SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold-Silver Price Crash: સોના-ચાંદીમાં ભારે કડાકો: ચાંદી હાઈથી ₹2.71 લાખથી વધુ સસ્તી, સોનું ₹72,000 તૂટ્યું

Gold-Silver Price Crash From High: સોના-ચાંદીની કિંમતોમાં છેલ્લા પાંચ કારોબારી દિવસમાં એવો ભૂકંપ આવ્યો છે કે તેના ભાવ ધડામ થઈ ગયા છે. ચાંદી તો પોતાના હાઈથી હવે 2.71 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી મળી રહી છે.

Written By Gokani Dhaval
Published: Nov 22, 2026, 11:51 IST | Updated: Nov 22, 2026, 11:54 IST
Join

સોના-ચાંદીની કિંમતો (Gold-Silver Rate) એ પોતાના રોકાણકારોને ચોંકાવી દીધા છે અને દરેક પસાર થઈ રહેલા દિવસોની સાથે જોરદાર નુકસાન કરાવી રહ્યાં છે. આ કિંમતી ધાતુઓના ભાવ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) થી લઈને ઘરેલું માર્કેટ સુધી ક્રેશ થઈ ગયા છે. ચાંદી તો પોતાના હાઈથી 2.71 લાખ રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે, તો સોનું હાઈથી 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે.

સપ્તાહમાં સોના-ચાંદી ક્રેશ

Gold-Silver Rates માં ઘટાડાનો સિલસિલો આમ તો લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ પાછલા સપ્તાહે આ બંને કિંમતી ધાતુઓનો વાયજા ભાવમાં કડાકો થયો છે. માત્ર પાંચ કારોબારી દિવસમાં 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ 1,76,309 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટી શુક્રવારે  1,48,900 રૂપિયા પર આવી ગયો હતો. એટલે કે ચાંદી 27409 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. તો આ એક્સપાયરીવાળું સોનું 136705 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી એક ઝટકામાં 14756 રૂપિયા સસ્તું થઈ 121949 રૂપિયા થઈ ગયું છે.

આ પણ વાંચોઃ PM મોદીએ જ્યારે સોનું ન ખરીદવાનું કહ્યું હતું ત્યારે શું હતા ભાવ, આજે શું કિંમત છે?

હાઈથી આટલી સસ્તી થઈ Silver

ચાંદીની કિંમતમાં ભારે ઘટાડા પર નજર કરીએ તો માત્ર નવેમ્બર મહિનામાં તે ધડાધડ તૂટ્યું છે. ઓક્ટોબર મહિનાના છેલ્લા કારોબારી દિવસ એમસીએક્સ પર તેનો ભાવ 179132 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને આ શુક્રવાર સુધી તે 30221 રૂપિયા સસ્તી થઈ છે. તો સતત થઈ રહેલા ઘટાડા બાદ 1 કિલો ચાંદી પોતાના જાન્યુઆરીના હાઈ 4,20,048 રૂપિયાથી 2,71,148 સસ્તી થઈ ગઈ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વર્ષની શરૂઆતમાં પોતાના હાઈ લેવલથી અત્યાર સુધી વધુ સસ્તી થઈ ગઈ છે. તેની કિંમતમાં આવેલા ફેરફારો પર નજર કરીએ તો તે 29 જાન્યુઆરીના રેકોર્ડ હાઈ લેવલ $121.785 પ્રતિ ઔંસથી ક્રેસ થઈ ગઈ છે. 19 નવેમ્બરે કોમેક્સમાં સિલ્વરની કિંમત $44.025 સુધી પહોંચી, જે 10 મહિનાથી ઓછા સમયમાં લગભગ 63.9 ટકાનું કરેક્શન દર્શાવે છે.

Gold હાઈથી 72 હજાર રૂપિયા થયું સસ્તું

ન માત્ર ચાંદી, પરંતુ કિંમતી પીળી ધાતુની કિંમતમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેની કિંમત નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 16536 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઓછી થઈ છે. તો એમસીએક્સ પર ગોલ્ડના લાઇફ ટાઈમ હાઈ લેવલથી કરીએ, જે 1.93 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, તો અહીંથી અત્યાર સુધી  10 Gram 24 Karat Gold 72 હજાર રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES