પાટીદાર આગેવાનોની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. Z 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં વરૂણ પટેલે અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ઘણું નવું થશે તેવા સંકેત આપવાની સાથે તેમણે દિનેશ બાંભણિયા સાથે એક ટીમમાં હોવાની અને હાર્દિક પટેલ તેમની ટીમમાં ન હોવાની વાત કરી છે. વરૂણ પટેલના નિવેદનોથી પાટીદાર રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.