SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

કેન્દ્રીય કર્મચારીઓને 30 દિવસનું બોનસ, કેવી રીતે આપી રહી છે સરકાર, સમજો ગણિત

Bonus Eligibility Rule: આ બોનસ ગ્રુપ Cના કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને એવા નોન ગજેટેડ ગ્રુપ B કર્મચારીઓને આવવામાં આવશે, જો પ્રોડક્ટિવિટી લિંક્સ બોનસ યોજનાના વિસ્તારમાં નથી આવતા.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 20, 2026, 05:57 PM IST | Updated: Oct 20, 2026, 06:16 PM IST
Join

Bonus Eligibility Rule: કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જુલાઈથી ડિસેમ્બરના છ મહિનામાં મોંઘવારી ભથ્થા પર નિર્ણય છેલ્લા કેટલાક દિવસમાં આવવાની સંભાવના છે, હાલમાં જ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને નાણીકિય વર્ષ 2025-26ના નોન પોડક્ટિવિટી લિક્ડ બોનસ બનાવી દીધા છે, તેને એડહોક બોનસ કે વર્ષનું બોનસ પણ કેહેવામાં આવે છે, ચાલો જાણીએ કે કયા કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેટલા બોનસનો લાભ મળશે.

કોને ફાયદો મળશે ?

આ બોનસ ગ્રુપ Cના કેન્દ્રીય કર્મચારીઓ અને એવા નોન ગેજેટેડ ગ્રુપ B કર્મચારીઓને આવામાં આવશે, જો પ્રોડક્ટિવિટી લિંક્સ બોનસ યોજનાના વિસ્તારમાં આવથા નથી, એના સિવાય પાત્ર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો અને સશસ્ત્ર બળોના કર્મચારીઓને પણ તેનો લાભ મળશે, 15 ઓક્ટોબર 2026ના આદેશમાં પાત્ર અસ્થાઈ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. તે કર્મચારીઓએ પૂરી કરવી આવશ્યક સેવા શરતોની રૂપરેખા આપે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં કર્મચારીઓ જેમને કેન્દ્ર સરકારના પગાર માળખા અનુસાર પગાર મળે છે તેઓ પણ પાત્ર હોઈ શકે છે. જો કે, શરત એ છે કે કર્મચારી અન્ય કોઈ બોનસ અથવા એક્સ-ગ્રેશિયા યોજના હેઠળ આવરી લેવામાં આવતો નથી.

મોંઘવારી ભથ્થામાં 2% વધારાની જાહેરાત, આ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર

કેટલી રકમ આપવામાં આવશે?

યોગ્ય કેન્દ્રીય સરકારી કર્મચારીઓને તેમના 30 દિવસના પગાર જેટલું બોનસ મળશે. આ બોનસની ગણતરી મહત્તમ 7,000 રૂપિયા પગારના આધારે કરવામાં આવે છે. દરેક લાયક કર્મચારીને 6,908 રૂપિયા બોનસ મળશે. બોનસની ગણતરી કર્મચારીના સરેરાશ માસિક પગાર અથવા નિર્ધારિત પગાર મર્યાદા, જે પણ ઓછું હોય તેના આધારે કરવામાં આવશે.

30-દિવસના બોનસની ગણતરી માટેનું સૂત્ર નીચે મુજબ છે:

7000 રૂપિયા × 30 ÷ 30.4 = 6,907.89 રૂપિયા

રકમને નજીકના રૂપિયા સુધી પૂર્ણ કરવાથી 6,908 રૂપિયા બોનસ મળે છે. જે પાત્ર કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર 7,000 રૂપિયાથી વધુ હોય છે, તેમના માટે બોનસની ગણતરી માટે સમાન મહત્તમ મર્યાદા લાગુ પડશે.

કેઝ્યુઅલ કર્મચારીઓ માટે ગણતરી

લાયક કેઝ્યુઅલ કર્મચારીઓ માટે 30-દિવસના બોનસની ગણતરી કરવા માટે 1,200 રૂપિયાની માસિક પગાર મર્યાદાનો ઉપયોગ કરવામાં આવશે.

ગણતરી નીચે મુજબ છે:

1,200 રૂપિયા × 30 ÷ 30.4 = 1,184.21 રૂપિયા

નજીકના રૂપિયામાં રાઉન્ડ કર્યા પછી, એક કેઝ્યુઅલ કર્મચારીને 1,184 રૂપિયા બોનસ મળશે. જો કોઈ કર્મચારીનો વાસ્તવિક માસિક પગાર 1,200 રૂપિયા કરતા ઓછો હોય, તો બોનસની ગણતરી તેમના વાસ્તવિક પગારના આધારે કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ DAની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો બધું બરાબર રહ્યું, તો સરકાર આ અઠવાડિયે DA વધારાની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત 3 થી 4 ટકા હોઈ શકે છે. આ પછી, કર્મચારીઓનો DA 63 અથવા 64 ટકા સુધી પહોંચી જશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES