Gold Price Today: દીવાળી પહેલા એક ઝટકે સોના-ચાંદીના ભાવમાં પાછો મોટો ઘટાડો, ઘટેલા ભાવે ગોલ્ડ-સિલ્વર ખરીદવાની ઉત્તમ તક! જાણો આજનો રેટ
Gold Rate Today: કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં આજે ફરીથી કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાયદા બજાર અને રિટેલ બજાર બંનેમાં ભાવ ગગડેલા જોવા મળ્યા છે. સામી દીવાળીએ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Gold-Silver Price Today: આજે પણ ભારતીય બજારોમાં સોનું અને ચાંદી ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. MCX પર સતત બંને કિંમતી ધાતુઓ લાલ નિશાનમાં છે અને IBJA ઉપર પણ આજે સોનું અને ચાંદી ફરીથી ઘટાડા સાથે ખુલ્યા છે. IBJA પર આજે 24 કેરેટ સોનું 1200 જેટલું તૂટ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 4750 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં ચાંદી ઓલટાઈમ હાઈ 3.85 લાખ પર પહોંચી હતી. ત્યાંથી હવે ગગડીને 1.95 લાખ પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJAની વેબસાઈટ પર આજના ખુલતા ભાવ જોઈએ તો 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 1246 રૂપિયા તૂટીને 141448 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે કાલે સોનું 142694 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એ જ રીતે ચાંદી જોઈએ તો ચાંદીનો ભાવ 2 લાખની અંદર જતો રહ્યો છે. આજે એક કિલો ચાંદીના ભાવમાં 4750 રૂપિયાનો કડાકો નોંધાયો છે અને ભાવ 195027 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે જે કાલે 199777 પર બંધ થયો હતો.
એક મહિનામાં ₹7,510 સસ્તું થયું સોનું, શું દિવાળી સુધીમાં ભાવ વધુ ઘટશે? જાણો એક્સપર્ટ શું કહ્યું
અત્રે નોંધનીય છે કે એસોસિએશન દ્વારા જાહેર થતા આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. આ ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.
કેરેટ પ્રમાણે ભાવ
- 24 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ- 14145 રૂપિયા
- 22 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ- 13805 રૂપિયા
- 20 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ- 12589 રૂપિયા
- 18 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ- 11457 રૂપિયા
- 14 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ- 9123 રૂપિયા
- એક કિલો ચાંદીનો ભાવ- 195027 રૂપિયા
(સ્ત્રોત- IBJA)
MCX લેટેસ્ટ રેટ
ભારતીય વાયદા બજાર MCX પર બપોરે 12.35 કલાકે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ જોઈએ તો 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.66 ટકાના ઘટાડા સાથે 142362 રૂપિયા પર જોવા મળ્યું છે જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.97 ટકાના ઘટાડા સાથે 195667 રૂપિયાની સપાટીએ જોવા મળી છે.
IDBI બાદ આ 4 બેંકોમાં ભાગીદારી વેચવા જઈ રહી છે સરકાર, શું છે પ્લાન, ગ્રાહકો પર શું થશે અસર?
ઓક્ટોબરમાં નબળા જોવા મળ્યા છે સોનું અને ચાંદી
આ મહિને અત્યાર સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવી ચૂક્યો છે. ઓક્ટોબરમાં સોનું લગભગ 4 ટકા અને ચાંદી લગભગ 12 ટકા જેટલી તૂટી ચૂકી છે. સોનાની સરખામણીએ ચાંદીમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.
કેમ તૂટી રહ્યા છે ભાવ?
- અમેરિકી શેરબજારોમાં ગુરુવારે કડાકાનો માહોલ જોવા મળ્યો.
- આ દરમિયાન અમેરિકી ટ્રેઝરી બોન્ડના કેટલાક સમયના યીલ્ડમાં 20 બેસિસ બોઈન્ટ સુધીનો ઘટાડો નોંધાયો જે ઓગસ્ટ 2025 બાદ સૌથી મોટો કડાકો હતો.
- બજારમાં વધતી અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ બોન્ડમાં રોકાણ વધાર્યું છે. જ્યારે સોનામાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે.
- Golbal X ETFs ના વિશેષજ્ઞ જસ્ટિન લીનના જણાવ્યાં મુજબ સોનામાં ઘટાડાનું એક મોટું કારણ કેશ ભેગી કરવાની જરૂરિયાત હોઈ શકે છે.
- આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં તણાવથી પણ ચિંતાનો માહોલ છે જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે અને કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. જેનાથી મોંઘવારી વધવા અને અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં હજુ વધારો થાય તેવી આશંકા મજબૂત બનેલી છે.
- વ્યાજદર વધવાની સંભાવનાથી સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.