સૂતા પહેલા માત્ર 5 મિનિટ માટે પણ સોશિયલ મીડિયા પર રીલ્સ (Reels) જોવાની ટેવ તમારા હૃદય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. રાત્રે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી ઊંઘની ગુણવત્તા બગડે છે, તણાવ વધે છે અને બ્લડ પ્રેશર પર માઠી અસર પડે છે, જે લાંબા ગાળે હાર્ટ અટેક કે હૃદય સંબંધિત અન્ય ગંભીર બિમારીઓનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આ આદતથી બચવાની તાતી જરૂર છે આજે, વિશ્વ હાર્ટ દિવસે તમારા માટે આ ઉપયોગી માહિતી જાણવી અતિ જરૂરી છે.