વાવ-થરાદમાં નૂતન વર્ષાભિનંદન નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 1 હજાર ઉદ્યોગપતિઓ તૈયાર કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. ઉદ્યોગસાહસિકોની લોનની ગેરંટી લેવાની તૈયારી દર્શાવવાની સાથે વિસ્તારના ઉદ્યોગોના વિકાસ માટે 45 ટકા સબસિડીની જાહેરાત પણ કરવામાં આવી હતી.