SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બુલિયન માર્કેટમાં આજે ફરી સોનું થયું ધડામ, જાણો આજના સોના-ચાંદીના ભાવ

Today Bullion Market Gold Rate: આજે અઠવાડિયાના પહેલા દિવસે સોનાના ભાવમાં ધટાડો થયો છે, બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 540 રૂપિયાનો ઘટાડો થયો છે, દેશના મોટા ભાગના રાજ્યોમાં સોનું આ રેટ પર પહોચી ગયું છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 05, 2026, 05:29 PM IST | Updated: Oct 05, 2026, 05:31 PM IST
Join

Today Bullion Market Gold Rate: આજે દેશમાં સોનાના ભાવમાં ઘટાડા બાદ દેશના મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્લીમાં સોનાના ભાવ 1.49 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, આંતરાષ્ટ્રીય બજારમાં ડોલરના ભાવ અને અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધની અસર કીંમતી મેટલ પર પણ જોવા મળી છે, જ્યારે દેશમાં અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલુ છે, ત્યારે કોઈ સોનાની ખરીદી કરી રહ્યા નથી અને તેઓ નવરાત્રી આવવાની રાહ જોઈ રહ્યા છે. દેશમાં નવરાત્રી 11 ઓક્ટોબરના રોજ શરૂ થવા જઈ રહી છે. તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજના 5 ઓક્ટોબરના ભાવ જાણી લો.

સોમવારે સોનાના ભાવ કેમ ઘટ્યા?

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હાલમાં બુલિયન માર્કેટમાં એક મુખ્ય પરિબળ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે કહ્યું હતું કે વોશિંગ્ટન પાસે ઈરાન સામે વધુ લશ્કરી કાર્યવાહી કરવાનો અથવા તેહરાન સાથે સોદો કરવાનો વિકલ્પ છે.

જો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે, તો રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળશે. આ સોનાના ભાવને ટેકો આપી શકે છે. જો કે, છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોમાં તેલ પુરવઠા અંગેની ચિંતા ઓછી થઈ હોવાથી સોના પરના ભૂરાજકીય જોખમ પ્રીમિયમમાં પણ થોડો ઘટાડો થયો છે.

MCX પર સોનાનો ભાવ શું હતો?

સ્થાનિક વાયદા બજાર, MCX પર શરૂઆતના ટ્રેડિંગમાં સોનાના ભાવમાં લગભગ 0.62 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો હતો. સવારે, MCX પર 5 નવેમ્બર ડિલિવરી માટેનું સોનું 10 ગ્રામ દીઠ 148,129 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. 4 ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી 0.23 ટકા વધીને 226,393 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.

આજના 24 અને 22 કેરેટ સોનાના ભાવ

સોમવારે, 24 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 149,540 રૂપિયા હતો. આ દરમિયાન, 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 137,078 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, જ્યારે 22 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઘરેણાં બનાવવા માટે થાય છે.

ઇન્ડિયન બુલિયન એસોસિએશન (IBA) અનુસાર, 999 ઝીણી ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 226,770 રૂપિયા હતો. આ બજાર ભાવ છે. ઘરેણાં ખરીદતી વખતે, મેકિંગ ચાર્જ, GST અને અન્ય ટેક્સ ઉમેરવાને કારણે તમારે વધુ ચૂકવણી કરવી પડી શકે છે.

સોના અને ચાંદીને અત્યાર સુધી કેટલું વળતર મળ્યું છે?

ગયા વર્ષે સોનામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. તેની કિંમત અત્યાર સુધીમાં 75 ટકાથી વધુ વધી છે. બીજી તરફ, ચાંદીએ પણ રોકાણકારોને સારૂ રિટર્ન આપ્યું છે. 2023-24માં લગભગ 78,600 રૂપિયા પ્રતિ કિલોથી, ચાંદી ઓક્ટોબર 2026માં 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુ થઈ ગઈ છે.

Disclaimer: સોના-ચાંદીમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES