SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રોમાંચક બની વેલિંગટન ટેસ્ટ, ભારત જીતથી 8 વિકેટ દૂર, બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડનો વળતો જવાબ

India vs New Zealand Highlights: ચોથા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે બે વિકેટે 119 રન બનાવી લીધા છે. ભારતે અંતિમ દિવસે જીત માટે 8 વિકેટની જરૂર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની નજર મેચ ડ્રો કરાવવા પર છે.

Written By Gokani Dhaval
Published: Nov 22, 2026, 11:29 IST | Updated: Nov 22, 2026, 11:32 IST
Join

વેલિંગટન ટેસ્ટમાં ચોથા દિવસની રમત સમાપ્ત થવા સુધી ન્યૂઝીલેન્ડે 45 ઓવરની રમતમાં 119 રન બનાવી લીધા છે. કીવી ટીમ હજુ 233 રન પાછળ છે. હાલ ડેવોન કોનવે અડધી સદી બનાવી ક્રિઝ પર છે. જ્યારે રચિન રવીન્દ્ર તેનો સાથ આપી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગ 720 રન બનાવી ડિકલેર કરી હતી.

ભારતે બનાવ્યો વિશાળ સ્કોર

ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ બીજા સત્ર દરમિયાન પોતાની ઈનિંગ 720/9 ના સ્કોર પર ડિકલેર કરી હતી. આ ભારતનો રેડ બોલ ક્રિકેટમાં ત્રીજી સૌથી મોટો સ્કોર છે. આ મજબૂત ઈનિંગને કારણે ભારતને 352 રનની લીડ મળી હતી. જેના જવાબમાં ચોથા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે ટોમ લાથમ અને હેનરી નિકોલ્સની વિકેટ ગુમાવી દીધી છે. ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ ત્રીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી કરી છે.

 ભારત જીતથી 8 વિકેટ દૂર

ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગમાં 352 રનની લીડ મળી હતી. ચોથા દિવસની સમાપ્તિ બાદ ન્યૂઝીલેન્ડ હજુ 233 રન પાછળ છે. જો ભારતીય બોલર ન્યૂઝીલેન્ડને આ 233 રન બનાવવાથી રોકે છે તો તેને ઈનિંગના અંતરથી ઐતિહાસિક જીત મળી જશે. જો ન્યૂઝીલેન્ડ આ સ્કોરને પાર કરવામાં સફળ રહ્યું તો મેચ ડ્રો તરફ જઈ શકે છે કે પછી ટીમ ઈન્ડિયાને નાનો ટાર્ગેટ મળી શકે છે.

રિષભ પંતે રચ્યો ઈતિહાસ

ભારતીય ઈનિંગમાં રિષભ પંતે 128 રનનું યોગદાન આપ્યું હતું. આ તેના ટેસ્ટ કરિયરની 9મી સદી છે. પરંતુ સદીની જગ્યાએ તેણે સિક્સનો મહારેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં આ ઈનિંગમાં પંતે છ સિક્સ ફટકારી હતી. પંત હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે બીજા ક્રમે આવી ગયો છે. તેના નામે 108 સિક્સ છે. તેની ઉપર માત્ર બેન સ્ટોક્સ (138 સિક્સ) છે.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 720 રન બનાવી ભારતે બનાવ્યા 10 મહારેકોર્ડ, પ્રથમવાર થયો આ કમાલ

ન્યૂઝીલેન્ડે 90 ઓવર બેટિંગ કરવી પડશે

જ્યાં સુધી ન્યૂઝીલેન્ડની વાત છે તો તેણે અંતિમ દિવસે મેચ બચાવવા 90 ઓવર બેટિંગ કરવી પડશે. કીવી ટીમ 233 રનથી પાછળ છે અને તેની આઠ વિકેટ બાકી છે. ભારતીય ટીમની નજર આઠ વિકેટ ઝડપી મેચમાં જીત મેળવવા પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ અંતિમ દિવસે મેચ ડ઼્રો કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES