Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: 10 દિવસમાં સોનું ₹5,840 તૂટ્યું, ચાંદી ₹25,000 ગબડી, જુઓ આજના લેટેસ્ટ રેટ
સોની બજારમાં છેલ્લા 10 દિવસ દરમિયાન સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જ્યાં 24 કેરેટ સોનું 5840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું, તો 1 કિલો ચાંદીનો ભાવ પણ 25000 રૂપિયા સુધી નીચે આવ્યો છે. અહીં જુઓ લેટેસ્ટ રેટ.
Gold Price Today: જો તમે દિવાળીના તહેવાર પર સોના-ચાંદીની ખરીદી કરવાની તૈયારી કરી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસથી સોની બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, જેથી કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડો થયો છે. આજની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં કોઈ નવો ફેરફાર થયો નથી. પરંતુ છેલ્લા 10 દિવસનો હિસાબ જુઓ તો ગ્રાહકોને મોટી રાહત મળી છે. આ દરમિયાન 24 કેરેટ શુદ્ધ 10 ગ્રામ સોનું 5840 રૂપિયા સસ્તું થઈ ગયું છે. તો ઘરેણા માટે ઉપયોગ થનાર 22 કેરેટ સોનાની કિંમતમાં પણ 5050 રૂપિયાનો ઘટાડો થયો છે.
ચાંદીની કિંમતમાં થયો મોટો ઘટાડો
માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીએ પણ રોકાણકારોને ચોંકાવ્યા છે. બજારમાં ઈન્ડસ્ટ્રીયલ માંગ ઓછી જોવા મળી રહી છે. આ સાથે રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરી રહ્યાં છે. આ કારણે છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદીનો ભાવ 25000 રૂપિયા નીચે આવી ગયો છે. આંકડા પર ધ્યાન આપો તો 23 ઓક્ટોબરે ચાંદી 5000 રૂપિયા સસ્તી થઈ હતી. ત્યારબાદ સતત પાંચ દિવસ સુધી ભાવ સ્થિત રહ્યાં, પરંતુ ફરી 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાંદીના ભાવમાં 20 હજાર જેટલો કડાકો થયો છે.
આ પણ વાંચોઃ LPG સિલિન્ડરના ભાવમાં આજથી થયો વધારો, જાણો કેટલા રૂપિયા મોંઘો થયો ગેસ
ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ
24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાના તાજા દરની યાદી
| શહેર | 24 કેરેટ (10 ગ્રામ) | 22 કેરેટ (10 ગ્રામ) | 18 કેરેટ (10 ગ્રામ) |
|---|---|---|---|
| દિલ્હી | ₹ 1,39,030 | ₹ 1,27,450 | ₹ 1,04,310 |
| મુંબઈ | ₹ 1,38,880 | ₹ 1,27,300 | ₹ 1,04,160 |
| કોલકાતા | ₹ 1,38,880 | ₹ 1,27,300 | ₹ 1,04,160 |
| ચેન્નઈ | ₹ 1,38,880 | ₹ 1,27,300 | ₹ 1,04,160 |
| બેંગલુરુ | ₹ 1,38,880 | ₹ 1,27,300 | ₹ 1,04,160 |
| હૈદરાબાદ | ₹ 1,38,880 | ₹ 1,27,300 | ₹ 1,04,160 |
| લખનૌ | ₹ 1,39,030 | ₹ 1,27,450 | ₹ 1,04,310 |
| પટના | ₹ 1,38,930 | ₹ 1,27,350 | ₹ 1,04,210 |
| જયપુર | ₹ 1,39,030 | ₹ 1,27,450 | ₹ 1,04,310 |
| અમદાવાદ | ₹ 1,38,930 | ₹ 1,27,350 | ₹ 1,04,210 |
કેમ ફીકી પડી રહી છે સોના-ચાંદીની ચમક
આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલી જિયો-પોલિટિકલ અસ્થિરતા વચ્ચે કાચા તેલની કિંમતમાં તેજી જોવા મળી છે. આ તેજીની અસર કિંમતી ધાતુઓની કિંમત પર પડી છે. આ સિવાય દુનિયાભરમાં કેન્દ્રીય બેંકોની કડક નાણાકીય નીતિને કારણે પણ તેના ભાવ નરમ પડ્યા છે. હકીકતમાં વધતી મોંઘવારીને કાબુ કરવા માટે દુનિયાભરની કેન્દ્રીય બેંકો આવનાર સમયમાં વ્યાજદર વધારી શકે છે.
અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. પરંતુ ઓક્ટોબરની પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આગળ વધારાનો સંકેત જરૂર આપ્યો છે. ભારતની વાત કરીએ તો ઓક્ટોબરમાં રિઝર્વ બેંકે વ્યાજદર 25 બેસિસ પોઈન્ટ વધાર્યો હતો. બજારનો સીધો નિયમ છે કે જ્યારે પણ વ્યાજદર વધવાનો માહોલ બને છે તો સોનાની ચમક ફીકી પડવા લાગે છે. આ કારણ છે કે હવે કિંમતો પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.