વધવાથી બેંકોની વેલ્યુએશનમાં પણ સુધાર થવાની આશા છે.
ભાગીદારી કેમ વેચવા ઈચ્છે છે સરકાર?
સરકારનો પ્લાન આગામી સમયમાં દેશની અંદર 3થી 4 મોટી સરકારી બેંકોને રાખવાનો છે. સરકાર દેશની બેંકોને દુનિયાની ટોપ 10 બેંકોમાં સામેલ કરવા ઈચ્છે છે. અત્યારે દેશની એકપણ બેંક ટોપ-10 બેંકમાં સામેલ નથી. તેને ધ્યાનમાં રાખતા પાછલા દિવસોમાં એચડીએફસી અને એચડીએફસી લિમિટેડનું મર્જર કરવામાં આવ્યું હતું. પોતાના આ પગલાની સફળતા માટે સરકાર મર્જર અને કંસોલિડેશન પર પણ કામ કરી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન ખાનગીકરણ માટે વધુ બે બેંકની ઓળખ કરવામાં આવી શકે છે. આઈડીબીઆઈ બેંક સાથે જોડાયેલી ડીલ સામે આવ્યા બાદ સરકાર બેન્કિંગ સેક્ટરમાં મોટા ફેરફારની તૈયારીમાં લાગી ગઈ છે.
દુનિયાની ટોપ 10 બેંક
વિશ્વની ટોપ 10 બેકોમાં ચીનની પાંચ બેંક સામેલ છે. પ્રથમ નંબરથી લઈને ચોથા નંબર સુધીના લિસ્ટમાં ચીનની બેન્કોનો કબજો છે.
ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના
ચાઇના કન્સ્ટ્રક્શન બેંક
એગ્રિકલ્ચરલ બેંક ઓફ ચાઇના
બેંક ઓફ ચાઇના
જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની
બેંક ઓફ અમેરિકા
બીએનપી પરિબાસ
એચએસબીસી હોલ્ડિંગ્સ
ક્રેડિટ એગ્રિકોલ ગ્રુપ
પોસ્ટલ સેવિંગ્સ બેંક ઓફ ચાઇના
બે બેંકોના નામ સૂચવવામાં આવ્યા
નીતિ આયોગ તરફથી પહેલા પણ ખાનગીકરણ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપર જણાવવામાં આવેલી ચારેય બેંકોમાં ભાગીદારી વેચવાનો નિર્ણય સીધી રીતે ખાનગીકરણ નથી. આ તો શરૂઆતી તબક્કામાં સેબીના નિયમને પૂરો કરવાનો પ્રયાસ છે. જો આવનાર સમયમાં બેંકોના ખાનગીકરણ પર આગળ વધવામાં આવે છે તો વર્તમાન કાયદામાં ફેરફાર કરવાની જરૂર હશે. બેંકોનું ખાનગીરણ કરવા માટે બેન્કિંગ અધિનિયમમાં ફેરફાર કરવો પડશે. બેંકોને 25 ટકા મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમથી છૂટ મળે છે, તેને આગળ પણ વધારી શકાય છે.
આઈડીબીઆઈ ડીલ બાદ ચર્ચાએ જોર પકડ્યું
આઈડીબીઆઈ બેંકની ડીલ બાદ બેંકોના ખાનગીકરણને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. કેનેડાઈ બિલેનિયમ પ્રેમ વત્સે આઈડીબીઆઈમાં 60.72 ટકા ભાગીદારી ખરીદવાનો કરાર કર્યો છે. આ ડીલ આશરે 52878 કરોડ રૂપિયાની છે. સરકાર બેંકોમાં પોતાની ભાગીદારી ઘટાડી ખાનગી બેંકોને પ્રોત્સાહન આપવા માટે સતત આ પ્રકારના પગલાં ભરી રહી છે.
રોકાણકારો પર શું થશે અસર?
ચારેય સરકારી બેંકોમાં જો સરકાર પોતાની ભાગીદારી ઘટાડી પબ્લિક શેરહોલ્ડિંગને વધારે છે તો રોકાણકારોને સંબંધિત શેરમાં વધુ લિક્વિડિટી અને પારદર્શિતા જોવા મળશે. આ પગલાથી બેન્કિંગ સિસ્ટમમાં સ્પર્ધા વધશે અને સર્વિસમાં પણ સુધાર આવશે. સરકારના આ પગલાથી આવનાર મહિનામાં બેન્કિંગ સેક્ટરમાં હલચલ જોવા મળી શકે છે.