મારુતિ સુઝૂકીની અર્ટિગાથી પણ સસ્તી 6.5 લાખની ફેમિલી કાર, જલદી થઈ શકે છે લોન્ચ, વિગતો જાણો
કારના શોખીનો માટે એક સારા સમાચાર છે. મારુતિ સુઝૂકી આર્ટિગાથી પણ સસ્તી એક નવી કોમ્પેક્ટ MPV લાવવાની તૈયારી કરી રહી છે. ઓછા બજેટમાં સારી ગાડી શોધતા લોકો માટે આ ખુશખબરથી કમ નથી. જાણો વિગતો.
ભારતીય કાર બજારમાં મારુતિ સુઝૂકી તેની આકર્ષક લૂક અને જબરદસ્ત ફીચર્સવાળી બજેટકારોને લઈને લોકપ્રિય છે. અર્ટિગા કાર અને તેના પ્રીમિમય વર્ઝન XL6ના દમ પર કંપનીએ ફેમિલી કારના સેગમેન્ટમાં એકતરફી દબદબો જાળવી રાખ્યો છે. હવે કંપની ઓછા બજેટવાળા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પોતાના યુટિલિટી વ્હીકલ પોર્ટફોલિયોમાં વધુ એક ઉમેરો કરવાની તૈયારીમાં છે.
મારુતિ એક નવી સબ 4 મીટર કોમ્પેક્ટ MPV પર કામ કરી રહી છે. જેને YVF કોડનેમ આપવામાં આવ્યું છે. આ નવી ગાડી જાપાનમાં વેચાતી Suzuki Solioથી મહદઅંશે પ્રેરિત હશે. અર્ટિગાથી નીચેના સેગમેન્ટમાં આવનારી આ કાર સીધી રીતે બજેટ ફેમિલી બાયર્સને ટાર્ગેટ કરશે. કારની વિગતો ખાસ જાણો.
ટોલ ચોરીનો ખેલ ખત્મ! 8 ગણો વસૂલાશે દંડ, જાણો સરકારના નવા પ્લાન વિશે
કેવી હશે Maruti YVFની ડિઝાઈન?
- ગ્લોબલ માર્કેટમાં વેચાતી સુઝૂકી સોલિયોનો લુક વેગન આરની જેમ જ બોક્સી અને ટોલબોય સ્ટાઈલવાળો છે. જેને સુઝૂકીના હળવા પરંતુ મજબૂત Heartect પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે.
- કારની સાઈઝનું જોઈએ તો તેની લંબાઈ 3810 mm, પહોળાઈ 1,645 mm, ઊંચાઈ 1,745 mm અને વ્હીલબેસ 2,480 mmનો છે.
- એવી ધારણા છે કે ભારતમાં આવનારા મોડલની સાઈઝ પણ આ રહી શકે છે. જેથી કરીને ઓછી જગ્યામાં પણ કેબિનની અંદર શાનદાર હેડરૂમ અને લેગરૂમ મળી શકે.
- ફ્રન્ટમાં પહોળી ક્રોમ ગ્રિલ અને ચોરસ LED હેડલેમ્પ્સ જોવા મળી શકે છે. જ્યારે પાછળની બાજુ એકદમ સીધા ટેલગેટ અને એલ શેપની વર્ટિકલ ટેલલેમ્પસ આપવામાં આવશે.
- જાપાની મોડલતી લેવામાં આવનારું સૌથી ખાસ ફીચર તેના રિયર પાવર્ડ સ્લાઈડિંગ ડોર્સ હોઈ શકે છે.
- આ સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર ગાડીને પ્રીમિયમ લૂક આપવાની સાથે સાથે શહેરના ગીચ પાર્કિંગ એરિયામાં કારની અંદર બેસવું અને બહાર નીકળવું પણ એકદમ સરળ બનાવશે.
કારના સેફ્ટી ફીચર્સ કેવા હોઈ શકે
- કારની અંદર એક ખુબ જ પ્રેક્ટિકલ અને ઓપન 5 સીટર કેબિન મળે એવી શક્યતા છે. જેમાં ડેશબોર્ડની વચ્ચેવચ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સામાન મૂકવા માટે અનેક સ્માર્ટ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવશે.
- ફીચર્સની વાત કરીએ તો તેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો સાથે 9 ઈંચનો સ્માર્ટપ્લે પ્રો પ્લસ ટચ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, છત પર લાગેલા રિયર એસી વેન્ટસ સાથે ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ અને USB Type-C જેવા ચાર્જિંગ ફીચર્સ મળી શકે છે.
- સેફ્ટીના મામલે પણ મારુતિ આ ફેમિલી કારમાં કોઈ કમી નહીં છોડે. જેમાં સ્ટાન્ડર્ડ રીતે છ એરબેગ્સ, એબીએસ સાથે ઈબીડી, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ આસિસ્ટ અને રિયર પાર્કિંગ કેમેરા જેવા તમામ જરૂરી સેફ્ટી ફીચર્સ મળવાની પૂરેપૂરી આશા છે.
મારુતિએ આપ્યો ઝટકો! આજથી મોંઘી થઈ ગાડીઓ, જાણો કેટલામાં આવશે અલ્ટો-વેગન આર
એન્જિન, અને પ્રાઈઝ
- આ કારના એન્જિન અને પરફોર્મન્સની વાત કરીએ તો આ નવી સોલિયો-બેસ્ડ MPVમાં વર્તમાન સ્વિફ્ટ અને ડિઝાયરવાળું જ 1.2 લીટર, 3 સિલિન્ડર Z12E પેટ્રોલ એન્જિન મળી શકે છે. જે 81 bhp નો પાવર અને 109 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
- ખાસ વાત એ છે કે આ કાર પોતાના સેગમેન્ટમાં હાઈબ્રિડ પાવરટ્રેન ઓફર કરનારી પહેલી કાર બની શકે છે.
- અત્રે જણાવવાનું કે તેના ગ્લોબલ મોડલમાં 1.2 લીટર પેટ્રોલ હાઈબ્રિડ એન્જિન સાથે CVT ગિયરબોક્સ પણ મળે છે જે લગભગ 22 km/l ની શાનદાર માઈલેજ આપે છે. આ ઉપરાંત મારુતિની બાકી કારોની જેમ તેમાં સસ્તા CNG વેરિએન્ટ મળવાની પણ પૂરેપૂરી આશા છે.
ક્યારે થશે લોન્ચ?
કંપનીએ જો કે આ કારના લોન્ચ અંગે સત્તાવાર રીતે તારીખની જાહેરાત તો નથી કરી પરંતુ એવી ધારણા છે કે આ કાર વર્ષ 2028-2029ની ની આસપાસ ભારતના બજારોમાં આવી શકે છે. આ કાર ભારતમાં ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન જોવા મળી છે. આ કાર માટે ભારતને ગ્લોબલ હબ પણ બનાવવામાં આવી શકે છે. લોન્ચ થયા બાદ મુંબઈમાં તેની ઓનરોડ કિંમત 6.5 લાખ રૂપિયાથી લઈને 12 લાખ રૂપિયા વચ્ચે રહે તેવી ધારણા છે. તેનો સીધો મુકાબલો રિનોલ્ટ ટ્રાઈબર અને Nissan Gravite જેવી ગાડીઓ સાથે થઈ શકે છે.