ખાનગી કંપની બાદ સરકારી કંપનીએ પણ વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ? ચેક કરો આજનો રેટ
આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં વધારાની અસર પેટ્રોલ-ડીઝલના રેટ પર જોવા મળી રહી છે. તાજેતરમાં નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો હતો.
દેશભરમાં કરોડો વાહન ચાલકો માટે પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજિંદા જરૂરિયાતનો હિસ્સો છે. તેમાં વધારા-ઘટાડાની અસર બજેટ પર પચે છે. આ વચ્ચે તેલ માર્કેટિંગ કંપનીઓએ 5 ઓક્ટોબર માટે લેટેસ્ટ ફ્યૂલ રેટ અપડેટ કર્યાં છે, જેનાથી ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી મળી શકે.
ભારતમાં ઈંધણની કિંમતો નિયમિત રૂપથી અપડેટ થાય છે અને નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે લાગૂ થાય છે. અલગ-અલગ શહેરોમાં કિંમતોમાં અંતર જોવા મળી શકે છે, કારણ કે રિટેલ સ્તર પર પેટ્રોલ-ડીઝલની કિંમતો કાચા તેલની કિંમત, રૂપિયા-ડોલરનો એક્સચેન્જ રેટ અને સ્થાનીક લેવી જેવા ઘણા કારણો પર નિર્ભર રહે છે.
આજે કેટલી છે કિંમત?
આજે, 5 ઓક્ટોબર 2026ના ભારતમાં સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) એ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેથી ભાવ સ્થિર બનેલા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 95.20 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં વાહન ચાલકો માટે પેટ્રોલ 111.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.83 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 101.83 રૂપિયા અને ડીઝલ 96 રૂપિયા આસપાસ મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ GSTના આ નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર! બેઠકમાં થઈ શકે છે જાહેરાત, જાણો
દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
| શહેર | પેટ્રોલની કિંમત (પ્રતિ લીટર) | ડીઝલની કિંમત (પ્રતિ લીટર) |
| દિલ્હી | 102.12 રૂપિયા | 95.20 રૂપિયા |
| મુંબઈ | 111.31 રૂપિયા | 97.97 રૂપિયા |
| તિરુવનંતપુરમ | 115.49 રૂપિયા | 104.40 રૂપિયા |
| ચેન્નઈ | 107.78 રૂપિયા | 99.56 રૂપિયા |
| જયપુર | 113.19 રૂપિયા | 98.25 રૂપિયા |
| પટના | 113.35 રૂપિયા | 99.36 રૂપિયા |
| હૈદરાબાદ | 115.69 રૂપિયા | 103.82 રૂપિયા |
| ચંદીગઢ | 98.10 રૂપિયા | 86.09 રૂપિયા |
| મેરઠ | 101.44 રૂપિયા | 94.91 રૂપિયા |
| અમદાવાદ | 101.83 રૂપિયા | 97.92 રૂપિયા |
ખાનગી કંપનીએ ભાવમાં કર્યો વધારો
ખાનગી કંપની નાયરા એનર્જીએ શનિવાર, 3 ઓક્ટોબરે દેશભરમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. કંપનીએ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમત તથા રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદકોની કિંમતોમાં ભારે ઉછાળ આવ્યો છે. તેની અસર રિટેલ સ્તર પર કંપનીના પ્રોફિટ માર્જિન પર પડી રહી છે.