SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, 14 વર્ષના કરિયરનો અંત

Glenn Maxwell Retirement: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

Written By Gokani Dhaval
Published: Nov 03, 2026, 08:37 AM IST | Updated: Nov 03, 2026, 08:42 AM IST
Join

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. મેક્સવેલે પોતાના 14 વર્ષ લાંબા કરિયરમાં ઓસ્ટ્રેલિયા માટે 286 મેચ રમી છે. તેણે લિસ્ટ-એ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. તે ટી20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમતો રહેશે.

મેક્સવેલે પાછલા વર્ષે જૂનમાં વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પરંતુ તે ટી20 રમી રહ્યો હતો. મેક્સવેલ ઓસ્ટ્રેલિયા તરફથી ટી20 વિશ્વકપ 2026મા પણ રમ્યો હતો. મેક્સવેલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં તેણે કહ્યું કે 2028મા ઓલિમ્પિક્સ અને વિશ્વકપ પણ છે, તેવામાં ઓસ્ટ્રેલિયાને યુવા ટીમની જરૂર હશે અને આગામી કેટલાક મહિના ટીમ તૈયાર કરવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હશે.

ધ ફાઇનલ વર્ડ પોડકાસ્ટ પર ગ્લેન મેક્સવેલે કહ્યુ, 'હું ઈચ્છતો હતો કે મને MCG પર પોતાની નિવૃત્તિ મેચ રમવાની તક મળે, પરંતુ હું સારી રીતે સમજું છું કે મેનેજમેન્ટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. ઓલિમ્પિક્સ આવી રહ્યું છે, તેથી મારી નજરમાં આગામી 12થી 24 મહિનાના સમયગાળામાં ઘણા ફેરફાર થશે.'

ત્રણ વિશ્વકપમાં રહ્યો વિજેતા

ગ્લેન મેક્સવેલે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 2015 અને 2023મા બે વખત વનડે વિશ્વકપની ટ્રોફી જીતી હતી. આ સિવાય તે 2021મા ઓસ્ટ્રેલિયાની ટી20 વિશ્વકપ વિજેતા ટીમમાં પણ સામેલ હતો. પોતાના 286 મેચના આંતરરાષ્ટ્રીય કરિયરમાં તેણે ત્રણેય ફોર્મેટમાં 286 મેચ રમી 7226 રન બનાવ્યા અને બોલિંગમાં 136 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચોઃ તિલક કેપ્ટન, વૈભવ અને અભિષેકનો પણ સમાવેશ, રાઈઝીંગ સ્ટાર એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત

મુશ્કેલ હતો નિર્ણય

મેક્સવેલે કહ્યુ કે વિક્ટોરિયા માટે અંતિમ વનડે મેચ બાદ સાથી ખેલાડીઓને નિવૃત્તિ વિશે જણાવવું આશાથી વધુ મુશ્કેલ રહ્યું. તેણે આગળ કહ્યું- હવે સમય આવી ગયો છે કે હું મારા શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપું જેનાથી પોતાના કરિયરની છેલ્લી કેટલીક ટૂર્નામેન્ટ્સ રમી શકું.

ઓસ્ટ્રેલિયાનો આ દિગ્ગજ ઓલરાઉન્ડર ટી20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી નિવૃત્ત થયો નથી. તે BBL 2026-27 મા મેલબોર્ન સ્ટાર્સ માટે ઉપલબ્ધ રહેશે અને કદાચ તેને કોન્ટ્રાક્ટ એક્સટેન્શન પણ મળી શકે છે.

2023 વિશ્વકપની તે યાદગાર ઈનિંગ

મેક્સવેલને સૌથી વધુ યાદ કરવામાં આવશે 2023 વનડે વિશ્વકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ રમેલી ઐતિહાસિક ઈનિંગ માટે. ઓસ્ટ્રેલિયાને 292 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને જીત લગભગ અસંભવ લાગી રહી હતી. આવી મુશ્કેલ સ્થિતિમાં મેક્સવેલે બેટિંગ કરી અને માત્ર 128 બોલમાં 201* રન ફટકારી દીધા હતા. તેની આ ઈનિંગમાં 21 ચોગ્ગા અને 10 સિક્સ સામેલ હતી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES