SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 720 રન બનાવી ભારતે બનાવ્યા 10 મહારેકોર્ડ, પ્રથમવાર થયો આ કમાલ

ભારતે ન્યૂઝીલેન્ડના 368 રનની સામે પ્રથમ ઈનિંગ 9 વિરેટના નુકસાન પર 720 રન બનાવી ડિકલેર કરી. ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે પ્રથમવાર 700 રનનો આંકડો પાર કર્યો, આ દરમિયાન 10 મોટા રેકોર્ડ પણ બન્યા છે.

Written By Gokani Dhaval
Published: Nov 22, 2026, 10:30 IST | Updated: Nov 22, 2026, 10:36 IST
Join

શુભમન ગિલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 720 રન બનાવી ઈતિહાસ રચી દીધો છે. આ ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. ખુદ યજમાન ટીમ આટલો મોટો સ્કોર આજ સુધી બનાવી શકી નથી. કેએલ રાહુલ અને રિષભ પંતની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ આ કમાલ કર્યો છે. ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં 368 રન પર રોકી દીધું હતું. હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સની સદીની મદદથી કીવી ટીમ આ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જેના જવાબમાં ભારતે 8 અડધી સદીની ભાગીદારી કરી. 2 બેટરોએ સદી ફટકારી અને 4 બેટર યશસ્વી જાયસવાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યાં. ભારતીય ઈનિંગ દરમિયાન 10 રેકોર્ડ્સ બન્યા. આવો તેના પર નજર કરીએ.

ભારત vs ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં બન્યા 10 રેકોર્ડ

- ન્યૂઝીલેન્ડની જમીન પર સૌથી મોટો ટેસ્ટ સ્કોર ભારતે બનાવ્યો છે. આ પહેલા યજમાન ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ 2019મા 715 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડમાં હાઈએસ્ટ સ્કોર

720/9d- IND (v NZ, વેલિંગટન, 2026)*

715/6d - NZ (v BAN, હેમિલ્ટન, 2019)

680/8d - NZ (v IND, વેલિંગટન, 2014)

671/4d - NZ (v SL, વેલિંગટન, 2014)

660/5d - WI (v NZ, વેલિંગટન, 1991)

- ભારતે ઘરની બહાર પોતાનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર બનાવ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ 2010 કોલંબો ટેસ્ટમાં 707 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર

759/7d વિરુદ્ધ ENG (ચેન્નઈ, 2016)

726/9d વિરુદ્ધ SL (બ્રેબોર્ન, 2009)

𝟳𝟮𝟬/𝟵𝗱 વિરુદ્ધ NZ (વેલિંગટન, 2026)*

707/10 વિરુદ્ધ SL (કોલંબો, 2010)

705/7d વિરુદ્ધ AUS (સિડની, 2004)

- વેલિંગટનના બેસન રિઝર્વ સ્ટેડિયમમાં પ્રથમવાર કોઈ ટીમ 720 રન બનાવી શકી છે. આ મેદાન પરનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

- ભારતીય ટીમે 5મી વખત ટેસ્ટ ક્રિકેટમાં 700 રનનો આંકડો પાર કર્યો છે. વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના નામે છે, જેણે 7 વખત આ સિદ્ધિ મેળવી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 700 રન બનાવનાર ટીમો

7 - શ્રીલંકા

5 - ભારત

4 - ઈંગ્લેન્ડ

4 - ઓસ્ટ્રેલિયા

4 - વેસ્ટ ઈન્ડિઝ

2 - પાકિસ્તાન

1 - ન્યૂઝીલેન્ડ

- ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારત 700 રનનો આંકડો પાર કરનારી પ્રથમ મહેમાન ટીમ બની છે.

- 720 રન ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી મોટો ઈનિંગ ટોટલ છે, આ પહેલા 1995મા આ જગ્યા પર વેસ્ટ ઈન્ડિઝે 660/5 સ્કોર બનાવ્યો હતો.

- 1955 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. છેલ્લા 71 વર્ષમાં બંને દેશો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચનો સૌથી મોટો સ્કોર છે.

- ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત પ્રથમ એવી ટીમ બની છે, જેણે એક ઈનિંગમાં પહેલી સાત વિકેટ માટે 50 થી વધુ રનની ભાગીદારી કરી છે.

- ભારતનો આ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ કીવી વિરુદ્ધ 1999 અમદાવાદ ટેસ્ટમાં 583 રન બનાવ્યા હતા.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES